Author: Vikram Raval

Mumbai,તા.11 દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે. એશા દેઓલે મીડિયા દ્વારા નિધનના અહેવાલોને ફગાવતા કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ કે આવી કપરી સ્થિતિમાં પરિવારને પ્રાઈવસી મળે. મારા પિતાના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા બદલ હું સૌની આભારી છું.

Read More

Mumbai,તા.11 ‘સૈયારા’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી અનીત પડ્ડા હવે નવી કોઈ ફિલ્મનું શૂટિંગ શરુ કરતાં  પહેલાં પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહી છે. અનીત બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે અને તેણે તેની ફાઈનલ પરીક્ષા આપવાની બાકી છે. મોટાભાગે આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં તેની પરીક્ષા છે. આથી તે હાલ પોતાનો બાકીનો અભ્યાસ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. અનીતને હોરર ફિલ્મ ‘શક્તિ શાલિની’માં મુખ્ય ભૂમિકા મળી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સંખ્યાબંધ બોલીવૂડ નિર્માતાઓ તેનો સંપર્ક કરી રહ્યા છે. જોકે, અનીત સ્નાતકની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ જ શૂટિંગ શરુ કરવાની છે.

Read More

Mumbai,તા.11 ‘બાહુબલી’ ફિલ્મના બંને ભાગને જોડીને એક સિંગલ ફિલ્મ તરીકે ‘બાહુબલી ધી એપિક’ ફિલ્મ રીલિઝ કરવામાં આવી  છે. હવે આ જ ટ્રેન્ડને આગળ વધારી ‘પુષ્પા’ના પણ બે ભાગની એક સિંગલ ફિલ્મ બનાવવાની હિલચાલ શરુ કરાઈ છે. ‘બાહુબલી’ની સિંગલ ફિલ્મમાં બંને ભાગના કેટલાંય ગીતો તથા દ્રશ્યોને કાપી નાખવામાં આવ્યાં હતાં. જ્યારે ‘પુષ્પા’ ફિલ્મ બાબતમાં એવો દાવો તઈ રહ્યો છે કે તેમાં એવું કેટલુંક નવું ફૂટેજ ઉમેરાશે જે બેમાંથી કોઈપણ ભાગમાં સામેલ કરાયું ન હતું. જોકે, ‘બાહુબલી ધી એપિક’ની કમાણી વિશ્વભરમાં ૫૦ કરોડ રુપિયા માંડ થઈ છે. તે અપેક્ષા કરતાં ઓછી ગણાય છે. પરંતુ, સાથે સાથે એ પણ સાચું છે કે નિર્માતાઓને…

Read More

Mumbai,તા.11 સની દેઓલની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ લાંબા સમયથી બનીને તૈયાર છે. જોકે, ફિલ્મની રીલિઝ ડેટનાં હજુ કોઈ ઠેકાણાં નથી. હવે એવું કહેવાય છે કે નિર્માતા આમિર ખાન તથા દિગ્દર્શક રાજકુમાર સંતોષી વચ્ચે ફિલ્મનું ટાઈટલ બદલવા બાબતે પણ વાંધો પડયો  છે. આમિર ટાઈટલ બદલવા  માગે છે પરંતુ સંતોષી તેનાથી નાખુશ છે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતાં કોઇ પણ ભારતીય ફિલ્મને પાકિસ્તાના શહેરના શીર્ષક સાથે  રીલિઝ કરવામાં આવે તે યોગ્ય નથી. તેથી ટાઈટલ બદલવા ભલામણ કરાઈ છે. જોકે રાજકુમાર સંતોષીએ આ બાબતે કહ્યું હતું કે, શીર્ષક બદલવાનો  આખરી નિર્ણય ફિલ્મના નિર્માતા આમિર ખાને કરવાનો છે. પરંતુ આની તરફેણમાં નથી. મેં આ ફિલ્મ…

