Lucknow,તા.08
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓલરાઉન્ડર કુણાલ પંડ્યાએ કહ્યું કે,IPLમાં બેટ્સમેનોના આક્રમક પ્રદર્શન વચ્ચે બોલરોએ ટકી રહેવા માટે તેમની કુશળતામાં વિવિધતા લાવવી પડશે. પંડ્યાએ કહ્યું, “જો તમે છેલ્લા દસ વર્ષથી IPLને નજીકથી જોયું હશે, તો તમને સમજાશે કે લીગ કેવી રીતે બેટ્સમેનોના આક્રમક પ્રદર્શનનું પ્રતીક બની ગઈ છે.
બેટ્સમેનોની મોટા શોટ રમવાની ક્ષમતા પણ બદલાઈ ગઈ છે. બેટ્સમેનોની નવી પેઢી સરળતાથી ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહી છે.” તેમણે કહ્યું, એક બોલર તરીકે, મારું માનવું છે કે બોલિંગમાં વિવિધતા લાવવી મહત્વપૂર્ણ છે. બેટ્સમેનોથી એક ડગલું આગળ રહેવાની જરૂર છે.

