Auckland,તા.16
ન્યૂઝીલેન્ડની ઑકલેન્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મગજનાં નીચેનાં ભાગમાં આવેલી કેટલીક નસો બ્લડ પ્રેશર વધારી શકે છે. તેમનું માનવું છે કે આ શોધ દવાઓની જગ્યાએ સરળ સારવાર શોધવામાં મદદરૂપ બની શકે છે.
► બ્લડ પ્રેશર (બીપી) માટે ફક્ત જીવનશૈલી જ જવાબદાર નથી, પરંતુ મગજનો એક ખાસ ભાગ પણ જવાબદાર છે, જેને `લેટરલ પેરાફેશિયલ રીજન’ કહેવામાં આવે છે
►આ ભાગ પાચન, શ્વાસ લેવો અને દિલની ધબકાર જેવી સ્વયંસંચાલિત પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે
► જ્યારે આપણે હસીએ, વ્યાયામ કરીએ અથવા ખાંસી કરીએ ત્યારે આ ભાગ સક્રિય થાય છે, જેના કારણે એવી નસો પણ સક્રિય થઈ જાય છે, જે રક્તનાળીઓને સંકોચે છે
► જ્યારે રક્તનાળીઓ સંકોચાય છે ત્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે, જેના કારણે લાંબા ગાળાની બીમારી એટલે કે હાઈપરટેન્શનની સમસ્યા ઊભી થઈ શકે છે
► અત્યાર સુધી ટેન્શન, મીઠું, સ્થૂળતા અને દારૂને જ હાઈ બીપીના મુખ્ય કારણો માનવામાં આવતાં હતાં.
► વૈજ્ઞાનિકો કહે છે કે મગજ જ દિલનાં ધબકાર અને નસોના કદને નિયંત્રિત કરવા માટે બ્લડ પ્રેશર એડજસ્ટ કરવાના સંકેતો મોકલે છે.
► શરીરમાં હાજર કેટલાક પ્રોટીન પણ મગજને જરૂર કરતાં વધુ સક્રિય બનાવી દે છે, જેનાં કારણે બ્લડ પ્રેશર વધી જાય છે.

