Rajula,તા.30
રાજુલાના કોવાયા આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થી એ અમદાવાદ સાયન્સ સીટી ખાતે યોજાયેલ ફાઇનલ સ્પર્ધામાં ભરાડ માધવ વી. ફર્સ્ટ આવતા સરકાર દ્વારા ઇનામ રૂ 1,50,000 ચેક આપી પ્રોત્સાહન કર્યું, અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ સ્ટેમ સ્ક્વીઝ 4.0 ની ફાઇનલ યોજાય તેમાં દેશ ભરના તેજસ્વી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ટેકનોલોજી માં પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું
આ નેશનલ સ્ટેમ સ્ક્વીઝ 4.ઘ ની ફાઇનલ સ્પર્ધામાં રાજુલા તાલુકાના કોવાયા ની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થી ભરાડ માધવ વીપુલ ભાઇ ફર્સ્ટ આવેલ જેથી સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને કરોડો રૂપિયા ઇનામો આપવામાં આવેલ હતા ત્યારે રાજુલા ની કોવાયા આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થી ભરાડ માધવ વિપુલભાઈ આ સ્પર્ધામાં ફર્સ્ટ આવતા સરકાર દ્વારા 1,50,000 નો ચેક આપી પ્રોત્સાહિત ઇનામ આપેલ આ વિદ્યાર્થીએ સ્કૂલ અને બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું હતું .
ત્યારે સ્કૂલ અને બ્રહ્મ સમાજ દ્વારા આ વિદ્યાર્થી ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આવી જ રીતે સ્કૂલ અને સમાજ નું ગૌરવ વધારતાં રહ્યો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

