- ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
- NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
- જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
- Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
- Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
- Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
- Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
- Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
Author: Vikram Raval
Morbi,તા.06 ટંકારાની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ પાસે એક બાઈકમાં ઓચિંતી આગ લાગી હતી અને આગ લાગતા બાઈક સળગવા લાગ્યું હતું જેથી સ્થાનિક વેપારીઓ પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા પરંતુ આગ કાબુમાં નહિ આવતા વેપારીએ ફાયર સેફટીના બાટલાની મદદથી આગ કાબુમાં લીધી હતી બાઈક સળગી ઉઠ્યું તેની નજીકમાં કપડાની દુકાન હતી જેથી થોડીવાર માટે વેપારીઓ સહીત સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સમયસર આગ…
Morbi,તા.06 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી અને ધોરણ ૧૨ માં અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ધો. ૧૦ માં આજે ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી જે પેપરમાં 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો જયારે ૩૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધો. ૧૨ માં ગુજરાતી વિષયના પેપરમાં તમામ ૧૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અંગ્રેજી LL 704 વિષય પેપરમાં તમામ ૦૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ધો. ૧૨ અંગ્રેજી વિષયના પેપરમાં ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૬૮૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
Morbi,તા.06 તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રૂ ૨૫૧૦ ની રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે કોળીવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જીવણ દેવજીભાઈ મેસરિયા, ગોવિંદ સંધાભાઇ મેસરિયા અને મગન કરશનભાઈ સાથલીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૧૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Morbi,તા.06 કાર અને દારૂ સહીત ૨.૮૦ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક પોલીસે પીછો કરતા સ્કોર્પીઓ કાર મૂકી ચાલક નાસી ગયો હતો જે કારની તલાશી લેતા કારમાંથી ૬૫૦ લીટર દેશી દારૂ મળી આવતા દારૂ અને કાર સહીત ૨.૮૦ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન દેશી દારૂ ભરેલ સ્કોર્પીઓ કાર નીકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ઉભી રાખી ના હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે સ્કોર્પીઓ કારનો પીછો કરી યોથો જે કાર ચાલક જાલીડા ગામની સીમમાં કાર જીજે ૦૩ સીએ ૦૭૪૭ વાળી રેઢી મૂકી નાસી…
Morbi,તા.06 ટંકારા નગરનાકા પાસેથી પોલીસે રિવોલ્વર અને ૫ નંગ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો હથિયાર પરવાના ભંગ સબબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવેશકુમાર વરમોરાએ આરોપી દુર્ગેશ કાંતિભાઈ સગપરીયા રહે રાજકોટ સરદાર મેઈન રોડ સાધના સોસાયટી વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૩૦ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દુર્ગેશ પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હથિયાર જે રાજકોટ સીટી પુરતો પરવાનો હોવાનું જાણતો હોવા છતાં હથિયાર પોતાની પાસે રાખી મોરબી જીલ્લાના ટંકારા નગર નાકા પાસેથી રિવોલ્વર નંગ 01 કીમત રૂ ૧૦ હજાર અને ૫ જીવતા કાર્ટીસ…
Morbi,તા.06 ખીરઈ ગામે પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ ચલાવી હતી પોલીસ કોમ્બિંગ દરમીયાન મુખ્ય આરોપીના મકાનમાંથી હથિયારો મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે માળિયા પોલીસે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૩૭ (1), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં આરોપીના મકાનમાંથી લાકડાના ધોકામાં ફીટ કરેલ ફરસી નંગ 01 કીમત રૂ ૫૦, ચાર નંગ સ્ટીલની લાકડાના હાથ અને પ્લાસ્ટિક હાથ ફીટ કરેલ છરીઓ, લોખંડ પાઈપ, ધારિયું સહિતના હથિયાર મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.06 લીલાપર ચોકડીએ આવેલ જમીનમાં આરોપીએ દબાણ કરેલ હોવાથી આધેડ જમીન જોવા જતા સારું નહિ લાગતા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના ઉમિયા ચોક રવાપર રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાએ આરોપી દિવ્યેશ કાંતિલાલ સોરીયા રહે મોરબી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ધર્મેન્દ્રભાઈની જમીન આરોપી દિવ્યેશ સોરીયાના કારખાના પાસે આવેલ છે જે બાબતે બે વર્ષથી દાવો ચાલુ છે છતાં આરોપી જમીનમાં દબાણ કરતો હોવાથી ફરિયાદી પોતાની જમીનની સ્થિતિ જોવા ગયા હતા જે સારું નહિ લાગતા લીલાપર ચોકડીએ આરોપી દિવ્યેશ અને અજાણ્યા ઇસમેં આવી ધારિયાનો…
Morbi,તા.06 જુના ઘૂટું રોડ પરથી ભાઈજી અને ભત્રીજો બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રેઇલર ચાલકે બાઈકને ઠોકર મારતા ભત્રીજાને ઈજા પહોંચી હતી જયારે ભાઈના માથા અને હાથ પગ પરથી વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે રહેતા મનસુખ કાનજીભાઈ સતવારાએ ટ્રેઇલર આરજે ૦૧ જીબી ૮૯૧૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈ દેવજીભાઈ અને દીકરો પ્રકાશ બંને ગત તા. ૦૪ માર્ચના રોજ બાઈક લઈને રણછોડનગર અમૃત પાર્ક સોસાયટીથી ઘૂટું રોડ રામનગરી સોસાયટી જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર વોકળા નાલા પાસે ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે…
Morbi,તા.06 ચાચાપર ગામની સીમમાં વાડીએ ઘાસમાં નાખવાની દવા ભૂલથી પી લેતા ૩૮ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઇ સનીયારા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર માં યુવાનનું મોત થયું હતું બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન વાડીએ હત અને ખેતરમાં ચણાનું વાવેતર કર્યું હતું જેમાં ઘાસ થઇ જતા ઘાસ બાળવાની દવા પાણીમાં ઓગાળી હતી જે ભૂલથી પી લેતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની…
दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः पुत्रः दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ ધરાવે છે. જે વ્યક્તિ એક પીપળો, લીમડો અથવા વડ વાવે અથવા દસ આમલી કે ત્રણ કોઠ, બીલી અને આમળાના વૃક્ષ વાવે અથવા પાંચ આંબા વાવે તે કદાપિ નરકમા જતો નથી. – ભવિષ્યપુરાણ यं युमान रोपयेद् वृक्षान् छाया पुष्पफलोपगान | सर्व सत्वोपभोग्याय स याति परमां गति || -अग्निपुराण…
