Author: Vikram Raval

Rajkot,તા.6 રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ‘રેરા’ કાયદો લાગુ પાડવામાં આવ્યા બાદ બિલ્ડરોથી માંડીને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેકવિધ વર્ગો માટે નિયમનો અમલ છે ત્યારે રાજયનાં 798 રીયલ એસ્ટેટ એજન્ટોને ‘રેરા’એ નોટીસ ફટકારી છે. રાજકોટના 21 એજન્ટોનો તેમાં સમાવેશ થાય છે. પાંચથી આઠ વર્ષ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રીન્યુઅલ નહીં કરાવાતા તે પ્રક્રિયા ક્રવા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અન્યથા રજીસ્ટ્રેશન રદ કરી નાખવાની ચેતવણી આપવામાં આવી છે. ‘રેરા’ કાયદા હેઠળ બિલ્ડરો માટે તો અનેકવિધ નિયમનો લાગુ પાડવામાં આવ્યા જ હતા. સાથોસાથ રીયલ એસ્ટેટ એજન્ટો માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યુ હતું. એજન્ટો નોંધાયેલા હોય તો ગ્રાહકો સાથે…

Read More

Surat,તા.6 વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમા જ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત કરીને ગયેલા વડા પ્રધાન મોદી અઠવાડિયામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના પ્રવાસને પગલે પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેદ્ર મોદી શુક્રવારે સાંજે 14 કિમી ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિમીનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે. મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં…

Read More

Ahmedabad,તા.06 અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ  ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી. યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો છે.  જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઇ ભાળ મળી નથી.છેલ્લા 13 કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી…

Read More

Ahmedabad,તા.06 ગુજરાતની ઓળખ દેશમાં સમુદ્ધ રાજ્ય તરીકે થઈ છે. એટલું જ નહીં, ગુજરાત મોડેલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યાં છે તેવો પણ વારંવાર દાવો કરવામાં આવે છે. ત્યારે હકીકત એ છે કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં ગરીબી હવે ચરમસીમાએ પહોંચી છે. ખુદ ગુજરાત સરકારે જ જાહેર કર્યું છે કે, 76 લાખ કુટુંબો મફત અનાજ મેળવે છે.  લાખો લોકો દારૂણ પરિસ્થિતીમાં જીવી રહ્યાં છે. બે ટંક ખાવાના ફાંફા છે ત્યારે અડધું ગુજરાત મફત અનાજ મેળવવા મજબૂર બન્યુ છે. કમનસીબી એ છે કે, રાજ્ય સરકાર લાજવાને બદલે આ સ્થિતીને સિદ્ધિ ગણાવી રહી છે. રાજ્યમાં અનેક સરકારી યોજના અમલમાં છે. દર વર્ષે સરકાર લાખો…

Read More

Ahmedabad,તા.06 અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના વિજય ચાર રસ્તા પાસે એક ટ્રાવેલ્સ બસ દ્વારા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે ગુરૂવારે (6 માર્ચ) જય અંબે ટ્રાવેલ્સ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલક રામચંદ્ર રાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, બાઇક ચાલકે…

Read More