- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Yutau, તા.૮ અનેક સેક્ટર્સમાં અનેક નોકરીઓમાં સ્થાન લેનાર એઆઈની એન્ટ્રી્ ડોક્ટર તરીકે થઈ છે. અમેરિકાના યુટાઉમાં એઆઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. એઆઈ ડોક્ટરને ચોક્કસ દવાઓ લખવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે, એઆઈ ડોક્ટરની ભૂમિકા કેટલી આગળ જઈ શકે છે.એઆઈ ડોક્ટર હવેથી ખીલ (એકને)ની દવા લખી આપશે. આ માટે એઆઈ સિસ્ટમ દર્દી માટે સવાલો તૈયાર કરે છે ત્યારબાદ ફેશિયલ સ્કેન કરે છે. સ્કેન કર્યા બાદ તે ડોક્ટરોના લિમિટેડ લિસ્ટમાંથી ટ્રીટમેન્ટ શોધીને તેનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. રિપોર્ટ મુજબ, યુટાઉમાં ૧,૦૦,૦૦૦થી વધુ નાગરિકો ખીલ માટેની દવાઓ લઈ રહ્યા છે.સામાન્ય રીતે ડોક્ટરની એપોઈન્ટમેન્ટ માટેનો ૬૧ દિવસનો…
Mumbai, તા.૮ રક્ષાબંધન પર બનેલી કૃતિ સેનનની એક એડ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કૃતિના ઇન્ડો-વેસ્ટર્ન પોશાક અને ડીપ-નેક બ્લાઉઝ પહેરવાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી, જેના પગલે બ્રાન્ડે આ એડ હટાવી લીધી હતી. હવે અભિનેત્રી કરીના કપૂર ખાનના શો ‘વૉટ વુમન વૉન્ટ’ ની ૬ઠ્ઠી સિઝનમાં આ સમગ્ર વિવાદ પર ખુલીને વાત કરી છે અને સવાલો ઉઠાવ્યા છે.કરીના સાથેની વાતચીત દરમિયાન કૃતિએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘હું વિશ્વાસ નથી કરી શકતીપ કે મારી ચોલી પ્રાઈમ-ટાઇમ ન્યૂઝમાં ૬ લોકોની પેનલ ડિસ્કશન (ચર્ચા)નો વિષય બની ગઈ હતી.’ કૃતિની આ વાત સાંભળીને કરીનાએ પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે,…
Mumbai, તા.૮ આ વર્ષની શરૂઆતમાં રજૂ થયેલી કોર્ટરૂમ ડ્રામા ‘ઇક્કા’ને મળેલી સફળતાને પગલે નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા હવે ‘ઇક્કા ટુ’ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. સની દેઓલ ફરી હિરો તરીકે રીપિટ થશે પરંતુ આ વખતે અક્ષય ખન્નાની બાદબાકી થઈ ગઈ છે.જોકે, અક્ષય ખન્નાએ કયાં કારણોસર આ ફિલ્મ છોડી છે તે હજુ જાહેર કરાયું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ‘દ્રશ્યમ ટુ’માં ભૂમિકા ભજવનારા અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ થ્રી’માં છેલ્લી ઘડીએ રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.હાલ ‘ઇક્કા ટુ’ની સ્ટોરી લખાઇ રહી છે. એકવાર પટકથા લખાઇ જાય તે પછી આવતાં વર્ષથી ફિલ્મનું પ્રોડકશન શરૂ કરવામાં આવશે. સની દેઓલ નિતિશ તિવારીની ‘રામાયણ’માં હનુમાનનું પાત્ર…
Mumbai, તા.૮ સની લિયોની અને રાહુલ દેવની ‘ચુડૈલ’ ફિલ્મ રાઇટ્સના મામલે અટવાઇ છે.નિર્માતા ગણેશ જૈને એક જાહેર નોટીસ આપી ફિલ્મના તમામ રાઇટ્સ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે.ફિલ્મ ‘ચુડૈલ’ બે વર્ષથી તૈયાર પડી છે પણ મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં આ ફિલ્મના નિર્માણ માટે મેળવવામાં આવેલાં નાણાં ન ચૂકવાયા હોવાથી મામલો ઘોંચમાં પડેલો હતો. બાદમાં કંપનીએ નાણાં ચૂકવી ફિલ્મ રજૂ કરવાની તૈયારી કરી તો હવે આ નવી નોટીસ આવી પડી છે. દરમ્યાન ફિલ્મનું નામ પણ ત્રણવાર બદલાઇ ચૂક્યુ છે. નોટીસમાં એમ પણ જણાવાયું છે કે ‘કોકાકોલા’ ફિલ્મનું નામ હવે ‘ચુડૈલ’ રાખવામાં આવ્યું છે.જાહેર નોટીસ અનુસાર ગણેશ જૈને ફિલ્મના પ્રોડકશન હાઉસ તથા પાર્ટનર્સ…
Mumbai, તા.૮ કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બુધવારે ઇન્સ્ટા પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે તેમના પરિવારમાં બીજા સંતાનનું આગમન થવાનું છે. પોસ્ટમાં કિઆરા, સિદ્ધાર્થ અને સરાયાહના હાથમાં નાનકડુ સફેદ મોજું દર્શાવવામાં આવ્યું છે.કિઆરા અને સિદ્ધાર્થે આ જાહેરાત કરતાં જ કરણ જોહર, ભૂમિ પેડણેકર, આથિયા શેટ્ટી અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિત બોલિવૂડના ઘણાં કળાકારોએ તેમને અભિનંદન આપ્યા હતા. કિઆરા અને સિદ્ધાર્થના ફેબુ્રઆરી ૨૦૨૩માં રાજસ્થાનમાં નજીકના પરિચિતોની હાજરીમાં લગ્ન થયા હતા. ૨૦૨૫ના જુલાઈમાં તેઓ પહેલી પુત્રી સરાયાહના માતાપિતા બન્યા હતા. પહેલીવાર ગર્ભાવસ્થાની જાહેરાત કરતી વખતે જે નાનકડું સફેદ મોજું વાપરવામાં આવ્યું હતું તે જ મોજું બીજીવારની ગર્ભાવસ્થાની જાહેરાત કરવામાં વાપરવામાં…
