‘મારો દોસ્ત મને છોડીને જતો રહ્યો’
Mumbai, તા.૯
પ્રખ્યાત અભિનેતા Nana Patekarનું કાર્ડિયાક અરેસ્ટના કારણે દુઃખદ અવસાન થયું છે અને તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાના પાટેકરે પોતાની શાનદાર અભિનય શૈલી અને સાદગીભર્યા જીવનથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.અનિલ કપૂરે મિત્રના નિધન પર વ્યક્ત કરી વેદનાઃ ‘પહેલા સતીશ અને હવે નાન્યા પણ ગયો’નાના પાટેકરના નિધનથી તેમના ખાસ મિત્રો ભારે આઘાતમાં સરી પડ્યા છે. અભિનેતા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને પોતાના જિગરી મિત્રને શ્રદ્ધાંજલિ આપી છે. નાના પાટેકર સાથેની તસવીર શેર કરતા અનિલ કપૂરે લખ્યું,
‘મારો મિત્ર મને છોડીને ચાલ્યો ગયો. પહેલા સતીશ અને હવે મારો નાન્યા. નાન્યા તું અચાનક ખૂબ વહેલો ચાલ્યો ગયો, અમને હંમેશાં માટે છોડીને ચાલ્યો ગયો. લાઈફમાં તને ખૂબ યાદ કરીશ – સેટ પર, ફોન પર અને મોટા પડદા પર.’ઉલ્લેખનીય છે કે ૯ માર્ચ, ૨૦૨૩ના રોજ અભિનેતા સતીશ કૌશિકનું પણ કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું, ત્યારે પણ અનિલ કપૂર ખૂબ ભાંગી પડ્યા હતા. હવે મિત્ર નાના પાટેકરના જવાથી તેમને ફરીથી મોટો આઘાત લાગ્યો છે. અનિલ કપૂર અને નાના પાટેકરે લોકપ્રિય ફિલ્મ ળેન્ચાઈઝી ‘વેલકમ‘માં ‘ઉદય અને મજનૂ’ની ભૂમિકા દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા.

