Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ
    • સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1
    • Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ
    • Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો
    • Olympic કરતા Football World Cupમાં ડબલ ધનવર્ષા
    • IPL 2026: RCBને ચાર વિકેટે પરાસ્ત કરતું Gujarat Titans
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ટિકિટ પહેલા BJP નું ડેમેજ કન્ટ્રોલ : કમલમથી બળવાખોરો સામે પગલા લેવાનો આદેશ છુટ્યો
    ગુજરાત

    ટિકિટ પહેલા BJP નું ડેમેજ કન્ટ્રોલ : કમલમથી બળવાખોરો સામે પગલા લેવાનો આદેશ છુટ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૪

    ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વાચ્છુંકો માટે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ત્યારે હવે કમલમથી નવો આદેશ આવ્યો છે કે, ભાજપનો કોઇપણ ચમરબંધી ટિકિટ માટે ધમપછાડા કરશે તેનો તત્કાલ હિસાબ થશે. ભાજપ દ્વારા બનાવાયેલી શિસ્ત સિતિની બેઠકમાં આ સ્પષ્ટ મેસેજ કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા એકવાર ટિકિટની જાહેરાત થઈ ગઈ, તેના બાદ ભાજપમાં આંતરિક કકળાટ જોવા મળી શકે છે. કારણ કે, દરેક બેઠકો પર મોટી સંખ્યામાં દાવેદારી કરવામાં આવી છે. આ કારણે આંતરિક અસંતોષ વધી શકે છે. આ અસંતોષને ખાળવા માટે ભાજપે પાણી પહેલા જ પાળ બાંધી દીધી છે. બાજપે સેન્સની પ્રક્રિયા દરમિયાન જ પ્રદેશ સ્તરથી શિસ્તના પાઠ આપી દીધા છે. તેમજ કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી કે, જો માપમા નહિ રહો તો પગલા લેવાશે.

    આ સાથે જ ભાજપે બનાવીલે શિસ્ત સમિતિને તમામ બેઠકોની આંતરિક ગતિવિધિ પર નજર રાખવા કહી દેવાયું છે. તેમજ આદેશ આપ્યો છે કે, ક્યાંય પણ કોઇ ગમે તેવા સિનિયર નેતા સહેજ પણ ધમપછાડાં કરે તો ધ્યાન રાખજો. તેમને તાત્કાલિક શો-કોઝ નોટિસ પાઠવી સસ્પેન્ડ કરવા. અથવા પક્ષમાંથી કાઢી મૂકવા.

    ભાજપે રજનીકાંત પટેલને શિસ્ત સમિતિના કન્વીનર તરીકે નિમ્યા છે. આ ઉપરાંત પક્ષે અન્ય સિનિયર નેતાઓને પણ નિયુક્ત કર્યા છે. જેમની નજર બળવાખોર નેતાઓ પર રહેશે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાઓને શિસ્ત સમિતિમાં સ્થાન અપાયું છે. જેથી તેમનો નિર્ણય તટસ્થ હોય અને તેમના નિર્ણય પર કોઈ સવાલો ન ઉઠાવે.

    આ ઉપરાંત ભાજપમાં કોઈ જુથવાદ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં કાર્યકર્તો વચ્ચે કોમ્પિટિશન વધી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી જુથવાદ છે. તો ઉત્તર ગુજરાતમાં સામાજિક સમીકરણો પર વધુ ભાર રાખવું પડશે. દક્ષિણ ગુજરાતમાં અલગ મોરચો છે. અહી સંગઠન મજબૂત છે, પરંતુ સ્થાનિક સ્તરે દાવેદારી હોવાથી તણાવભર્યો માહોલ છે. તેથી આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવશે.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને ભાજપમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. સેન્સ પ્રક્રિયા બાદ ભાજપ સંકલન સમિતિ બેઠક મળશે. જેમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક મળવાની છે. સંકલન સમિતિ બેઠકમાં નિરીક્ષકો પ્રભારી મંત્રી હાજરીમાં મળશે. ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ હાજરીમાં સંકલન સમિતિ બેઠક મળશે. આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા દાવેદારો બાયોડેટા અંગે મંથન થશે. આ મંથન બાદ ભાજપ પ્રત્યેક બેઠક માટેના ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરશે. ત્રણ ત્રણ નામની પેનલ પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ બેઠકમાં મોકલશે. ત્રણ નામની પેનલ માંથી ચૂંટણી સમિતિ અંતિમ નામ પર મ્હોર મારશે.

    હાલમાં જ રાજકોટ ખાતે ભાજપની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સંગઠનની મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જગદિશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો હતો. સાથે જ નવનિયુક્ત હોદ્દેદારોને ટીમ ભાજપ બનીને કામ કરવા ટકોર કરી હતી. તેમજ કાર્યકર્તાઓને શિસ્તમાં રહેવા પણ અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે, વ્યક્તિગત રાગદ્વેષ રાખીને જો કોઇ નનામી અરજી, સીડી કે પેનડ્રાઇવ મોકલશે તો સીધી જ કચરા પેટીમાં જશે. મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને ટિકીટ મળશે. બધા કાર્યકર્તાને ટિકીટ આપવી શક્ય નથી, જેથી જેને ટિકીટ મળે તેને જીતાવડા અનુરોધ કર્યો.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Rajkot: Gujaratના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર BJP પ્રમુખ ડો. Madhav Dave

    May 1, 2026
    જામનગર

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.