Read More

Mumbai,તા.11 શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’માં રણદીપ હૂડા તેની સાથે સ્ક્રીન શેર કરશે. ‘છાવા’નો દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ‘ઈથા’  ફિલ્મ  મહારાષ્ટ્રનાં વિખ્યાત લાવણી નૃત્યાંગના  વિથાબાઇ નારાયણગાંવકરની બાયોપિક છે. શ્રદ્ધા પહેલીવાર કોઈ બાયોપિકમાં કામ કરી રહી છે. બીજી તરફ રણદીપ હુડાએ વધુ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ સ્વીકારી છે. અગાઉ તે ‘હાઈવે’ અને ‘હિરોઈન’ સહિતની સંખ્યાબંધ એવી ફિલ્મો કરી ચૂક્યો છે જેમાં ફિલ્મમાં સ્ત્રી પાત્ર કેન્દ્રીય ભૂમિકામાં હોય. આ એક પિરિયડ ફિલ્મ હશે.

Read More

Mumbai,તા.11 બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાના અહેવાલો વચ્ચે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અભિનેતાને આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને જોતા ધર્મેન્દ્રના મુંબઈ સ્થિત નિવાસસ્થાનની બહાર પોલીસના બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની તબિયત બગડવાના સમાચાર મળતા જ બોલિવૂડના અનેક કલાકારો તેમને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આજે સુપરસ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાન સાથે ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ પહેલા સુપરસ્ટાર સલમાન ખાન પણ ધર્મેન્દ્રના હાલચાલ જાણવા આવ્યા હતાધર્મેન્દ્રની સેકન્ડ વાઈફ અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રનો ફોટો પોસ્ટ…

Read More

Junagadh,તા.11 ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે પરિવારજનોમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે. ઉલ્લેખનીય છે કે મહાદેવગીરી બાપુએ થોડા દિવસો પહેલાં જ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આશ્રમના આંતરિક ડખા અને વિવાદો અંગે ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેઓ ઈટાવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તુરંત…

Read More

Surendaranagar,તા.11 સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર વાહનો તાલુકો તેમના વાહનની બેફામ રીતે ચલાવી અને અવારનવાર નેશનલ હાઈવે ઉપર અકસ્માતો ની હારમાળાઓ સર્જતા હોય છે ત્યારે હજુ થાનગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોને ઈજા થવા પામી હતી જેની હજુ સુધી ધરપકડ પણ કરવામાં આવી નથી ત્યાં ફરીવાર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બાઈક ઉપર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને કારના ચાલકે અકસ્માત સર્જી અને બીજાઓ પહોંચાડી છે. ત્યારે તાત્કાલિક અસરે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને લીમડી રાજકોટ હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને ઈજા થતાં…

Read More

Surendaranagar,તા.11 દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને પાણશીણા તેમજ લીંબડી-ચોટીલાને જોડતી તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ સુરક્ષામાં વધારો કરાયો છે.પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો પરથી પસાર થતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

Read More

Junagadh, તા. 11 જુનાગઢ બી ડીવીઝન પોલીસે રાત્રીના શખ્સની ફોર વ્હીલ રોકી ચેક કરતા પોતે પોલીસમાં જ ન હોવા છતાં પોલીસનું પાટીયુ (બોર્ડ) લગાવી માભો જમાવતા ઝડપાઇ જવા પામ્યો હતો જેની સામે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત તા. 10-11-2025ની રાત્રીના 10.બ્30 કલાકે જુનાગઢ મજેવડી દરવાજા સર્કલ પાસે વાહન ચેકીંગ કરવા ઉભેલ બી ડીવીઝન પોલીસ જવાન રઘુવીરસિંહ જાનાભાઇએ હુન્ડાઇ કારને રોકી ચેક કરતા આગળના ભાગે અંગ્રેજીમાં ‘પોલીસ’ લખેલું એક્રેલીક બોર્ડ (પાટીયુ) જોવા મળતા તેમની પુછપરછ કરતા તે પોલીસમાં જ ન હોય માત્ર માભો જમાવવા દેખાવ કરવા બોર્ડ લગાવ્યાનું   કબુલ કરેલ…

Read More