Author: Vikram Raval

Mumbai,તા.28 દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનું મહાપર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે મોટા પડદાથી લઈને નાના પડદા સુધીના સ્ટાર્સ સંપૂર્ણ ભક્તિભાવથી આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે. બુદ્ધિ, સમૃદ્ધિ અને નવી શરૂઆતના દેવતા ભગવાન ગણેશજીના સમ્માનમાં ઉજવવામાં આવતા આ ઉત્સવમાં ભક્તો પંડાલો શણગારે છે અને ઢોલ, સંગીત અને પરંપરાગત વિધિઓ સાથે ઘરો અને સમુદાયોમાં બાપ્પાનું સ્વાગત કરે છે. દરરોજ મંત્રોચ્ચાર, આરતી અને પ્રાર્થના અને મીઠા મોદક અને લાડુની સુગંધથી ભરપૂર અગિયાર દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે. બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ઉત્સવની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં અભિનેતા પોતાની કારમાં બાપ્પાની મૂર્તિ મૂકીને…

Read More

Mumbai,તા.28 હોલિવૂડ સિંગર ટેલર સ્વિફ્ટે પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા ટ્રેવિસ કેલ્સી સાથે સગાઈ કરી લીધી છે. સિંગરે આ સગાઈની સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોઝમાં ટેલર સ્વિફ્ટ પોતાની ડાયમંડ રિંગ બતાવી રહી છે. ટ્રેવિસ અને ટેલરની આ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે. ટેલર અને ટ્રેવિસે તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે. આ કપલે કુલ પાંચ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં ટેલર અને ટ્રેવિસ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરો સાથે, કપલે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે, જેમાં જણાવ્યું છે કે, ‘તમારા અંગ્રેજીના ટીચર…

Read More

Mumbai,તા.28 ઉજ્જવલ નિકમની બાયોપિકમાં રાજકુમાર રાવ બાદ હવે વામિકા ગબ્બીની પણ એન્ટ્રી થઈ છે. ‘ભૂલચૂક માફ’ ફિલ્મ પછી આ જોડી ફરી સાથે આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન અવિનાશ અરુણનું હશે. આ ફિલ્મ ૧૯૯૩નાં મુંબઈ વિસ્ફોટો તથા ૨૦૦૮ના કસાબ કેસ સહિતના કેસો લડનારા વકીલ ઉજ્જવલ નિકમની કાનૂની સફર પર આધારિત છે. જોકે, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી બંને  બહેતરીન કલાકારો હોવા છતાં તેમની  ફિલ્મ ‘ભૂલચૂક માફ’ ટિકિટબારી પર સારો દેખાવ કરી શકી ન હતી. ૫૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ ૭૦ કરોડની કુલ કમાણી સુધી પહોંચતાં પહોંચતાં હાંફી ગઈ હતી અને તેની…

Read More

Mumbai,તા.28 સંજય દત્તની દીકરી  ત્રિશલાએ ગોળ ગોળ ભાષામાં લખાયેલી એક પોસ્ટ દ્વારા પિતા તથા સમ્રગ  પરિવાર સાથે પોતે નારાજ હોવાનો સંકેત આપ્યો છે. ત્રિશલાએ કોઈનું નામ લીધું નથી પરંતુ તેની પોસ્ટ પરથી તેના અને પરિવાર વચ્ચે અણબનાવ હોવાનું અર્થઘટન નેટ યૂઝર્સ કરી રહ્યા છે. ત્રિશલાએ આ પોસ્ટમાં લખ્યું છે કે લોહીના સ્વજન હોય તેટલા માત્રથી તેઓ તમારી જિંદગીમાં બહુ  મહત્વ ધરાવતાં હોય તેવું હોતું નથી. કેટલીક વાર પરિવારના લોકો જ તમને ખલાસ કરી નાખે છે કે તમારી ઉપેક્ષા કરે છે. કેટલાંક પરિવારોને સંતાનોનાં માનસિક સ્વાસ્થય કરતાં પણ પોતાની પબ્લિક ઈમેજની  વધારે પરવા હોય છે. ફેમિલીના નામે કોઈ કોઈ સાથે ગેરવર્તન…

Read More

Mumbai,તા.28 તૃપ્તિ ડિમરી અને બિઝનેસમેન સેમ મર્ચન્ટનો રોમાન્સ હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં તૃપ્તિ ડિમરી ફોરેનમાં તેનાં ફિલ્મનાં શૂટિંગમાં પણ બોય ફ્રેન્ડ સાથે પહોંચી હતી. તૃપ્તિ સ્પેનમાં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રોમિયો’નાં શૂટિંગ માટે ગઈ હતી. આ દરમિયાન સેમ પણ તેની સાથે જોવા  મળ્યો હતો. બંનેની  સોશિયલ મીડિયા તસવીરો પરથી તેઓ સાથે હોવાનું સ્પષ્ટ થયું હતું. ‘રોમિયો’ ફિલ્મમાં તૃપ્તિનો હીરો શાહિદ કપૂર છે. તૃપ્તિ અને સેમ છેલ્લા કેટલાય સમયથી દેશ અને વિદેશમાં સાથે સાથે ટ્રીપ કરી રહ્યાં છે. જોકે, બંનેએ હજુ સુધી  તેમના સંબંધો ઓફિશિયલ કર્યા નથી. બંને એકબીજાના પરિવારજનો સાથે પણ કેટલાંક પ્રસંગોમાં દેખાયાં છે. તે પરથી તેમના સંબંધો બંનેના…

