Author: Vikram Raval

Ahmedabad, તા.૮ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવી બની રહેલી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં નીચે દબાઈ જવાથી ૨૭ વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સવારે ૯ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકને તાત્કાલિક એલ.જી.ના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની અને હાલ એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહીને લેબર કામ કરતા છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. ૨૭) મંગળવારે સવારે જૂની એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા…

Read More

Islamabad, તા.૮ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને વાટાઘાટોનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ સંવાદ દ્વારા લાવવો જોઈએ. સાથે જ તેમણે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સ્થાપિત પાર્ટીને ઇસ્લામાબાદ તરફની તેની લાંબી કૂચને રદ કરવા અપીલ કરી હતી. પીટીઆઇએ ખૈબર-પખ્તૂનખ્વાના લક્કી મારવત શહેરથી બે દિવસ પહેલાં ઇસ્લામાબાદ તરફ લોંગ માર્ચ શરૂ કરી હતી. આગામી દિવસોમાં રાજધાની પહોંચીને ધરણાં યોજવાનો અને ઇમરાન ખાનને મુક્ત કરાવવા સરકાર પર દબાણ લાવવાનો પાર્ટીનો હેતુ છે. શરીફે કહ્યું કે રાજકીય મુદ્દાઓનો વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો છતાં કમનસીબે ફરી એકવાર લોંગ માર્ચના “ભયાનક પડછાયા” દેખાઈ રહ્યા…

Read More

Karjan, તા.૮ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કણભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, છેલ્લા એક મહિનામાં કપિરાજ દ્વારા આશરે ચાર જેટલા ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ પણ એક મહિલા પર વાંદરાએ અચાનક હુમલો કરતાં તેમના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે મહિલાને સારવાર દરમિયાન ૩૨ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વધુ ફફડાટ ફેલાયો છે.વારંવાર વાંદરાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ,…

Read More

Rajpipla, તા.૮ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા યુવક સાથે સરકારી કચેરીમાં નોકરી અપાવવાના બહાને ૯.૯૦ લાખ રૂપિયા મહિલાએ પડાવી લીધા હતા.આ મામલે મહિલા અને એક પુરુષ વિરુદ્ધ એકતાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૩ થી નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ જૂનાગઢ અને રાજકોટની સરકારી કચેરીના બનાવટી દસ્તાવેજો અને સિક્કાઓનો ઉપયોગ કરી યુવકનો વિશ્વાસ જીતી ૯ લાખ રૂપિયા રકમ પડાવી લીધા હતા.બનાવની વિગત મુજબ, ગરૂડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નાળાવાળા ફળિયામાં રહેતા જીગર દયાલ તડવીને નોકરીની જરૂરિયાત હતી.જેથી આ બાબતે ગરૂડેશ્વરના આમદલા ગામની રાજકોટ ખાતે નોકરી કરતી ભાવના મંગુ તડવીએ રાજકોટ ખાતે પોતાની કચેરી…

Read More

Mehsana, તા.૮ મહેસાણાનાં મહિલા વકીલને સાયબર ગઠિયાઓએ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવી દેવાનો ડર બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરી આશરે રૂ.૫૭.૫૬ લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી મહિલાને માનસિક દબાણમાં રાખી જીવનભરની મૂડી, પીપીએફનાં નાણાં અને સોનાની લગડીઓ વેચાવી નાણાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા પેરેડાઈઝ બંગ્લોઝમાં રહેતાં ૬૪ વર્ષીય સવિતાબેન હિતેન્દ્રકુમાર પટેલ મહેસાણા કોર્ટમાં વકીલાત કરે છે. તેમના પતિનું વર્ષ ૨૦૨૧માં અવસાન થયેલું છે અને બંને સંતાનો ઓસ્ટ્રેલિયા…

Read More

New Delhi, તા.૮ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બધી રીતે જાણે ભારતીયોનો એકડો કાઢવાનો નિર્ણય લઈ લીધો લાગે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રજૂ કરવામાં નવા બિલમાં ૐ-૧મ્ વિઝા કાર્યક્રમમાં કેટલીક જોગવાઈઓનો ભંગ કરનારાને મહત્તમ ૨.૫૦ લાખ ડોલર સુધીનો દંડ અને ગંભીર ભંગ બદલ ૧૦ વર્ષના મહત્તમ ડિબારમેન્ટની એટલે કે પ્રોગ્રામમાંથી બાકાત રાખવાની સજા થાય છે.રિપ્રેઝન્ટેટિવ બેથ વાન ડુઇનની સાથે બીજા પાંચ રિપબ્લિકન પ્રતિનિધિઓએ પહેલી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ બિલ રજૂ કર્યુ હતું. આ બિલ હાઉસની જ્યુડિસિયરી સમિતિ સમક્ષ મોકલાયું છે. મહત્ત્વની વાત એ છે કે આ દરખાસ્ત હજી કાયદો બની નથી. આ બિલ કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવે અને પ્રમુખ દ્વારા…

