- Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો
- દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી
- Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે
- PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ
- Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!
- આર્થિક વિકાસથી મોદી ખુશ : ફરી `Swadeshi ‘નું આહવાન
- September IPO: ભારતીય કંપનીઓ રૂ. 25,000 કરોડ એકત્ર કરવા સજ્જ
- યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ : જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
Author: Vikram Raval
જીતુ પરમાર Magrol તા.૩૧ ગાંધીનગર ખાતે શાઈનિંગ ઈન્ડિયા સર્વે દ્વારા જુદા જુદા પરિમાણોને આધારે કરાયેલા સર્વે બાદ ગુજરાતના બેસ્ટ ૧૦ એમએલએમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની પણ પસંદગી કરાતા ગાંધીનગર ખાતે તેઓનું સન્માન કરાયું હતું.ગુજરાત ના વિવિધ મત વિસ્તારના ૧૦ ધારાસભ્યોની પસંદગી માં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની પસંદગી પામ્યા આ સન્માન મારા માંગરોળ માળીયા મત વિસ્તારના મારા મતદારોનુ છે .મેં તો સેવા કરવાનો પ્રયાસ કર્યો છે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા જણાવ્યું હતું ગાંધીનગર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ રાજ્યપાલ જગદીશભાઈ મુખી, શાઈનીંગ ઈન્ડિયાના હાર્દિક સૈની સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ટાઉનહોલ ખાતે કાર્યકમ યોજાયો હતો. સંસ્થા દ્વારા ધારાસભ્યની કામગીરી, લોકપ્રિયતા, લોકો…
Lucknow,તા.૩૧ કૌશાંબી અને પ્રયાગરાજ સરહદ પર સ્થિત મનૌરી બજારમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો. સતત થઈ રહેલા વિસ્ફોટોથી આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા ત્રણ કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા. ફેક્ટરીની આસપાસના ૧૫ થી વધુ ઘરો ધરાશાયી થયા હતા. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ લોકોનાં મોત થયાં છે.વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. અનેક ઘરોની કાચની બારીઓ તૂટી ગઈ હતી. વિસ્ફોટમાં અનેક પરિવારોના ઘરો નાશ પામ્યા. પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. એક ડઝનથી વધુ લોકો ગંભીર હાલતમાં છે. પ્રયાગરાજના એડીજી, આઈજી,…
લાયસન્સ રદ્દ કરી ત્રણ વર્ષ માટે નવા રજિસ્ટ્રેશન માટે ગેરલાયક ઠેરવાયા (મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૩૧ સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાંની ધીરધાર (લોન/વ્યાજ)ની પ્રવૃત્તિઓ કાયદેસર, પારદર્શક અને નિયમાનુસાર હાથ ધરવામાં આવે તેમજ સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ ન થાય તે હેતુથી શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ કે. ચૌધરી તથા સહકારી અધિકારી (ધીરધાર) શ્રી નિકુલગીરી એન. ગોસ્વામીની માર્ગદર્શિકા હેઠળ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચકાસણી અને દેખરેખની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ’ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧’ ની વિવિધ જોગવાઈઓ તેમજ લાયસન્સની નિયત શરતોનું પાલન ન કરનાર કુલ ૭૯ શાહુકારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી…
એસસીઓ પછી થોડા દિવસો પછી બ્રિકસ; ભારત, રશિયા અને ચીનની રાજદ્વારી તપાસ હેઠળ Bishkek,તા.૩૧ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી. આ મુલાકાત કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટની બાજુમાં થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને કહ્યું કે ભારત ભવિષ્યમાં ઈરાન સાથે વેપાર વધારવા અને વૈવિધ્યસભર બનાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધોની ધમકી આપ્યા બાદ પીએમ મોદીએ આ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ ટિ્વટર પર લખ્યું,…
