Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
    • પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
    • Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
    • બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    • Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    • ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
    • FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»West Bengal સરહદેથી નદી-ખાડી મારફત ઘુસણખોરી કરતા બાંગ્લાદેશીઓ
    જામનગર

    West Bengal સરહદેથી નદી-ખાડી મારફત ઘુસણખોરી કરતા બાંગ્લાદેશીઓ

    Vikram RavalBy Vikram RavalMarch 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jam Khambhaliya, તા.18
    ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ, વિવિધ બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

    દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના વિવિધ દરિયાકાંઠા વિસ્તાર સહિતની મહત્વની જવાબદારી એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે રવિવાર તારીખ 16 ના રોજ એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદરની સામે આવેલ રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળના માર્ગ પર અલગ પ્રકારની ભાષા બોલતી પાંચ જેટલી શંકાસ્પદ મહિલાઓ જોવામાં આવેલ છે.

    તેઓએ પોતાના ચહેરા છુપાય તે રીતે ઢાંકીને રાખે છે. આ સાથે ઉપરોક્ત મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા મહીલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને આ સ્થળે કરવામાં આવેલી તપાસમાં અહીં પાંચ શંકાસ્પદ મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું હતું.

    પોલીસે આ મહિલાઓ પાસે જઈને તેઓને ભારતમાં પ્રવેશવા અંગે પાસપોર્ટ, વિઝા તથા અન્ય ભારતના દસ્તાવેજ રજુ કરવા જણાવતા તેઓએ પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવ્યું હતું અને પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત પણ આપી હતી.

    આથી પોલીસે તેઓ પાસે રહેલા મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજોમાં જન્મ તારીખના દાખલા, બાંગ્લાદેશી નેશનલ આઇડેન્ટી કાર્ડના ફોટાઓ તથા બાંગ્લાદેશી મોબાઇલ નંબરો મળી આવ્યા હતા.

    આ સમગ્ર બાબતોના અનુસંધાને તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તેઓની તાકીદે અટકાયત કરી, રીસ્ટ્રીક્શન હેઠળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

    ડિટેઇન કરવામાં આવેલ બાંગ્લાદેશી મહીલાઓના નામ રૂબી ડો.ઓ. પોનુ ખા સોનુ ખા વા.ઓ. મોનન હસન આલી, મુસ્લીમ (ઉ.વ.35), સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓ. શુકુર ઈશાકભાઈ સેખ વા.ઓફ મીનેષ રોહિતભાઈ સોની મુસ્લીમ (ઉ.વ. 26), સુમી ઉર્ફે રીયા ડો.ઓ. રોબી કાદરભાઈ શેખ વા.ઓ. ખોરસદ ગુયે શેખ મુસ્લીમ (ઉ.વ. 35), ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓ. મહંમદઅલી રજબઅલી વા.ઓ. અબ્દુલા કાદર રાણા, મુસ્લીમ (ઉ.વ.33) અને રૂબી ડો.ઓ. રોબી કાદરભાઈ શેખ વા.ઓ. રિદય બબલુ બગડીયા મુસ્લીમ (ઉ.વ.35) હોવાનું જાહેર થયું છે.

    ઝડપાયેલી આ મહિલાઓની વધુ પૂછપરછમાં જાહેર થયું છે કે, ઉપરોક્ત મહીલાઓએ બાંગ્લાદેશના વિવીધ એજન્ટની મદદથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સરહદની ભૌગોલીક પરીસ્થિતીનો લાભ લઇ, બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. જેના માટે રૂ. 25000 ની આસપાસ રકમ આપવામાં આવેલા એજેન્ટએ સરહદ પર આવેલી નદી અને દરીયાઈ ખાડીનો ઉપયોગ કરીને ભારતમાં ઘુસણખોરી કરાવી હતી. જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જેશોરથી ભારતના બાંગા વચ્ચે આવેલી નદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે. ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છુટક મજુરીનું કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

    ભારતમાં કાયમી વસવાટ કરી શકે તે માટે કોઈ ભારતીય નાગરીક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું. અમુક મહીલાઓ 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતા વન કબૂલાત પણ પોલીસે આવી હતી.

    અહીં છુટક મજુરી દ્વારા કમાયેલી રકમ પશ્ચીમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે મોકલી આપવામાં આવે છે. જે રકમમાંથી એજન્ટ પોતાનુ કમીશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરીવારને મોકલી આપવામાં આવે છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી હતી.

    આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સિંગરખીયા. પી.એસ.આઈ. આર.જી. વસાવા, રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ કરમુર, હરદાસભાઈ મોવર, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, વિજયસિંહ, કરણકુમાર, સ્વરૂપસિંહ અને પ્રકાશકુમાર દ્વારા કરવામાં આવી હતી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026

    Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું

    July 18, 2026

    Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.