Mumbai, તા.૮ કરોડો રૂપિયાના ચેક બાઉન્સ મામલે ઘેરાયેલા લોકપ્રિય બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. રાજપાલ યાદવ બુધવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયો હતોઅને તે દેવાની કુછ રકમ ચૂકવવા માટે તૈયાર થયો છે. તેના હાથમાં ૧.૧૫ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો, જ્યારે બાકીના ૮૫ લાખ રૂપિયા જમા કરાવવા માટે તેણે ૧૩ ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો છે. ન્યાયાધીશ સમક્ષ સુનાવણી દરમિયાન રાજપાલ યાદવનું દર્દ છલકાયું હતું અને તેણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ને લઈને ડૂબી ગયેલા નાણાં વિશે વાત કરી હતી.સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ દ્વારા મજાકમાં કહેવામાં આવ્યું કે, ‘તમારી ફિલ્મોની જેમ તમારા પૈસા પણ અતા-પતા લાપતા (ગાયબ)…
Mumbai, તા.૮ બોલિવૂડ એક્ટ્રેસ સૈયામી ખેરે બોલિવૂડની એક ડાર્ક સાઈટ પર દિલ ખોલીને વાત કરી છે. પોતાના શરૂઆતના કેરિયરને યાદ કરતા એક્ટ્રેસે એ રાઝ ખોલ્યા જે સમયાંતરે દરેક એક્ટ્રેસે એ વિષય પર ખોલે છે. એક્ટ્રેસે એ પણ વાત કહી કે, ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવવા માટે કરવા પડતા પ્રયાસ દરમિયાન કેટલાક એવા પડકારો તથા વગર માગેલી સલાહનો સામનો કરવો પડ્યો હતો. સૈયામીએ કહ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે હું નાસિકની એક શાંત છોકરી હતી. જેને ફિલ્મો અંગે અને ફિલ્મોની દુનિયા અંગે ખાસ કોઈ જાણકારી ન હતી. પોતાની જાતને સાબિત કરવા માટેનો ચાન્સ મળે એ પહેલા અનેક લોકોએ મને જજ…
Mumbai, તા.૮ ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી,ઝ્રઝ્ર્ફ ફૂટેજ શેર કરીને જાણ કરવામાં આવી. ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે ૫ઃ૦૦ થી ૬ઃ૦૦ વાગ્યાની વચ્ચે એક ચોર કાફેમાં ઘૂસ્યો હતો અને કાઉન્ટર પરથી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમની માલિકીના મુંબઈ સ્થિત કાફે ‘ઓયે ચુરોસ’ માં ચોરીની ઘટના સામે આવી છે. અર્ચનાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, સવારે…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં આરબીઆઈની નાણાકીય નીતિ પહેલાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું, જ્યારે નીતિ નિર્ણય બાદ વેચવાલીનું દબાણ વધુ સ્પષ્ટ બન્યું હતું. અગાઉના બે સત્રમાં નોંધાયેલી તેજી બાદ રોકાણકારોએ નફાવસૂલી તરફ વળતા બજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.50% કર્યો છે અને નીતિ વલણને “કેલિબ્રેટેડ ટાઇટનિંગ” તરફ ફેરવ્યું છે. આ નિર્ણયથી વ્યાજદર આધારિત ક્ષેત્રોમાં દબાણ વધ્યું હતું.સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં પણ આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો આરબીઆઈના વ્યાજદર નિર્ણય અને આગામી નીતિ સંકેતો અંગે સાવચેતી રાખતા ફ્યુચર સેગમેન્ટમાં પણ અસ્થિરતા વધી હતી. બજારમાં હાલ ઉપરના…
તિથિ ત્રયોદશી (તેરસ) – ૨૨ઃ૧૭ઃ૨૫ સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – ૨૧ઃ૨૦ઃ૩૦ સુધી કરણ ગરજ – ૧૦ઃ૪૫ઃ૨૫ સુધી, વાણિજ – ૨૨ઃ૧૭ઃ૨૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ શુક્લ – ૨૪ઃ૫૭ઃ૫૧ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૭ઃ૩૦ સૂર્યાસ્ત ૧૭ઃ૫૯ઃ૩૯ ચંદ્ર રાશિ સિંહ – ૨૭ઃ૧૮ઃ૨૩ સુધી ચંદ્રોદય ૨૮ઃ૪૮ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૬ઃ૩૨ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૨ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૧ઃ૪૨ઃ૦૯ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૧૧ઃ૩૩ થી ૧૦ઃ૫૮ઃ૨૨ ના, ૧૪ઃ૫૨ઃ૨૫ થી ૧૫ઃ૩૯ઃ૧૪ ના કુલિક ૧૦ઃ૧૧ઃ૩૩ થી ૧૦ઃ૫૮ઃ૨૨ ના દુરી / મરણ ૧૪ઃ૫૨ઃ૨૫ થી…