Read More

New Delhi, તા.૮ સ્વીડનની રોયલ એકેડમીએ વર્ષ ૨૦૨૬નો કેમિસ્ટ્રીનો નોબેલ સંયુક્ત રીતે બે વૈજ્ઞાનિકોને આપ્યો છે. ફ્રાન્સના હેનરી બી. કાગન અને જાપાનના કેન્સો સોઆઇને આ વર્ષનો રસાયણ વિજ્ઞાનનો નોબેલ આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોએ ંકેમિકલના ૧૦૦ વર્ષ જુના એક કોયડાનું સમાધાન શોધી કાઢ્યું છે. આ સંશોધને દવાઓ, ફ્લેવર, સુગંધ અને નવી સામગ્રી બનાવવા માટે રાસાયણિક પ્રક્રિયા વિકસિત કરનારા વૈજ્ઞાનિકોના કામને નવી દિશા આપી છે.આપણા શરીરના લોહી, માંસ, પ્રોટીન એક જ પ્રકારના અણુથી બનેલા છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં હોમોચિરેલિટી કહેવામાં આવે છે. અમીનો એસિડ નામના અણુ પ્રોટીન બનાવે છે જે બે સ્વરુપમાં હોય છે. જોકે આપણા શરીરમાં માત્ર એક જ રૂમ…

Read More

New Delhi, તા.૮ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ‘મેં ૮ જેટલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ લાવવાનું કામ કર્યું છે, જે અત્યાર સુધી કોઈ અન્ય પ્રમુખએ નથી કર્યું. આ કોઈ બડાઈ નથી પરંતુ વાસ્તવિક હકીકત છે.’ તેમ જણાવીને તેમણે ટૂંક સમયમાં જ વધુ એક મોટી સફળતા મળવાનો સંકેત પણ આપ્યો છે.ટ્રમ્પ અગાઉ પણ ઘણી વખત નોબલ શાંતિ પુરસ્કાર માટે દાવો કરી ચૂક્યા છે અને પોતાના ડિપ્લોમેટિક રેકોર્ડને આ પુરસ્કાર માટે લાયક ગણાવતા રહ્યા છે. જો કે, ફેક્ટ-ચેકર્સ દ્વારા તેમના આ દાવાઓને વારંવાર પડકારવામાં આવ્યા છે.…

Read More

સહારનપુર, તા.૮ અલ્લાહાબાદ હાઇકોર્ટે સહારનપુર પોલીસ અને જિલ્લા પ્રશાસનને કહ્યું હતું કે જો મસ્જિદો ધ્વની પ્રદૂષણના નિયમોનું પાલન કરતી હોય તો તેની પાંચ વખતી નમાઝ પઢવામાં કોઇ પણ પ્રકારની ખલેલ ના પહોંચાડવામાં આવે. અઝાન પઢવી તે અરજદાર મસ્જિદ સંચાલકોનો અધિકાર છે.આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના પથેડ ગામમાં આવેલી આયેષા મસ્જિદ સાથે જોડાયેલો છે. મસ્જિદ સંચાલકોએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી દલીલ કરી હતી કે અઝાન માટે પોલીસ અને જિલ્લા પ્રશાસન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની ના પાડે છે. જ્યારે કોર્ટના આદેશમાં લાઉડ સ્પીકરનો નિયમોનું પાલન કરીને ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે.જ્યારે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે લાઉડ સ્પીકરનો…

Read More

New Delhi, તા.૮ દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ હોનારત સર્જાી હતી. માત્ર ૨૫ વારના પ્લોટ પર બનેલી ચાર માળની ઈમારત અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને રસ્તા પર ગડી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં ગર્ભવતી મહિલા અને ૨ બાળકો સહિત કુલ ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે મલબા નીચે દબાયેલા ૧૧ લોકોને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૪ ગાડીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીસીપી આર. મીણાના જણાવ્યા અનુસાર, મલબા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે મોટું…

Read More