- બોધકથા..સતસંગનો પ્રભાવ
- અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
- મનુષ્યના પતન થવાનું કારણ શું?
- બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
- ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
- સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
- ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
- તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
Author: Vikram Raval
Junagadh,તા.11 ખોડાદા ગામે ખુલ્લા કુવામાં પડી ગયેલી સિંહણને વનવિભાગે રેસ્કયુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપી હતી.ખોડાદા ગામે હરદાસભાઈ ગરચરની વાડીમાં આવેલા 15 થી 20 ફુટ ઉંડા અને ખુલ્લા કુવામાં સિંહણ પડી ગઈ હોવાની માંગરોળ વનવિભાગને જાણ કરાતા આરએફઓ ગુલાબબેન સુહાગીયા, ફોરેસ્ટર તથા અમરાપુર કેર સેન્ટરના ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સિંહણ કુવામાં ખાબકી હોવાની જાણ થતાં આજુબાજુના વાડી વિસ્તારમાંથી લોકો સિંહણ ને જોવા માટે એકત્ર થયા હતા. દરમ્યાન વન વિભાગની એકાદ કલાકની જહેમત બાદ કુવામાં પડી ગયેલી સિંહણ ને દોરડાં બાંધી સલામત રીતે કુવા માથી બહાર કાઢવામાં સફળતા મળતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Junagadh તા.11 ગઈકાલે જુનાગઢ કલેકટર કચેરી ખાતે ખેડૂતોના ગંભીર પ્રશ્નોને લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને સરકારને 12 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અને રામધૂન બોલી વિરોધ કર્યો હતો. કિસાન સહકાર સમિતિના બેનર નીચે પરેશ ગૌસ્વામીની આગેવાની નીચે હજારો ખેડૂતો પાલાભાઈ આંબલીયા, કરશનભાઈ ભાદરકા, સહિતનાઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને સંબોધન કરેલા પત્રમાં ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ (માવઠા) વાવાઝોડામાં ખેતીમાં ગયેલી નુકશાની મામલે પાક વિમા કે સહાય ન મળતા ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે. જેના કારણે ત્રણ માંગ કરવામાં આવી છે. સરકાર આગામી 12 દિવસમાં ત્રણેય માંગ નહીં સ્વીકારે તો તેઓ ગાંધીનગર ખાતે અન્નજળનો ત્યાગ કરશે. અને આંદોલન કરશે. પાક…
Junagadh તા.11 માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના હરસાલી ગામની સીમમાં શીલ પોલીસે પ્રાપ્ત 15 જુગારીઓને રોકડ રૂા.1,03,730 ઉપરાંત 14 મોબાઈલ મળી કુલ રૂા.1,88,730ની મતા કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલા જુગારીઓમાં કિરણ બાબુ પરમાર રે. શાપુર (માંગરોળ), દેવાયત માંડા ચુડાસમા રે. પંચાળા, ઈરશાદ ઈબ્રાહીમ મહીડા, રે. મોવાણા દરવાજા કેશોદ, લતીફ બાવા મીયા (રે.કેશોદ), અલ્તાફશા ઉમરશા રે. કેશોદ, ઉમેશ દીલીપ મોકરીયા, રે.ચંદવાણા, મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ રે. મેણેજ, લીલા સીદી કેશવાલા રે.આંત્રોલી, અજીત ઉર્ફે હોડો નાથા ઓડેદરા રે. આંત્રોલી, અરજણ રાજસી કેશવાલા રે. આંત્રોલી, હંસરાજ હીરા ચુડાસમા રે. પંચાળા, મહેન્દ્ર રાજા પરમાર રે. તાલાલા, મહેશ દેવસી મકડીયા રે.માંગરોળ, લખન ભનુ પરમાર રે. જુનાગઢ…
Junagadh,તા.11 ગઈકાલે જુનાગઢના દોલતપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે ત્રાટકી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને 1440 બોટલ કિંમત રૂા.4,48,800ના દારૂ સાથે દબોચી લીધા હતા. ઉપરાંત એક મોસા ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા.5,21,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ દોલતપરા નાઈરા પેટ્રોલ પંપ સામે આવેલ સૂરજ એગ્રોના રસ્તા ઉપર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહ્યાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ત્રાટકી 1440 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂા.4,48,800ની કબજે કરી હતી ઉપરાંત સાઈન મોસા નં. જીજે 11 સીએમ 7409 રૂા.70 હજાર મોબાઈલ ફોન ત્રણ રૂા.30 હજાર સહિત કુલ રૂા.5,21,800 સાથે ભરત ભીખુ કોડીયાતર (ઉ.31) રે. બાંટવા ભીમનાથ રોડ અને…
