Author: Vikram Raval

ચોકલેટ આપી નરાધમે  બે વખત હવસનો શિકાર બનાવી હતી Kotda Sangani,તા.18 કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ ઔદ્યોગિક વસાહત ની 12 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવવા અંગેનો કેસ ગોંડલની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપી રોહિત વાઘેલાને 20 વર્ષની કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ રીબડા ધોરીમાર્ગ પર આવેલા સાપર વેરાવળ ઉદ્યોગિક વિસ્તારની 12 વરસની સગીરાને બે વખત શાંતિધામ ગેટ અક્ષર રેસીડેન્સી માં રહેતો રોહિત મનીષ વાઘેલા નામના શખ્સે દુષ્કર્મ આચાર્ય અંગેની પીડીતાના માતાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડીતાને તેની માતાએ વેફર લેવા માટે 5 રૂપિયા આપેલા હતા પરંતુ માસુમ…

Read More

જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું પિતરાઈ ની નજર સામે મોત Rajkot,તા.18 જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડે કૌટુંબીક બાઈની નજર સામે જ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત અન્ય આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના નવાગામ ઘેર ગામે રહેતા ભીખુભાઈ ઉકાભાઈ ખટાણિયા ઉ.વ. 50 અને તેના કૌટુંબીક ભાઈ ભીખુભાઈ બોઘાભાઈ ખટાણિયા ઉ.વ.51 પોતાનું બાઈક લઈ રાજકોટ આવી રહ્યા હતા ત્યારે પડધરી…

Read More

પતિના ત્રાસથી પરિણીતા ચાર મહિનાથી અલગ રહેવા ચાલી ગઈ’ તી Savarkundla,તા.18 સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં છેલ્લા ચાર મહિનાથી  પતિના ત્રાસથી અલગ રહેતી પરણીતાને પતિએ ‘તુ અલગ કેમ રહે છે, તુ મારી સાથે આવી જા’ તેવુ કહી મિત્ર સાથે મળી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલામાં આવેલા શિવાજી નગરમાં રહેતી મમતાબેન યોગેશભાઈ પંડ્યા નામની 35 વર્ષની પરણીતા પાંચ દિવસ પૂર્વે  પોતાના ઘર પાસે હતી ત્યારે પતિ યોગેશ રતિ પંડ્યા તેના મિત્રો સંજય અને ચંદા સહિતના શખ્સોએ ઝઘડો કરી પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીકી…

Read More

Bamanbor,તા.18 રાજકોટની ભાગોળે  બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને ચા પીવા નિકળ્યો હતો. ચા પીને પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.  ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ  બામણબોર ગામે આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો આર્યન નાજાભાઈ જેસાણી નામનો 19 વર્ષનો યુવાન  બાઈક લઈને હાઈવે ઉપર ગુંદાળા ગામના પાટિયા પાસે માલધારી હોટલે ચા પીવા ગયો હતો. ચા પીને આર્યન જસાણી ઘરે જવા પરત ફર્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં…

Read More

Morbi,તા.18 ટંકારા નજીક હોટલમાં લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વેળા એ   ગેસલીકેજ થતાં રતનપર યુવાન દાઝી ગયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતો મનોજ વિજયસિંગ યાદવ ઉ.વ.40 ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ ખાતે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે ગેસ સીલીન્ડર લીકેજ થતાં આગ લાગી હતી. જેમાં મનોજ યાદવ દાઝી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતી સકીનાબેન અલીઅસગર નામની 42 વર્ષની પરણીતા 15 દિવસ પૂર્વે પોતાના ઘરે…

