Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા
    • Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો
    • વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત
    • Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે
    • ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે
    • Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’
    • Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ
    • ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેપ્ટન સ્મિતને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે

    Jerusalem, તા.૯

    હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ Captain Smit Machharને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.યરૂશલેમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝોગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આજે જે ઈઝરાયલી વીરોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે આપણે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ.

    તેમની બહાદુરી અને સૂઝબૂઝથી જ એક મોટી હોનારત ટળી શકી છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે મને ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું સન્માન મળશે.”ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.નોંધનીય છે કે, ગયા સપ્તાહે તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ઉડાન હ્લઢ૧૦૭૩ માં એક ભયાનક ઘટના બની હતી. વિમાનના ઓમાની નાગરિક કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે, ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત ધૈર્ય અને સાહસ બતાવીને કો-પાયલટને કાબૂમાં કર્યો હતો અને ૧૭૪ પ્રવાસીઓને લઈ જતા વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.આ ઘટના બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નેતન્યાહૂએ સ્મિત મચ્છરને ઈઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના “હીરો” ગણાવ્યા હતા અને તેમને ઈઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ અતિથિ તરીકે હાજર રહેવા સત્તાવાર નિમંત્રણ પણ પાઠવ્યું હતું.

    Captain Smit Machhar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’
    Next Article Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump સરકાર એચ-૧બી વિઝા ફ્રોડની પેનલ્ટી વધારી ૨.૫૦ લાખ ડોલર કરશે

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trumpએ ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 20:59
    Categories
    Latest News

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026

    Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ

    October 9, 2026
    Search
    Main News

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.