Read More

Mumbai,તા.28 બોલીવૂડમાં  હોરર ફિલ્મો ચાલી રહી હોવાથી કાર્તિક આર્યન પણ આ ટ્રેન્ડમાં જોડાયો છે. તે પણ હવે એક ઝોમ્બી કેરેક્ટર ભજવવાનો છે. ‘શેરશાહ’ ફિલ્મ બનાવનારા વિષ્ણુ વર્ધન આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે સ્ક્રિપ્ટ પણ ફાઈનલ કરી દીધી છે અને આવતાં વર્ષથી તેઓ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવાના છે. ફિલ્મના વધુ કલાકારોની હવે પછી જાહેરાત થાય તેવી સંભાવના છે. કાર્તિક લાંબા સમયથી શહેરી પ્રેમી યુવકના રોલ કરીને  કંટાળી ગયો છે. એટલે તેણે પ્રયોગ ખાતર આ સ્ક્રિપ્ટ પસંદ કરી હોવાનું કહેવાય છે. કાર્તિકે અગાઉ ‘ભૂલભૂલૈયા’ ફ્રેન્ચાઈઝીમાં પણ કામ કર્યુ ંહતું પરંતુ તેના ભાગે હોરર પાત્ર આવ્યું ન હતું.

Read More

Mumbai,તા.28 સાઉથ ફિલ્મ્સનો જાણીતો અભિનેતા અને ટીવી હોસ્ટ રાજેશ કેશવ એક લાઇવ ઇવેન્ટ દરમિયાન અચાનક સ્ટેજ પર જ પડી ગયો હતો, જે બાદ તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, 24 ઓગસ્ટ, રવિવારની રાત્રે કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન મલયાલમ અભિનેતાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જેના કારણે તે જાહેર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ બેભાન થઈ ગયો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત નાજુક છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ચાહકો તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રતાપ જયલક્ષ્મીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર રાજેશનો ફોટો શેર કરીને…

Read More

Mumbai,તા.28 છેલ્લા ઘણા સમયથી ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યુ હતું, પરંતુ હવે ગણપતિ ઉત્સવમાં એકસાથે આવીને બંનેએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘અમારા છૂટાછેડા નથી થઈ રહ્યા.’ વાસ્તવમાં સુનિતા અને ગોવિંદાએ તેમના ઘરે ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે મીડિયાને આમંત્રણ આપ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન આ કપલે જણાવ્યું કે, ‘અમારા છૂટાછેડાની અફવા જૂઠી છે.’ગણેશ ચતુર્થીના અવસર જ્યારે ગોવિંદા પોતાના દિલની વાત કહી રહ્યો હતો, ત્યારે સુનિતા તેને જોતી જ રહી ગઈ. સુનિતાએ એમ પણ કહ્યું કે કોઈ મને અને ગોવિંદાને અલગ ન કરી શકે. આ દરમિયાન ગોવિંદાએ હાથ જોડીને કહ્યું કે, મારી કોઈ…

Read More

 Japan,તા.28 આજના સમયમાં સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજના સમયમાં નાના બાળકોથી માંડી વરિષ્ઠોને મોબાઈલનું વ્યસન થઈ ગયુ છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે માનસિક અને શારીરિક બીમારીનું કારણ બની શકે છે.  આ પડકારોને ધ્યાનમાં રાખતાં જાપાનના એક શહેરમાં સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જો આ બિલ પસાર થાય, તો તે જાપાનની પ્રથમ શહેરવ્યાપી માર્ગદર્શિકા હશે જે ફક્ત બાળકો માટે જ નહીં, પરંતુ તમામ રહેવાસીઓ પર લાગુ થશે. આ એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરની સરકાર ડિજિટલ વ્યસન અને જાહેર આરોગ્ય પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી…

Read More

Gondal તા.28 ગોંડલનાં સ્વપ્નદ્રષ્ટા રાજવી મહારાજા ભગવતસિહનાં સમયમાં બંધાયેલુ અને બાંધકામનાં ઉત્કૃષ્ટ નમુનારૂપ વેરીતળાવ ઓવરફ્લો થયુ છે. ઓટોમેટિક 75 પાટીયા ધરાવતુ વેરીતળાવ હાલ પાટિયા પરથી 2 ઈંચ ઓવરફ્લો થઈ રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ પગલે ડેમમાં વિપુલપ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી. વેરીતળાવમાં હાલ 280 ક્યુસેક પાણીની આવક સાથે તેટલી જાવક નોંધાઈ છે. વેરીતળાવમાં 162 એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. વોટરવર્કસ ચેરમેન શૈલેષભાઈ રોકડે જણાવ્યું કે આગામી જાન્યુઆરી સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયોછે. વેરી તળાવ ઓવરફ્લો થતા તૈયારીને લઈને તંત્ર દ્વારા ગોંડલ, કંટોલીયા, વોરાકોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવાની અપાઈ સૂચના અપાઇ છે.

Read More