Author: Vikram Raval

Gandhinagar, તા. 28 ઔદ્યોગિકથી માંડીને સ્પોર્ટસ સુધી તમામ ક્ષેત્રોમાં નવા સીમાચિહ્ન સ્થાપી રહેલા ગુજરાતમાં હવે ફિલ્મ ઉદ્યોગનો  અત્યંત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ યોજાવાનું શરૂ થશે. આ માટે આજે રાજ્ય સરકાર દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કરણ જોહર સહિતની બોલીવુડ સેલીબ્રીટી પણ હાજર રહી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં ફિલ્મફેર એવોર્ડ શો યોજવાના કરાર પર સહી સિકકા કરવામાં આવ્યા હતા. આ તકે રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત બોલીવુડ નિર્માતા કરણ જોહર તેમજ વિક્રાંત મેસી વગેરે પણ હાજર રહ્યા હતા. આ કરારને…

Read More

Washington,તા.28 અમેરિકાના મીનીયાપોલીસ શહેરમાં ગઈકાલે ચર્ચમાં પ્રાર્થનાસભા સમયે અહી ઉપસ્થિત સ્કુલના વિદ્યાર્થીઓ પર ગોળીબાર અને બે વિદ્યાર્થીઓની હત્યામાં સામેલ 23 વર્ષના શુટર રોબીન વસ્ટમેન પાસેથી એક રાયફલ, શોટગન તથા પિસ્તોલ સહિત ત્રણ હથિયારો જપ્ત કરાયા છે. કેથોલીક સ્કુલના વિદ્યાર્થીઓ પર તેણે હુમલો કર્યો હતો અને બાદમાં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી તેની બંદૂકો પર ડોનાલ્ડ ટ્રમ્પ કો માર ડાલો અને ભારત પર પરમાણુ બોમ્બ ગીરાઓ તેવું પણ લખાયું હતું. આમ તે અસ્થિર મગજનો હોવાનું માનવામાં આવે છે. અદાલતી રેકોર્ડથી એ બહાર આવ્યું છે કે, 2020માં તેનું નામ રોબર્ટમાંથી બદલીને વેસ્ટમેન કર્યુ હતું. તે રોબિન ડબલ્યુ નામની યુટયુબ ચેનલ…

Read More

Mumbai,તા.28 મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની ધૂમ ચાલુ થઈ છે તે સાથે હવે ગણપતિ પોલીટીકસ પણ જોર પકડવા લાગ્યુ છે અને તેમાં ખાસ કરીને રાજ ઠાકરેના નિવાસે સવારે ઉદ્ધવ ઠાકરે અને સાંજે દેવેન્દ્ર ફડનવીસની મુલાકાતે ચર્ચા જગાવી છે. મુખ્યમંત્રી પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ રાજ ઠાકરેના નિવાસે જે ગણપતિ સ્થાપન થયું હતું ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા અને તેને રાજકીય નજરે પણ જોવામાં આવી રહ્યું છે. અગાઉ હાલમાં જ ઠાકરે બંધુઓ વચ્ચે સમાધાન થયું હતું અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે અવારનવાર મળવા લાગ્યા છે તે વચ્ચે ગઈકાલે સવારે ઉદ્ધવ ઠાકરે ખુદ રાજ ઠાકરેના નિવાસે પહોંચીને ગણપતિ સ્થાપનમાં ભાગ લીધો હતો. રાજ…

