- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૮.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૫૯૯૬સામે૭૬૦૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૫૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૫૬૦પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૯૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૦૨૬સામે૨૩૦૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૩૮પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૯૧પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૫૩ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!! સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો… અમેરિકી પ્રમુખ…
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં રૂ.130ની વૃદ્ધિઃ સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચ ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20403 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52558.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20403 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.613.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં…
Jetpur,તા.18 તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં ૪૪માંથી ૩૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૧૧ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા છે અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જંગી લીડથી ચુંટાઈ આવ્યા છે. ચૂંટણીના પરિણામો બાદ ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું જેમાં ઉમેદવારોએ ધારાસભ્ય જયેશ રાદડિયાને ખભે બેસાડી ફેરવ્યા…
Jetpur,તા.18 કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા શાંતુભાઈ કહોર અને તેમનો ભત્રીજા દિવ્યરાજે બંનેએ એકસંપ કરી ત્રણ વર્ષ પૂર્વે 14માર્ચ 2022ના રોજ પત્ની પ્રસન્નાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખ્યાંની સીટી પોલીસ સ્ટેશનમાં શાંતુભાઈની પુત્રી પાયલબેને સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં પાયલબેને જણાવેલ કે તેમના મમ્મી પપ્પાના ત્રણેક મહિના પૂર્વે છૂટાછેડા થયેલ હતાં. જેમાં માતા સાથે પાયલબેન તેમજ દિવ્યરાજ રહેતા હતા અને પિતા શાંતુભાઈ બાજુમાં જ ભાડે મકાન રાખીને રહેતા હતાં. જેમાં 124 માર્ચ 2022ના રોજ પિતા અને…
Lodhika,તા.18 મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં દેશી તમંચા સાથે ઝડપાયેલા રાજકોટના શખ્સને લોધિકાની અદાલતે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ રૂરલ એસસોજી સ્ટાફ મેટોડા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા ત્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક વિસ્તારમાં આવેલ સદગુરુ પાર્કમાં રહેતા જય ઉર્ફ જયુ મુકેશ વાઢેર નામના શખ્સ પાસે હથિયાર હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે જીઆઇડીસી ગેટ પાસે ગોઠવેલી વોચ દરમિયાન જય ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સની અટકાયત કરી તલાશી લેતા તેના કબજા માંથી પિસ્તોલ મળી આવતા તેને ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. હાલ જેલ હવાલે રહેલા જયુ ઉર્ફે જયુ વાઢેર નામના શખ્સે જામીન પર…
પત્ની રિસામણે ચાલી જતા જેનું મનદુઃખ રાખી પૂજા કરતા નિવૃત ફોરેસ્ટ ઓફિસરને બેઝબોલના ધોકા વાળી માર માર્યો હતો Nani Kukawav,તા.18 અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રિસામણે રહેલી પત્નીનો મન દુઃખ રાખી સસરા ઉપર કરેલા ખૂની હુમલાના સાડા ત્રણ વરસ પૂર્વેના બનાવનો કેસ ચાલી જતા અદાલતે જમાઈ સહિત ત્રણ શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે રહેતા વાઘજીભાઈ મુળુભાઈ નામના નિવૃત ફોરેસ્ટ ઓફિસર ગત તારીખ 27/ 9/ 21 સવારે મહાદેવ મંદિરે પૂજા કરી રહ્યા હતા ત્યારે જમાઈ દીપક બહાદુરભાઈ સોનારા ,દેશુરભાઈ હરસુરભાઈ ચાવડા અને રામદેવ મૂળા માલકીયા બેઝ બોલ ના…
મકરસંક્રાંતિના દિવસે ૫તંગ ચગાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને હુમલો કર્યો હતો Motadadwa તા.18 આટકોટના મોટા દડવા ગામે મકરસંક્રાંતિના દિવસે ૫તંગ ચગાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને બીજા દિવસે પરિવાર ઉપર લાકડી, પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં જેલહવાલે થયેલા ચાર શખ્સોના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.મોટાદડવા ખાતેના આ બનાવમાં ફરીયાદી દિલીપ નરશીભાઈ સોલંકીએ વિક્રમ ઉર્ફે કાળુ કિશોરભાઈ ચારોલીયા, જગુ કિશોરભાઈ ચારોલીયા, કિશન કિશોરભાઈ ચારોલીયા રહે.મોટાદડવા અને રામજી મેરૂભાઈ માથસુળિયા (રહે મદારગઢ,તા.ચોટીલા)વિરુધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી, આટકોટ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ જસદણ કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બધા આરોપીઓને જેલહવાલે કરવાનો…
ઠાકુર બંધુઓએ લોખંડનો સળીયો માથામાં ઝિક્યો, રોડ પર ઢસડ્યો Rajkot,તા.18 તારો ભાઈ અમને ગાળો આપે છે કહી હુડકો ચોકડી નજીક કલર કામના ધંધાર્થી પર પરપ્રાંતિય ઠાકુર બંધુઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બંને હુમલાખોરોએ લોખંડના સળિયા વડે ઘા ઝીંકતા યુવકનું માથું ફૂટી ગયું હતું જયારે રોડ પર ઢસડતા યુવકને છોલછાલ થઇ હતી. મામલામાં ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો છે. મામલામાં કોઠારીયા રોડ પર આશાપુરા સોસાયટીમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા સુરજસીંગ શીવકુમાર ઠાકુર(ઉ.વ.૩૨)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભીમસીંગ મંગલસીંગ ઠાકુર અને રબીતસીંગ મંગલસીંગ ઠાકુર નામના શખ્સોનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં રહું છું અને મારું…
સમીર, શાહનવાઝ અને સોહીલ બાદ દિનેશ રીબડીયા, અકરમ નાથાણી અને ઇમ્તિયાઝ પરમારને દબોચી લેતી તાલુકા પોલીસ Rajkot,તા.18 શહેરના પુનિતનગર વિસ્તારમાં ગત શનિવારે વહેલી સવારે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા પર જંગલેશ્વર ગેંગના સભ્યોએ ફાયરિંગ કરતા પરેશને ડાબા પગમાં ગોળી વાગી હતી. એસઓજીએ સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણાની ધરપકડ કરી વર્ના કાર, પિસ્ટલ, બે જીવતા કાર્ટિસ સહીત રૂ. 5.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની આકરી પૂછપરછ કરતા ફાયરિંગ ટાણે વર્ના કારમાં કુલ છ શખ્સો હાજર હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. જે બાદ તાલુકા પોલીસના પીઆઈ ધવલ હિરપરાની ટીમે દિનેશ રીબડીયા, અકરમ…
વર્ષ 2023માં ભુણાવાથી અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરી લીધા : ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવાઈ Rajkot,તા.18 શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોંડલના ભુણાવા ગામેથી વર્ષ 2023માં સગીરાનું અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરીને ગર્ભવતી બનાવી દેનાર સગીર પતિ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સગીર પતિએ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવતા ભાંડાફોડ થયો હતો. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ફરિયાદ ઝીરો નંબરથી ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવાઈ છે. મામલામાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2023માં ગોંડલના ભુણાવા ગામેથી મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને…
