Mumbai,તા.24
ટી-20 ફોર્મેટ આમ તો ખાસ કરીને બેટ્સમેનો માટે જાણીતું છે, પરંતુ બોલરોએ પણ આ ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ બતાવ્યું છે. આઈપીએલમાં અત્યાર સુધી કુલ 18 સીઝન રમાઈ છે. આજે એવાં ટોચનાં બોલરો વિશે જાણો, જેમણે આ લીગમાં સૌથી વધુ ડોટ બોલ ફેંક્યા છે.
રવિચંદ્રન અશ્વિન
ભારતનાં આ દિગ્ગજ સ્પિનરે આઈપીએલ કરિયરમાં 221 મેચ રમી, જેમાં 4,710 બોલ ફેંક્યા. આ દરમિયાન 1,663 ડોટ બોલ ફેંક્યા છે. અશ્વિને આઈપીએલ કરિયરમાં 334 ચોગ્ગા અને 221 છગ્ગા આપ્યાં છે. આ લીગમાં તેના નામે 187 વિકેટ છે.
સુનીલ નરેન
આ સ્પિનરે આઈપીએલ કરિયરમાં કુલ 189 મેચ રમી છે, જેમાં 4,345 બોલ ફેંક્યા છે. આમાં 1,720 ડોટ બોલ સામેલ છે. નરેને આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી કુલ 4,922 રન આપ્યાં છે. જેમાં 188 છગ્ગા અને 317 ચોગ્ગા સામેલ છે. સુનીલ નરેનના નામે 192 વિકેટ પણ છે.
જસપ્રીત બુમરાહ
જમણા હાથના આ ફાસ્ટ બોલરે આઈપીએલ કરિયરમાં 145 મુકાબલા રમ્યા, જેમાં 3,337 બોલ નાખ્યાં. આ દરમિયાન 1,420 બોલ ડોટ રહ્યાં છે. બુમરાહે આઈપીએલ કરિયરમાં 4,031 રન આપીને 183 વિકેટો ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેણે 360 ચોગ્ગા અને 123 છગ્ગા ખાધા છે.
ભુવનેશ્વર કુમાર
જમણા હાથના આ ફાસ્ટ બોલરે વર્ષ 2011થી અત્યાર સુધી કુલ 190 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેણે 4,222 બોલ ફેંક્યા છે. આ દરમિયાન ભુવીએ 1,852 ડોટ બોલ નાખ્યાં છે. આઈપીએલ કરિયરમાં ભુવનેશ્વર કુમારે કુલ 5,412 રન આપીને 198 વિકેટ ઝડપી છે. જેમાં 1,350 સિંગલ અને 282 ડબલ સાથે 558 ચોગ્ગા અને 169 છગ્ગા સામેલ છે.
પીયૂષ ચાવલા
આ સ્પિનરે વર્ષ 2008 થી 2024 વચ્ચે આઈપીએલ કરિયરમાં 192 મેચ રમી, જેમાં 5,108 રન આપીને 192 વિકેટ મેળવી છે. આ દરમિયાન ચાવલાએ કુલ 3,850 બોલ ફેંક્યા હતા, જેમાંથી 1,358 ડોટ રહ્યા હતા. ચાવલાએ આઈપીએલ કરિયરમાં 374 ચોગ્ગા સાથે 222 છગ્ગા ખાધા છે.

