Junagadh તા.24
વંથલી રહેતા યુવાનનું ગઈકાલે દિલાવરનગર નજીક બાઈકમાં જતા અચાનક ખુંટીયો આડે ઉતરતા બાઈક સાથે ટકારાતા ગંભીર ઈજાના કારણે યુવાનનું મોત નોંધાયુ
હતું.
વંથલી હાઈસ્કુલ રોડ પર રહેતા ગોપાલભાઈ જમનાદાસ વામજા (ઉ.45) બાઈક પર જુનાગઢથી વંથલી આવી રહ્યા હતા અચાનક આખલો રોડ પર આડે ઉતરતા ગોપાલભાઈ ફંગોલાઈ ગયા હતા જેમાં માથામાં ગંભીર ઈજા થતા સ્થાનિક લોકોએ 108માં દવાખાને લઈ જતા ફરજ પરના ડોકટરે સારવાર આપી હતી પરંતુ તેમનું મોત નોંધાતા વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો હતો. આવા રખડતા ઢોરને પકડી લેવાની માંગ ઉઠવા પામી છે.