Read More

New Delhi,તા.28 સેહવાગ નામ તો યાદ હોગા… છેલ્લે 22 યાર્ડ્સ પર બહાર નીકળ્યાના લગભગ એક દાયકા પછી, નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પાછો ફર્યો, પરંતુ આ વખતે તે વીરેન્દ્ર નહીં, પણ તેનો મોટો પુત્ર આર્યવીર હતો, જેણે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) માં ત્વરિત છાપ સાથે પોતાનો ડેબ્યુ કર્યું. પિતાની જેમ જ ઇનિંગની શરૂઆત કરતા આર્યવીરે પણ સેટ થવામાં થોડો જ સમય લીધો. તેણે ચોથી બોલ પર થર્ડ મેન તરફ ડાઉન થર્ડ મેન માટે સિંગલ ફટકાર્યો, પરંતુ ત્રીજી ઓવરની શરૂઆતમાં અનુભવી બોલર નવદીપ સૈની સામે સિનિયર સેહવાગની યાદ અપાવતો પ્રભાવશાળી સ્ટ્રોકપ્લે આપ્યો. તેણે સૈનીના પહેલા બોલ પર થોડી ઓવરપિચ કરેલી બોલ…

Read More

Dubai,તા.28 ભારતીય બેટ્સમેનો શુબમન ગિલ અને રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના રેન્કિંગમાં બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે જ વિરાટ કોહલી ચોથા નંબર પર છે. ગિલ (784 રેટિંગ પોઇન્ટ) અને રોહિત (756)ની જોડીએ અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ (739) ત્રીજા સ્થાને છે. કોહલીના 736 પોઇન્ટ છે. બોલરો માટેનાં તાજેતરનાં વન ડે રેન્કિંગમાં મહેશ ટીક્ષ્ણા 671 રેટિંગ પોઈન્ટ્સ સાથે ટોચનાં સ્થાને પહોંચી ગયો છે, તેની સાથે કેશવ મહારાજ પણ સામેલ છે. કુલદીપ યાદવ (650) અને રવિન્દ્ર જાડેજા (616) અનુક્રમે ત્રીજા અને નવમાં ક્રમે છે. રોહિત અને કોહલીએ ટી-20 અને…

Read More

Hyderabad,તા.28 કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર)ના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીએમબી)ના વૈજ્ઞાનિકોએ કોશિકાઓની એક અનોખી ક્ષમતા શોધી કાઢી છે. અધ્યયનમાં બહાર આવ્યું છે કે, મૃત્યુના છેલ્લા ક્ષણોમાં રહેલાં કોષો પોતાને ફરીથી સક્રિય કરી શકે છે અને પેશીઓના સમારકામની પ્રક્રિયા શરૂ કરી શકે છે. વૈજ્ઞાનિકોની આ શોધ ચિકિત્સા જગતમાં એક નવી દિશા બતાવી રહી છે. અનન્ય ક્ષમતા ‘પ્રોગ્રામ્ડ સેલ રિવાઇવલ’ તરીકે ઓળખાતી પ્રક્રિયા કોષોને ફરીથી જીવન આપવાની સ્થિતિમાં લઈ જાય છે. આ ક્ષમતા ઘા રૂઝવવામાં લોહીના સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં, દેડકાના ટેડપોલ્સમાં પૂંછડીની વૃદ્ધિ, ઉંદરની ચામડી પર ઘા રૂઝવવામાં જોવા મળી હતી. વરદાનરૂપ બનશે  આ શોધ એ કલ્પનાને…

Read More

Ahmedabad,તા.28 મંગળવારના રોજ રાજકોટ મા આવેલી રંગોલી પાર્ક સોસાયટી જે ગુજરાત હાઉસિંગ બોર્ડે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ હેઠળ બનાવેલી છે. આ સોસાયટીમા ગુજરાત હાઉસિંગ બોર્ડ ધ્વારા ઘણુ બધુ ખોટુ કરેલુ છે.જેવુ કે,કોમન પ્લોટ મા ગુજરાત હાઉસીંગની ઓફિસ બનાવેલી છે જયારે આ યોજનાના બ્રોસરમા ક્યાય દુકાનોનો ઉલ્લેખ નહોતો હાલ જયા 68 દુકાનો બનાવી છે ત્યા સોસાયટીનુ પાર્કીંગ હતુ. આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ છે કે રંગોલીપાર્ક સોસાયટીના બે રહીશો રાજસીભાઇ કાછડા અને નમ્રતાબેન વ્યાસ મારફતે 2018 મા એક પીટીશન ગુજરાત હાઇકોર્ટ મા દાખલ કરવા મા આવી હતી.આ અંગે હાઉસિંગ બોર્ડ નો સંપર્ક કરતા જાણવા મળેલ કે…