Read More

Lucknow,તા.૧૮ ૧૪૪ વર્ષ પછી મહાકુંભના દુર્લભ સંયોગથી દેશભરમાં શ્રદ્ધાની લહેર ઉભરી આવી છે. દરેક વ્યક્તિ તીર્થ નગરી સંગમમાં જઈને ડૂબકી લગાવવા માંગે છે. પ્રયાગરાજમાં આ મહાન ઉત્સવના આશીર્વાદ લેવા માટે, વિશ્વભરના લાખો ભક્તો સંગમ ત્રિવેણીમાં ડૂબકી લગાવીને પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. બીજી તરફ, મહાકુંભ માટે ઉન્નાવ જેલમાં બંધ કેદીઓને પણ સંગમના પાણીમાં સ્નાન કરવાની તક મળી છે. ઉન્નાવ જેલના કેદીઓને સંગમ ત્રિવેણીના પવિત્ર જળમાં સ્નાન કરીને મહાકુંભના ઉત્સવનું પુણ્ય મેળવવાની તક આપવામાં આવી છે. ઉન્નાવ જિલ્લા જેલ પ્રશાસને આ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. જેલ પરિસરની અંદર સંગમના પાણીમાં નહાતા કેદીઓનો એક ગ્રુપ વીડિયો પણ સામે આવ્યો છે. આ…

Read More

બહેનએ ભાઈને માતાની દવાનું બીલ ચૂકવી આપવાનું કહેતા સારું નહીં લાગતા માર માર્યો Rajkot,તા.18 શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક નુતન નગર મેઇન રોડ ઉપર રહેતા પ્રજાપતિ પરિવારમાં માતાના દવાની રકમની ચુકવણીના મામલે ભાઈ બહેનને વાઇપર હોલે માર મારતા વચ્ચે છોડાવવા વચ્ચે પડેલા વૃદ્ધ માતાને પણ ગંભીર ઈજા પહોંચ્યા અંગેની માલવયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક નૂતન નગર મેન રોડ પર રહેતા નિર્મળાબેન કિશોરભાઈ કાનપરા નામના વૃદ્ધાએ પોતાના પુત્ર રવિના કિશોરભાઈ કાનપરા સામે માર મારીયા અંગેની માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા…

Read More

ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ ની જામીન અરજીની સુનાવણી હાથ ધરાશે Rajkot,તા.18 રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા એક પણ આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા નથી ત્યારે વધુ બે આરોપી  આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરે જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા પહેલી  વખત આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડની જામીન અરજી પર હવે કોઈ પણ ઘડીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.આ…

Read More

Hyderabadતા.૧૮ રમઝાનનો પવિત્ર મહિનો નજીક આવી રહ્યો છે. રમઝાન મહિનો ૨૮ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ સુધી દેશભરમાં ઉજવવામાં આવશે. આ એક એવો તહેવાર છે જે લગભગ ૩૦ દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન, મુસ્લિમ ધર્મના લોકો રોઝા (ઉપવાસ) રાખે છે, રોઝા રાખનાર વ્યક્તિ આખા મહિના માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે, આ સમય દરમિયાન તે કંઈ ખાતો કે પીતો નથી. આ સિવાય, ઉપવાસ કરનાર કોઈપણ સંજોગોમાં કોઈ ખરાબ કાર્ય કે ક્રોધ કે ઈર્ષ્યા જેવું કોઈ કાર્ય કરી શકતો નથી. આનાથી તેનો ઉપવાસ તૂટી શકે છે. ઘણી રાજ્ય સરકારો સરકારી કચેરીઓમાં કામ કરતા અથવા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા લોકોને આ…

Read More

New Delhi,તા.૧૮ દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી રહી છે, ત્યારે વડા પ્રધાન અને ગૃહમંત્રી દ્વારા મધ્યરાત્રિએ નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીનો નિર્ણય લેવો એ અપમાનજનક અને અસંસ્કારી છે. ટિ્‌વટર પર એક પત્ર શેર કરતા રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે આગામી મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે સમિતિની બેઠક દરમિયાન, મેં વડા પ્રધાન અને ગૃહમંત્રીને અસંમતિ નોંધ સુપરત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કારોબારી હસ્તક્ષેપથી મુક્ત સ્વતંત્ર ચૂંટણી પંચનું સૌથી મૂળભૂત પાસું ચૂંટણી કમિશનરો અને…

Read More