Rajkot તા.૩૧ રાજકોટ. મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી પર અંકુશ લાવવા તથા રેલવે આવકનું નુકસાન રોકવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક દિવસીય સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં આયોજિત આ વિશેષ ટિકિટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત વંદે ભારત, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર અને મેઇલ/ઇન્ટરસિટી ટ્રેનો સહિત વિવિધ ટ્રેનોમાં વ્યાપક ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર ટિકિટ ચેકિંગ સ્ટાફ, કોમર્શિયલ ઈન્સ્પેક્ટર અને કોમર્શિયલ વિભાગના અન્ય કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. રાજકોટ ડિવિઝનના સીનિયર…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર, તા. ૩૧ જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં કુલ ૮ દરોડા પાડી તીનપત્તી રોન-પોલીસ તથા વર્લી મટકાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જુદા જુદા દરોડાઓમાં કુલ રૂ. ૯૭,૧૫૦નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મેઘપર-પડાણા પોલીસ મથકના બે દરોડા મેઘપર(પડાણા) પોલીસે ઝાખર ગામની જૂની સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા અર્જુનસિંહ ભરતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ સંજયસિંહ જાડેજાને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. ૧૧,૦૦૦નો રોકડ મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ન્યૂ પડાણા રેસીડેન્સી પાસે વાડીવાળા રસ્તે સ્ટ્રીટલાઇટના અજવાળે રમાતા જુગાર પર દરોડો…
New Delhi,તા.૩૧ મહિલા એશિયા કપ ૨૦૨૬ ની ત્રીજી મેચ ભારત અને થાઇલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાની સ્ટાર સ્પિનર દીપ્તિ શર્મા માટે યાદગાર હતી. આ તેની કારકિર્દીની ૧૫૦મી ટી ૨૦ મેચ હતી. આ મેચમાં તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સાથે, તે હવે મહિલા ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. આ સંદર્ભમાં, તેણીએ થાઇલેન્ડની સ્પિનર થિપાચા પુથાવોંગનો રેકોર્ડ તોડ્યો છે. થાઇલેન્ડ સામેની મેચમાં દીપ્તીએ ૭ બોલમાં ૩ વિકેટ લીધી હતી. મહિલા ટી૨૦માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીનો ઉલ્લેખ કરીએ તો, દીપ્તિ શર્માએ ૧૫૦ મેચમાં ૧૭૧ વિકેટ લીધી છે અને આ યાદીમાં ટોચ…
New Delhi,તા.૩૧ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી, જે અગાઉ શ્રીલંકાને આપવામાં આવી હતી, તે ૨૦૨૭ ની શરૂઆતમાં પ્રથમ વખત યોજાવાની છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ એક મોટું પગલું ભર્યું છે અને શ્રીલંકાને યજમાની અધિકારોથી વંચિત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે શ્રીલંકા હવે આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે નહીં. આઇસીસી અને શ્રીલંકા સરકાર વચ્ચેના વણઉકેલાયેલા વિવાદોને કારણે, તેમની પાસેથી યજમાની અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જોકે, કયા દેશ ટુર્નામેન્ટનું આયોજન કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં લાંબા સમયથી ચાલી આવતી સરકારી અને રાજકીય દખલગીરી બોર્ડ માટે સમસ્યા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં ૧૧ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તપાસનો દોર જામનગર સુધી પહોંચ્યો છે. આ ફરિયાદના અનુસંધાને ગાંધીનગર પોલીસની તપાસ ટુકડી ગઈકાલે રવિવારે બે-ત્રણ વાહનોના કાફલા સાથે જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરતાં શહેરમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી. મેરામણભાઈ પરમારના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ આ બનાવ કુદરતી મૃત્યુનો નહીં પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો હોવાનું જણાવાયું છે. આ…
જામજોધપુરમાં બાઈક સ્લીપ થતાં આદિવાસી મજૂરે,કનસુમારા પાસે ટ્રક અડફેટે ૧૬ વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર નજીક કનસુમરા પાસે તેમજ જામજોધપુર વિસ્તારમાં જુદા-જુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જામજોતપુર નજીક હોથીજી ખડબા ગામ પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં એક આદિવાસી ખેતમજૂરનું મોત થયું હતું, જ્યારે કનસુમરા પાટીયા પાસે ટ્રકની અડફેટે મોટરસાઇકલસવાર ૧૬ વર્ષીય કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાળી ગામની સીમમાં વાડી પાસે ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા મુકેશભાઈ સોબાનભાઈ ભુહા બપોરે પત્ની રમીલાબેનને મજૂરીના પૈસા લેવા જવાનું કહી મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. દરમિયાન હોથીજી ખડબા ગામ પાસે વળાંકમાં મોટરસાઇકલ સ્લીપ થઈ રોડની નીચે…
