જુનાગઢ, તા. 17
જુનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને હેરફેરના ગુનામાં સંડોવાયેલો આરોપી મેનીપીએસ એકટ નીચે કડક કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવાયો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જીલ્લામાં માદક પદાર્થોના કારોબારને નાબુદ કરવા તાકીદ કરતા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કૃણાલ પટેલની ટીમે ચિતાખાના ચોકમાંથી વેપારી વાહીદ હસનભાઇ પંજા (ઉ.વ.પ0)ને ઝડપી લઇ તેને મધ્યસ્થ જેલ લાજપોર (સુરત) ખાતે ધકેલી દેવાયો છે.
આપઘાત
ચોરવાડ ઉપલી જરાખી વિસ્તારમાં રહેતા રામાભાઇ ભીમાભાઇ પંડીત (ઉ.વ.પ0)એ ગત તા. 1પની રાત્રીના પોણા અગિયારના સુમારે તેમના ઘરે ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજતા ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