New Delhi,તા.11 સોમવારે સાંજે લગભગ 6.52 વાગ્યે લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ સુરક્ષા કારણોસર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ ઐતિહાસિક લાલ કિલ્લાને આગામી ત્રણ દિવસ (મંગળ, બુધ અને ગુરુવાર) માટે સામાન્ય જનતા માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન, પોલીસ, NSG અને ફોરેન્સિક ટીમ પુરાવાની તપાસ કરશે અને લાલ કિલ્લાની આસપાસની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરશે. આ મામલે દિલ્હી પોલીસે UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ દાખલ કર્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો…
New Delhi,તા.11 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઇકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓના લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરાં પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં…
New Delhi, તા.11 રાજધાનીના અનેક વિસ્તારોમાં આજે પ્રદુષણનું સ્તર ગંભીર અને ગંભીર પ્લસ શ્રેણીમાં પહોંચી ગયું હતું. સવારે 7 વાગ્યે એકયુઆઈ 450થી ઉપર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બવાના, રોહિભી અને મુંડધ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા હતા. સરકારે પ્રદુષણ ઘટાડવા અનેક પગલા ઉઠાવ્યા છે. પણ હજુ સુધી તેની કોઈ અસર નથી જોવા મળી. રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. દિલ્હીવાસીઓ સ્વચ્છ હવા માટે નરસી રહ્યા છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડા મુજબ આજે મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીનું વાયુ પ્રદુષણ સૂચકાંક એકયુઆઈ 421 નોંધાયો હતો. જે હવાની ગંભીર શ્રેણીમાં આવે છે. આનંદ વિહારમાં 442,…
Mumbai, તા.11 IPL 2026 ની તૈયારીઓ વચ્ચે, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મોટા વેપારની અટકળોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. અહેવાલો અનુસાર, SRH એ હિટમેન રોહિત શર્મા માટે ઓફર કરી છે, જેના બદલામાં તેઓ તેમના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડને મુંબઈ મોકલવા માટે સંમત થયા છે. જ્યારે બંને ફ્રેન્ચાઇઝ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, આ ટ્વિટથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. ટીમો આ મહિને IPL 2026 માટે તેમના રિટેન કરેલા અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. આ પહેલા, અટકળો ચાલી રહી છે. એવી પણ અટકળો ચાલી રહી છે કે રાજસ્થાન રોયલ્સના…
New Delhi,તા.11 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા દીકરીઓની બ્રાન્ડ વેલ્યુ આસમાને પહોંચી ગઈ છે. લાખોથી શરૂ થયેલી યાત્રા કરોડોમાં પહોંચી ગઈ છે. સ્મ્રિતિ મંધાના, જેમીમા રોડ્રીગ્સ, શેફાલી વર્મા જેવા ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યૂમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. મહિલા ક્રિકેટરોની બાબતો સંભાળતી મેનેજમેન્ટ કંપનીઓનાં જણાવ્યાં અનુસાર, આ ખેલાડીઓએ વર્લ્ડ કપ જીત પછી એક કરોડથી વધુના એન્ડોર્સમેન્ટ સોદા કરશે. મંધાના, રિચા ઘોષ અને રાધા યાદવનું સંચાલન કરતી બેઝલાઇન વેન્ચર્સના એમડી અને સહ-સ્થાપક તુહીન મિશ્રાએ કહ્યું કે, જીત બાદ ખેલાડીઓની એડ વેલ્યુમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. કંપનીઓ આ ખેલાડીઓને જાહેરાતનો ચહેરો બનાવવા માટે લાઇન લગાવી રહી છે. તુહીનના જણાવ્યાં…
Rajkot, તા. 10 રાજકોટ શહેરમાં દિવાળી બાદ હાલના મુજબ રોગચાળાએ માથુ ઉંચકેલુ છે. કમોસમી વરસાદ બાદ મચ્છરજન્ય સાથે પાણી અને ખોરાકજન્ય રોગચાળો પણ વધતો દેખાય છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના ચાર કેસ નવા આવ્યા છે તો ટાઇફોઇડ, કમળાના કેસ પણ વધતા દેખાય છે. એક સપ્તાહમાં કુલ દર્દીઓનો આંકડો 1704 પર પહોંચ્યો છે. બીજી તરફ મચ્છર ઉત્પત્તિમાં બેદરકારી બદલ મેલેરીયા શાખાએ 484 આસામીઓને દંડ કર્યો છે. મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.3-11 થી 9-11 સુધીના અઠવાડિયામાં મેલેરીયા કે ચીકનગુનીયાનો કોઇ નવો કેસ આવ્યો નથી પરંતુ ડેંગ્યુના ફરી ચાર નવા કેસ નોંધાયા છે. ચાલુ ર0રપના વર્ષમાં ડેંગ્યુના કુલ દર્દીઓનો આંકડો 64…
