Dhak,તા.16
ભારત સરકાર દ્વારા શરૂ કરવા માં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર જેના આજે સાત વર્ષ પૂર્ણ થયા જેની વર્ષગાંઠ ની ઉજવણી નિમિત્તે આયુષ્માન આરોગ્ય મંદિર ઢાંક દ્વારા આયુષ્માન આરોગ્ય શિવિર ની ઉજવણી કરવા માં આવેલ, જેમાં તમામ સ્ટાફ સી. એચ. ઓ . ચંદ્રેશ નકુમ, એફ. એચ. ડબ્લ્યુ. મીના બેન અસારી, સીમાબેન ગાગીયા, આશા બહેનો હંસા બેન મહાવદીયા( ફેસિલિટર), ગીતા બેન લુણાસિયા, સાયરાબેન ઘુમલિયા, ઇલાબેન ગોસ્વામી દ્વારા ગ્રામજનો નું બીપી, ડાયાબિટીસ તેમજ મોઢા ના કેન્સર ની તપાસ કરેલ. આ ઉપરાંત માતા અને બાળ સેવા અતર્ગત એ. એન. સી, પી. એન. સી. અને બાળ આરોગ્ય તપાસ કરેલ. કિશોર કિશોરી આરોગ્ય કાર્યકમ અતર્ગત કિશોર કિશોરી ના લોહી ની તપાસ કરેલ. તેમજ pmjay કાર્ડ , આભા કાર્ડ કાઢી આપવામાં આવેલા હતા. તેમજ જરૂરી દવા નું વિતરણ કરવા માં આવેલ. હાલ માં ચાલી રહેલ ટીબી કાર્યકમ અતર્ગત ટીબી માટે ના સેમ્પલ કલેક્શન, આરોગ્ય શિક્ષણ તેમજ હીટ વેવ થી બચવા ના ઉપાયો નું માર્ગદર્શન અને ઓ. આર. એસ. નું દ્રાવણ બનાવી લોકો ને પીવડાવવા માં આવેલ. આ કેમ્પ માં ૨૩બીપી અને ડાયાબિટીસ ના દર્દી, ૩૫ જેટલા ૩૦+ વધુ ઉંમર ના લોકો નું સ્ક્રીનિંગ, ૧૨ કિશોર કિશોરી ના લોહી ની તપાસ તેમજ ૨૦ જેટલી માતાઓ ને સેવા આપવામાં આવી હતી