Author: Vikram Raval

તા.29-08-2025 શુક્રવાર તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – ૨૦ઃ૨૩ઃ૪૭ સુધી નક્ષત્ર સ્વાતિ – ૧૧ઃ૩૯ઃ૨૫ સુધી કરણ કૌલવ – ૦૭ઃ૧૦ઃ૨૫ સુધી, તૈતુલ – ૨૦ઃ૨૩ઃ૪૭ સુધી પક્ષ શુક્લ યોગ બ્રહ્મ – ૧૪ઃ૧૩ઃ૦૭ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૦ઃ૩૪ સૂર્યાસ્ત ૧૯ઃ૦૦ઃ૧૪ ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય ૧૧ઃ૨૬ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૨ઃ૩૦ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૭   વિશ્વાવસુ વિક્રમ સંવત ૨૦૮૨ કાળી સંવત ૫૧૨૬ પ્રવિષ્ટા / ગત્તે ૧૩ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૨ઃ૩૯ઃ૪૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૫૨ઃ૩૦ થી ૦૯ઃ૪૩ઃ૦૮ ના, ૧૩ઃ૦૫ઃ૪૩ થી ૧૩ઃ૫૬ઃ૨૨ ના કુલિક ૦૮ઃ૫૨ઃ૩૦ થી ૦૯ઃ૪૩ઃ૦૮ ના દુરી / મરણ ૧૩ઃ૫૬ઃ૨૨ થી ૧૪ઃ૪૭ઃ૦૧ ના…

Read More

તા.29-08-2025 શુક્રવાર મેષ આજે તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો-કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો-તેનો ઉકેલ સલાહસંપથી લાવવો રહ્યો. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. ખાલી સમય માં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે. વૃષભ આજે…

Read More

વૈશ્વિક સ્તરે, ભારત આજે માત્ર એક ભૌગોલિક અસ્તિત્વ નથી, પરંતુ તે વિશ્વ માટે આશા, સ્થિરતા અને તકોનું કેન્દ્ર બની ગયું છે. ભારત આજે જે સ્થાને ઊભું છે, તેને ફક્ત એક રાષ્ટ્રની સિદ્ધિ કહેવું ઓછું કહેવાશે. આ 21મી સદીના તે નવા યુગની શરૂઆત છેઆઝાદીના 75 વર્ષથી વધુની સફરમાં, ભારતે વારંવાર સાબિત કર્યું છે કે લોકશાહી માત્ર શાસન વ્યવસ્થા નથી, પરંતુ તે રાષ્ટ્રનો આત્મા છે. આ સાથે, ભારતની વસ્તી અને વિશાળ કુશળ કાર્યબળે તેને એવી સ્થિતિમાં મૂક્યું છે જ્યાંથી તે ફક્ત તેના નાગરિકોના ભવિષ્યને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિકાસની દિશા પણ નક્કી કરી શકે છે.હું ગોંદિયા મહારાષ્ટ્રથી એડવોકેટ કિશન સન્મુખદાસ ભાવનાની…

Read More

 આજનું વૈશ્વિક દૃશ્ય એ હકીકતનું સાક્ષી છે કે રાજકારણ અને રાજદ્વારી હવે ફક્ત વિચારધારાઓ અથવા નૈતિક મૂલ્યો પર આધારિત નથી, પરંતુ તેનું કેન્દ્ર આર્થિક સ્વાર્થ બની ગયું છે. દરેક રાષ્ટ્ર તેની વ્યૂહરચના, નીતિઓ અને રાજદ્વારી ચાલ આ આધારે ઘડી રહ્યું છે કે તેનું રાષ્ટ્રીય અર્થતંત્ર મજબૂત છે, તેના સંસાધનો પર તેનું નિયંત્રણ રહે છે અને વૈશ્વિક સત્તા સંતુલનમાં તેની પકડ ઢીલી ન પડે. આ પરિસ્થિતિ વૈશ્વિકરણના સ્વપ્નથી સંપૂર્ણપણે અલગ છે, જેમાં દરેકના હિતોની વહેંચણીની વાત કરવામાં આવી હતી. તેના બદલે, આજે આપણે એક એવું વિશ્વ જોઈ રહ્યા છીએ જ્યાં દરેક શક્તિ ક્યારેક સહકાર અને ક્યારેક સંઘર્ષના માર્ગે આગળ વધી રહી…

