Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar પાસે ખાનગી બસ ડમ્પરમાં ઘુસી જતા 6નાં મોત : 22ને ઇજા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar પાસે ખાનગી બસ ડમ્પરમાં ઘુસી જતા 6નાં મોત : 22ને ઇજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 17, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા. 17
    ભાવનગર નજીક ત્રાપજ ગામ નજીક આજે વ્હેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે. જયારે 22 જેટલા મુસાફરોને ઇજા પહોંચતા 108 ઇમરજન્સી દ્વારા તળાજા, ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

    અકસ્માત એટલો ભયંકર હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો, આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે મૃતકોની મરણચીસોથી આક્રંદ ફેલાયું હતું.

    આજે સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ સુરતથી રાજુલા જઇ રહેલ ખાનગી બસ એપલ ટ્રાવેલ્સ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ બાયપાસ પાસે બંધ પડેલા ડમ્પર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.

    જેથી બસમાં બેસેલા મુસાફરો પૈકી છનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે 22 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થતા દેકારા-પડકારાથી વાતાવરણ ગાજી ઉઠયુ હતું. 

    આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108 ઇમરજન્સી વાનનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢી હોસ્પિટલ રવાના કરવામાં લાગી ગયો હતો. આજુબાજુ વિસ્તારમાં આગેવાનો, ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ કામગીરીમાં જોડાયા હતા.

    આ અકસ્માતમાં 22 જેટલા મુસાફરોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં તળાજાની સદભાવના હોસ્પિટલમાં 9, તળાજા સીએચસીમાં 12 અને નિલકંઠ હોસ્પિટલમાં 1 ને દાખલ કરવામાં આવેલ છે. જયારે છ વ્યકિતઓને ભાવનગર રીફર કરવામાં આવેલ છે.

    અકસ્માતની જાણ થતા જ ભાવનગરના મેયર-પદાધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

    કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ તાત્કાલિક સારવારની સુચના આપી

    કેન્દ્રીય રાજ્ય મંત્રી  નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપી.

    ભરતભાઇ બારડ સહિત ચૂંટાયેલા  અન્ય પદાધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. સત્ર શરૂ હોવા છતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન થોડી થોડી વારે સંપર્ક કરીને ચિંતા જતાવી રહ્યા છે, ત્યારે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પણ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સાથે બનાવ અંગે ચર્ચા કરેલ. શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓએ દારુણ અકસ્માત અંગે દુ:ખ અને સંવેદના વ્યક્ત કરીને પોતપોતાની માનવીય જવાબદારીઓ સંભાળવા લાગ્યા હતા.

     અકસ્માતમાં મૃત્યુ પામેલાનાં નામ
    (1) જયશ્રીબેન મહેશભાઈ નકુમ (ઉ.38) રે.વાઘનગર તા.મહુવા
    (2) છગનભાઈ કાળાભાઈ બલદાણીયા (ઉ.45) રે.રસુલપરા તા.ગીરગઢડા
    (3) ચતુરાબેન મધુભાઈ હડીયા (ઉ.45) રે.કોટડી તા.રાજુલા
    (4) ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.8) રે.મોરંગી તા.રાજુલા
    (5) તમન્નાબેન ભરતભાઈ કવાડ (ઉ.7) રે.માંડણ તા.રાજુલા
    (6) ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ (ઉ.4) રે.માંડણ તા.રાજુલા

    ►ઈજાગ્રસ્તોના નામોની યાદી
    (1) રીનાબેન કલ્પેશભાઈ (ઉ.64) રે.મોરંગી તા.રાજુલા
    (2) પ્રવિણાબેન ભરતભાઈ કવાડ (ઉ.30) રે.માંડણ તા.રાજુલા
    (3) રમેશભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.35) રે.કોટડી તા.રાજુલા
    (4) ભરતભાઈ કેશુભાઈ પરમાર (ઉ.35) રે. ગીરગઢડા
    (5) વલ્લભભાઈ સોડાભાઈ મકવાણા (ઉ.27) રે. જામકા
    (6) ભરતભાઈ કાળુભાઈ કવાડ (ઉ.40) રે.માંડણ તા.રાજુલા
    (7) રમેશભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.37) રે.કોટડા તા.રાજુલા
    (8) હકુભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.37) રે.કોટડી તા.રાજુલા
    (9) મહેશભાઈ હાદાભાઈ નકુમ (ઉ.39) રે.વાઘનગર તા.મહુવા
    (10) કાર્તિકભાઈ મહેશભાઈ નકુમ (ઉ.9) રે.વાઘનગર તા.મહુવા
    (11) માધુભાઈ નાથાભાઈ હડીયા (ઉ.45) રે.કોટડી તા.રાજુલા
    (12) સુખભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.45) રે.જાફરાબાદ
    (13) સમજુબેન સુખાભાઈ બારૈયા (ઉ.40) રે.જાફરાબાદ
    (14) નીમુબેન રે.મોરંગી તા. રાજુલા
    (15) દયાબેન ઉમરાળીયા (ઉ.55) રે.ટીમાણા તા.તળાજા
    (16) અશોકભાઈ ઉમરાણીયા (ઉ.60) રે.ટીમાણા તા.તળાજા
    (17) મગનભાઈ રામજીભાઈ બલદાણીયા (ઉ.55) રે. ભાવેડ

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા, રૂ.1.04 લાખની મત્તાની ચોરી

    April 29, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanમાં મૈત્રી કરાર કરી દેવાની ના પાડનાર વકીલની ઓફિસમાં તોડફોડ, ગુનો નોંધાયો 

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.