Rajula,તા.25
અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આગ લગાવાની ધટના બની હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર- ભટ્ટવદર ગામ નજીક ફોર વ્હીલર કારમાં અચાનક આગ લાગી હતી. એમજી ગોલટર ફોર વ્હીલર કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતાં ત્યારબાદ આગ લાગી હતી.
આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ હાઇવેના વાહનોના પૈડા થંભી ગયા હતાં. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધટના પગલે રાજુલા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
આગમાં મોંઘી દાટ ફોર વ્હીલર કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં ફોર વ્હીલર કાર ચાલકની સમયસુચકતાથી કાર નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે પર 24 કલાકમાં આગ લાગવાની બીજી ધટના બની હતી.

