Mexico, તા.18
અહીં બંદુકધારીઓએ કરેલા હુમલામાં 10 લોકોના મોત થયા છે. રવિવારે થયેલા આ હુમલામાં 6 પુરુષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બધાને રવિવારે વહેલી સવારે ગોળી મારવામાં આવી હતી.
આ હુમલા મામલે સ્થાનિક અધિકારીઓએ હજુ સુધી કોઇ શંકાસ્પદના બારામાં કોઇ જાણકારી નથી. યુએબ્લાના રાજ્યપાલ અલેજાંદ્રો અરમેંટાએ આ મામલે કોઇ ટિપ્પણી નથી કરી.
મધ્ય મેક્સિકોમાં હાલમાં જ કોર્ટેલ હિંસામાં વૃદ્ધિ જોવા મળી છે. આ હિંસાના કારણે 800 થી 1000 પરિવારોએ પોતાનો દેશ છોડવો પડ્યો છે. આ ક્ષેત્ર લાંબા સમયથી હિંસાનો સામનો કરી રહ્યું છે.
સંધીય અધિકારીઓ આ મામલામાં ઉંડી તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં યુએબ્લાના હુએ હએટલન એલ ગ્રાન્ડેમાં 6 લોકો માર્યા ગયા હતાં. કેટલાક દિવસ પહેલા યુએબ્લાની રાજધાનીમાં એક વાહન પર હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

