Surendranagar,
સાયલા-ચોટીલા હાઇવે પર ઢઢુકી ગામ પાસે આવેલા ટોલનાકા નજીક ટેલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ચોટીલા પંથકના એક યુવાનનું મોત નીપજ્યું છે.
ચોટીલા તાલુકાના નાવા ગામનો રહેવાસી વિકેશ વીરજીભાઈ સાડલીયા (ઉં.વ.૨૫) ધાંગધ્રાથી પોતાનુ કામ પતાવી સાયલા પાસે આવેલા સામતપર ગામે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની હતી. ટ્રેલર ડ્રાઇવર અકસ્માત સર્જી વાહન મૂકીને નાસી છૂટયો હતો. મૃતક યુવાન વિકેશ પરિણીત હતો, જેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. અકસ્માતને જાણ થતા સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહનો કબજો લઈ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જનાર ચાલકની તપાસ હાથ ધરી છે.