Junagadh તા.5
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દારૂ-જુગારની પ્રવૃતિ ડાભી દેવાની તાકીદ કરતા રેન્જના પોલીસ ઈન્સ્પેકટર કે.જી. મોડના માર્ગદર્શન નીચે પોલીસ ઈન્સ્પેકટર જી.આર. ચુડાસમા બી.ડી. માવદીયા અને સ્ટાફને મળેલી બાતમી મળેલ કે ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા બહાદુર દીલુ બાબરીયા, મોગલ દડુ રે. મેંદરડાવાળો સફેદ કલરની બોલેરો ગાડી વંથલીથી મેંદરડા તરફ દારૂ ભરીને જઈ રહ્યા હોય જેની વોચ ગોઠવતા બોલેરો ગાડીનો ડ્રાઈવર કાળુ ખુમાણ રે. મેંદરડા વાળો પોલીસને જોઈને ગાડીને સાઈડમાં મુકી ડ્રાઈવર કાળુ ખુમાણ અને જયદીપ ઉર્ફે મોગલ દડુ ભાગી છુટયા હતા.
બોલેરો ચેક કરતા બ્લુકરના કેમીકલ ભરવાના કેરબામાંથી ઈંગ્લીશ દારૂ જથ્થો અન્ય મુદ્દામાલ સહિત 4,51,119નો કબ્જે કર્યો હતો. હાજર નહી મળેલ આવેલ બહાદુર દિલુ બાબરીયા રે.જુનાગઢ અને ભાગી છુટનાર કાળુ ખુમાર જયદીપ ઉર્ફે મુગલ દડુ સામે ફરીયાદ નોંધાઈ છે.

