Junagadh તા.21
વંથલીના બંધડા ગામે રહેતા શખ્સની પત્નિએ ઘરમાં જ ચોરી કરી સોનાના દાગીના તેમના ભાઈને આપી દીધાની ફરીયાદ નોંધાઈ છે.
ફરીયાદી જતીનભાઈ હરસુખભાઈ સોલંકી (ઉ.28)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.4-1-25થી તા.9-4-26 દરમ્યાન સવા વર્ષ પહેલા તેમની પત્નિ જાનવીબેન જતીનભાઈ સોલંકીએ ઘરમાંથી સોનાના દાગીના રૂા.3,90,360ની ચોરી કરી જુનાગઢ રહેતા તેનાભાઈ પ્રિતેશ રતિલાલ ચાવડાને આપી દીધાની ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