Read More

New Delhi,તા.28 સરકારી લેણા-ટેકસ વસુલવા માટે નાના-સામાન્ય લોકો પર દંડા પછાડીને પઠાણી ઉઘરાણી કરતા વિભાગો મોટા બાકીદારોનુ કાંઈ કરી શકતા ન હોય તેમ ભારતમાં 2022-23ની સ્થિતિએ 22 લાખ કરોડની ઈન્કમટેકસ વસુલાત બાકી હોવાનો ‘કેગ’ના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ભારતમાં વર્ષે 16.63 લાખ કરોડની વસુલાત થાય છે તેની સરખામણીએ બાકી ટેકસ વસુલાત 33 ટકા વધુ છે. સંસદના તાજેતરમાં પુરા થયેલા સત્રમાં ‘કેગ’નો રીપોર્ટ રજુ થયો હતો તેમાં આ ખુલાસો થયો છે તમાં એમ પણ કહેવાયુ છે કે બાકી રકમમાંથી 97 ટકા નાણાં વસુલવા મુશ્કેલ છે. આવકવેરા વિભાગને ટાંકીને રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, જે કરદાતાઓ પાસેથી ટેકસ વસુલાત બાકી છે. તેમાંથી…

Read More

Jamnagar તા.28 જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતાં ચાર પંટરોને પકડી પાડ્યાં હતાં. પોલસે તમામ શખ્સોના કબ્જામાંથી 2150 ની રોકડ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસે શહેરના ગુલાબનગર રાજપાર્ક સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટ પાછળ ગોળ કુંડાળું વળી જાહેરમાં જુગાર રમી રહેલાં દેવભાઈ મોહનભાઈ ગવડી (ઉ.વ 26, રહે.નવાગામ ઘેડ કૃપા મેડીકલ વાળી ગલીમા જામનગર), પકંજ ભુપતભાઈ ગાંજેસરા (ઉ.વ.23, રહે.નવાગામ ઘેડ કેસુભાઈની હોટલ બાજુમાં જામનગર), નકુલ મણીલાલ વાઘેલા (ઉ.વ.18, રહે.કરશનભાઇનો ચોક વાઘેરવાડાની બાજુમાં જામનગર), માનવ જતીનભાઈ મોડ (ઉ.વ.22, રહે. ઈંદીરા સોસા.ચાંમુડા પાનાની સામે જામનગર) નામના ચાર શખ્સોને રૂા.2150 ની રોકડ સાથે ઝડપી લીધા…

Read More

Jamnagar તા.28 કાલાવડ શહેરમાં અજાણ્યા તસ્કરોએ બંધ પડેલા બે ટ્રકને નિશાન બનાવ્યા હતાં. તસ્કરો ટ્રકમાંથી 15 હજારની કિંમતની બે બેટરની ઉઠાંતરી કરી નાશી ગયા હતાં. બનાવ અંગે ટ્રક માલિકે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાલાવડ પોલીસ મથકેથી ચોરીના આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથપરા, વેલનાથચોકમાં રહેતાં ડ્રાઇઇવીંગનો ધંધો કરતાં આનંદભાઇ ભીખુભાઇ ગોહિલ (ઉ.વ.43) નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે ગત્ તા.9-8-2025ના રોજ પોતાના ઘરની નજીક ખુલ્લી જગ્યામાં પોતાના જીજે-08-ડબલ્યું-0118 અને જીજે-06-ઝેડ-9697 નંબરના બે ટ્રક પાર્ક કેલ હતાં. જે ટ્રકમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રૂા.15000 ની કિંમતની બે બેટરી…

Read More