Read More

એ વાત સાચી છે કે ભારતીયો એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ લે છે, પરંતુ તેઓ તેમની યોગ્યતાના આધારે આવું કરે છે. હકીકત એ પણ છે કે અમેરિકાને પણ આ વિઝા સિસ્ટમનો ફાયદો થયો છે. જો તેની સિલિકોન વેલી કંપનીઓએ વિશ્વમાં પોતાની છાપ ઉભી કરી છે, તો તે ભારતીયોની યોગ્યતાના આધારે છે. એક સમયે જ્યારે ભારત સરકાર અને વ્યાપાર જગત ટ્રમ્પની મનસ્વી ટેરિફ નીતિનો સામનો કરવામાં રોકાયેલા છે, ત્યારે યુએસ વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિક દ્વારા એચ-૧બી વિઝાને છેતરપિંડી ગણાવવી એ અમેરિકા તરફથી ઉભરતા બીજા ખતરાનો સંકેત છે. ભારતે ટ્રમ્પ ટેરિફનો જવાબ આપવાની સાથે આ ખતરાનો સામનો કરવા માટે તૈયારી કરવી જોઈએ,…

Read More

 ભારત પ્રાચીન સમયથી દરિયાઈ સભ્યતા અને વેપાર શક્તિ તરીકે જાણીતું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના લોથલ બંદરથી લઈને ચોલ સામ્રાજ્યની વ્યાપક દરિયાઈ રાજદ્વારી સુધી, ભારતે હંમેશા સમુદ્રને તેની સમૃદ્ધિ અને શક્તિનો આધાર બનાવ્યો છે. પરંતુ વસાહતી શાસન અને સ્વતંત્રતા પછી લાંબા સમય સુધી, દરિયાઈ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરી શકાયા નથી. હાલમાં, લગભગ 80 ટકા વોલ્યુમ અને 70 ટકા મૂલ્યનો વૈશ્વિક વેપાર દરિયાઈ માર્ગ દ્વારા થાય છે. ભારત પાસે 7,517 કિમીનો દરિયાકિનારો, 200 થી વધુ બંદરો અને એક વિશાળ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર છે. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભાવનાની, ગોંદિયા,મહારાષ્ટ્ર, માનું છું કે તે સમયે પણ વૈશ્વિક શિપિંગમાં ભારતનું યોગદાન મર્યાદિત રહ્યું હતું.આ…

Read More

(૨૧) અષ્ટાવક્રજીને તેમના પિતા કહોડ મુનિએ શ્રાપ આપ્યો હતો.. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે. ઉદાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા.આ ઉદાલક મુનિના “કહોડ’’ નામથી પ્રસિદ્ધ શિષ્ય હતા,તેમને પોતાના ગુરૂદેવની ઘણી જ સેવા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને ગુરૂએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૫ સામે ૮૧૩૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૮૯ સામે ૨૪૯૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

Mumbai,,તા.28 કેરળમાં અભિનેત્રી લક્ષ્મી મેનન સામે કોચ્ચીના એક આઇટી કર્મચારીનું અપહરણ કરવાનો આરોપ છે, આ મામલે પોલીસે અભિનેત્રી સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. લક્ષ્મી મેનન સામે એન્જિનિયર અલિયાર શાહ સલીમે ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં તેણે પોતાના અપહરણનો આરોપ લક્ષ્મી પર લગાવ્યો છે. સાથે જ ફરિયાદમાં દાવો કર્યો છે કે હું શહેરના એક બારમાં ગયો હતો, જ્યાં લક્ષ્મી મેનન, મિથુન, અનીશ અને તેની અન્ય મહિલા મિત્ર હાજર હતી. યુવકે આરોપ લગાવ્યો હતો કે લક્ષ્મી મેનન અને તેના સાથીઓ નશામાં હતા, બાદમાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. હું બારમાંથી બહાર નીકળી ગયો બાદમાં લક્ષ્મી અને તેના સાથીઓએ…

Read More

Mumbai,તા.28 ‘સૈયારા’ ફિલ્મની અણધારી સફળતાના કારણે રાતોરાત ચર્ચામાં આવી ગયેલી હિરોઈન અનીત પડ્ડાને વધુ એક રોમાન્ટિક ફિલ્મ મળી છે. જોકે, આ ફિલ્મમાં તેનો હિરો કોણ હશે તેની જાહેરાત હજુ થઈ નથી. આ ફિલ્મનું દિગ્દર્શન ‘બેન્ડ બાજા  બારાત’ના દિગ્દર્શક મનીષ  શર્મા કરવાના છે.  ફિલ્મ પંજાબનાં બેકગ્રાઉન્ડ પર હશે. હાલ તેનું પ્રિ  પ્રોડક્શન વર્ક ચાલુ  થઈ ગયું છે અને મોટાભાગે આવતાં વર્ષના મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે તેમ મનાય છે. ‘સૈયારા’ની સફળતા પછી અનેક મોટાં પ્રોડક્શન હાઉસ દ્વારા અનીતનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, તે બહુ સમજી વિચારીને ફિલ્મોની પસંદગીમાં આગળ વધી રહી છે.

Read More