Author: Vikram Raval

Rajkot,તા.01 ભરણપોષણ કેસમાં રોજના રૂ.૨૫૦ કમાતો હોવાનો બચાવ લેનાર પતીને પત્ની અને સગીર  સંતાનને માસીક રૂ.૧૦ હજાર ભરણ પોષણ પેટે  ચુકવવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલ હુડકો ક્વાર્ટરમાં રહેતી પરણીતા અરફાના બહેનના જંગલેશ્વરમાં રહેતા આફતાબ અયુબભાઈ કાઝી સાથે વર્ષ ૨૦૧૫ મા નિકાહ થયા  હતા. જે લગ્ન જીવનથી પરણીતાને એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ દંપતી વચ્ચે અણબનાવ  બનતા પરણીતાને તરછોડી દીધી હતી. પરણીતા પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી રાજકોટની ફેમીલી કોર્ટમાં પતી પાસેથી પોતાના અને સગીર સંતાનના ભરણ પોષણની માંગ કરતી અરજી  દાખલ કરી હતી. જેમા પતી હાજર થતાં લાગતા વળગતા સાહેદોની…

Read More

ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આવકારીને  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને અભિનંદન પાઠવ્યા Rajkot,તા.01 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યમાં  કાયદાના સ્નાતકોને વકીલાતની તાલીમ  અનુસૂચિત જાતિના વકીલોને સ્ટાયપેન્ડ યોજના હેઠળ  અનુસૂચિત જાતિના તાલીમી વકીલોને ચૂકવાતી સ્ટાયપેન્ડ સહાયમાં કરવામાં આવેલા જંગી વધારાને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને આવકારીને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાને અભિનંદન પાઠવ્યા છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જેમને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે શરૂઆતના વર્ષોમાં નાણાકીય મુશ્કેલી અનુભવતા અનુસૂચિત જાતિના વકીલોને અગાઉ પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-, બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-, ત્રીજા વર્ષેઃ માસિક ₹ ૬૦૦/- સ્ટાયપેન્ડ  સહાય અને તાલીમ આપનાર સિનિયર…

Read More

Morbi,તા.01 ગટરના પ્રશ્ને ચરાડવા ગ્રામજનોનો કલેકટર કચેરીએ હલ્લાબોલ જીલ્લા કલેકટર દ્વારા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની ખાતરી મળી હળવદ તાલુકાના ચરાડવા ગામમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની સુવિધા ના હોવાથી ત્રાસી ગયેલા ગ્રામજનોએ આજે જીલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો મહિલાઓ સહીત ૨૫૦થી વધુ ગ્રામજનોનું ટોળું જીલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું હતું ગટર નહિ તો મત નહિના સુત્રોચ્ચાર સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું હળવદ તાલુકાના ચરાડવા ગામે હજુ સુધી ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધા આપવામાં આવી નથી વર્ષોથી નર્કાગાર સ્થિતિમાં જીવતા ચરાડવા ગામના રહીશોની ધીરજ આજે ખૂટી ગઈ હતી અને મહિલાઓ સહિતના ગ્રામજનોએ કલેકટર કચેરીએ ગટર નહિ તો મત નહિ સુત્રોચ્ચાર અને હાથમાં બેનર…

Read More

Morbi,તા.01 ધ્રોલ તાલુકાના પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના પ્રોહીબીશન ગુનામાં આરોપી ભરત રતાભાઈ ગમારા રહે લુણસર તા. વાંકાનેર વાળો હાલ લુણસર ગામના ઝાપા પાસે હાજર છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી ભરત ગમારાને ઝડપી લીને ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ હાથ ધરી છે

Read More

Morbi,તા.01 માળિયા પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧.૦૧ લાખની કિમતના ૦૪ મોબાઈલ ફોન અરજદારોને પરત સોપ્યા હતા માળિયા પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા ૦૪ મોબાઈલ કીમત રૂ ૧,૦૧,૪૯૮ ના શોધી કાઢવામાં સફળતા મળી હતી આઈ ફોન, સેમસંગ, ઓપ્પો સહિતની કંપનીના ૧,૦૧,૪૯૭૮ ની કિમતના ચાર મોબાઈલ અરજદારોને પરત સોપ્યા હતા

Read More

Morbi,તા.01 હસનપર બ્રીજ પાસે ખુલ્લા મેદાનમાંથી દારૂની ૧૧ બોટલના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હસનપર બ્રીજ પાસે જાંજર ટોકીઝ સામે રેડ કરી હતી ખુલ્લા મેદાનમાંથી આરોપી રમેશ રઘુભાઈ કુકાવા રહે સ્વપ્નલોક સોસાયટી મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની ૧૧ બોટલ કીમત રૂ ૧૨,૮૦૦ નો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.01 સામાકાંઠે રામધન આશ્રમ પાસે નીલમબાગ સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે મોરબીના રામધન આશ્રમ પાસે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉ.વ.૩૬) નામની પરિણીતાએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અલ્પાબેનના લગ્નને ૧૭ વર્ષનો સમય થવા છતાં સંતાન નહિ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Read More

Morbi,તા.01 રાણેકપર ગામ નજીક બે મિત્ર બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ જનાવર આડું ઉતરતા બાઈક સાથે ભટકાતા બંને મિત્રો બાઈક સહીત પડી જતા પાછળ બેસેલ ૧૫ વર્ષના સગીરનું મોત થયું હતું બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જુના ઢુવા ગામનો રહેવાસી દીપક ઉર્ફે દીપુ રણજીત સાગઠીયા (ઉ.વ.૧૫) અને તેનો મિત્ર કિશન બંને બાઈક લઈને ઘરે પરત આવતા હતા બાઈક કિશન ચલાવતો હતો અને દીપક પાછળ બેઠો હતો રાણેકપર બાપા સીતારામ મઢુલી પાસે પહોંચતા કોઈ અજાણ્યું જનાવર આડું ઉતરી બાઈક સાથે ભટકાતા બંને મિત્રો બાઈક સહીત રોડ પર પડી જતા દીપકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો…

Read More

Morbi,તા.01 કેનાલમાં યુવાન પડી ગયો હતો અને મચ્છુ ૨ ડેમના પાણીમાંથી મોરબી ફાયર વિભાગના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરતા મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોરલ ગોલ્ડ સિરામિકમાં રહીને કામ કરતા રાજકુમાર નારાયણભાઈ વનવાસી (ઉ.વ.૩૩) નામના યુવાન કેનાલ પર અકસ્માતે પડી ગયા હતા યુવાનનો મૃતદેહ મચ્છુ ૨ ડેમ જોધપર પાસે પાણીમાંથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Read More

Morbi,તા.01 વાછ્કપર ગામે માતાપિતાને રૂપિયા બાબતે બોલાચાલી થયા બાદ માતાએ દવા પી લેતા ૧૫ વર્ષના સગીર દીકરા અને દીકરીએ ઝેરી દવા પી લીધી હતી જે બનાવમાં ૧૫ વર્ષના સગીર પુત્રનું મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વાછ્કપર ગામના રહેવાસી હરદેવ હીરાલાલ સાકરીયા (ઉ.વ.૧૫) નામનો સગીર ગત તા. ૨૩ ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થયું છે બનાવ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હરદેવના માતા પિતાને રૂપિયા બાબતે બોલાચાલી થયા બાદ માતા કૃપાલીબેનને મનોમન લાગી આવતા દવા પી…

Read More