Junagadh તા.18
માં જગદંબા અંબાજી મંદિર ખાતે દારૂ ચિકન (માંસ) મદિરાની મીજબાનીની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં હલચલ બની ચુકી છે. માઈ ભકતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે તા.19-3-26ને ગુરૂવારના માં અંબાજીના નવલા નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગિરનારની ગોખે 5000 પગથીયા ઉપર બીરાજતા માં અંબાજીના પવિત્ર ધામ ખાતે હજારો માઈ ભકતો માંના દર્શને માથુ ટેકાવવા, માનતા ઉતારવા, અનુષ્ઠાન, જપ, તપ માટે અહીં આવતા હોય છે. ત્યારે હિન્દુ ધર્મને લાંછન લાગે ન કલ્પી શકાય ન વિચારી શકાય તેવી ઘટના બહાર આવતા રાજયના મુખ્યમંત્રી પણ વ્યથીત થઈ કડક કાર્યવાહી કરવા તટસ્થ તપાસના આદેશો આપ્યા છે.
જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પણ આ ઘટનાના કારણે રડી પડયા હતા. ત્યારે જુનાગઢના સમાહર્તા (કલેકટર) અનિલ રાણાવસીયાએ તપાસના આદેશ આપી પ્રાંત અધિકારીને તટસ્થ તપાસ જીણવટભરી કરવા અને તલે તલનો રીપોર્ટ કરી અહેવાલ આપવાનો આદેશ કરતા જેમાં માં અંબાજી મંદિરે દારૂની મહેફીલ, નોનવેજ (માંસ) રાંધીને મીજબાની મનાવ્યાની હકીકત સામે આવી છે.
જેમાં પુજારી સહિત છ સામે એફઆઈઆર ઉપરાંત દાનપેટીની આવક સામે ચેડા કરી નાણા ઓળવી જનાર પાંચ શખ્સો સામે પણ ફરીયાદના આદેશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ કુલ 11 સામે કાર્યવાહી, કાયદાકીય રીતે થઈ રહી છે.
કલેકટર રાણાવસીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અનઅધિકૃત રીતે માં અંબાજીના મંદિરમાં રાત્રી રોકાણ કરી મંદિરના પરિસરમાં દારૂની મહેફીલ બાદ નોનવેજ રાંધીને મહેફીલ કરી હતી તે સમગ્ર અહેવાલ બાદ કુલ 11 સામે એફઆઈઆર થવા પામી છે. ઘટનાની વિગત મુજબ ગત તા.22-10-2025ની છે આ 6 શખ્સોમાં બે સગીર પણ છે. મુખ્ય પુજારી કિશોરસિંહ ચૌહાણનો દિકરો અભિષેક કિશોરસિંહ ચૌહાણ છે. આ ઘટના પૂર્વે એક અઠવાડીયા પહેલા ત્યાંજ હતા અન્ય લોકો તેના મિત્ર તરીકે ઓળખ આપી રહ્યા છે.
જેમાં છગન ડાભી જે નરાધમ નોનવેજ (માંસ) તેમજ દારૂ લઈ જવામાં મુખ્ય રોલ હતો. અન્ય લોકો પણ સામેલ છે. માંસ, દારૂ, સીડીના પગથીયા મારફતે માંના મંદિરે પહોંચ્યા હતા. બાદ રાત્રીના સમયે મંદિરની ગોખમાં આ મહેફીલ માણી હતી બાદ માંસનું જમવાનું માતાજીના ભંડાર ખાતે માંસ રાંધીને આરોગ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં હાલના વહીવટદાર માં અંબાજીના નિમાયેલા છે. તેની રાત્રી રોકાણ કરવાની, પૂજા પાઠ કરવાની કોઈપણ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હતી. દેશ વિદેશમાં વસતા માં અંબાજીના માઈ ભકતોની આસ્થાને ઠેંસ પહોંચાડી છે. જેથી કલેકટર અનીલ રાણાવસીયાએ વહીવટદારને હુકમ કરી તમામ સામે એફઆઈઆર કરવાની સુચના આપી હતી.
માં ભગવતી દેવી અંબાજી માતાના દર્શને આવતા દેશ વિદેશના યાત્રીકો માઈ ભકતો પુરી આસ્થા સાથે માંના ચરણમાં આવી શીષ નમાવી પોતાની શકિત પ્રમાણે આસ્થા મુજબ માને રોકડ- સોના ચાંદીના દાગીના પ્રસાદ રૂપે ધરતા હોય પ્રવાસીઓ, યાત્રીકો પણ લાખોની સંખ્યામાં કોઈ પગપાળા તો કોઈ રોપ-વે મારફત અહીં આવી દાન પેટીમાં દાન આપતા હોય છે.
મંદિરના કહેવાતા પુજારીઓ દ્વારા દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરતા હોય તેનો સ્પષ્ટ વીડિયો મારફતે પુરવાર થઈ રહ્યું છે. કેટલાક પુજારીઓ દાનપેટી ઉપર કપડુ કે અન્ય વાસણ રાખી દાનના નાણા દાન પેટીમાં જમા ન કરવાનું ષડયંત્ર રચી માંના નાણા પોતાના અંગત ઉપયોગમાં લઈ ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મંદિરનો નિમાયેલ પુજારી ઉપરાંત અનઅધિકૃત વ્યકિતઓ સીસીટીવી ફૂટેજમાં સામે દેખાય રહ્યા છે.
કલેકટર અનિલ રાણાવસીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દર માસમાં એકવાર વહીવટદાર દ્વારા દાન પેટી કર્મચારીઓ અને મંદિરના પુજારીઓની હાજરીમાં ખોલવામાં આવતી હોય છે. જે આવેલી દાનની રકમ બેંકના એકાઉન્ટમાં આવતી હોય છે બાદ તેમાંથી મંદિરના રખરખાવ માટે અને અલગ અલગ પૂજારીઓના પગાર પેટે ખર્ચ કરવામાં આવતો હોય છે.
આ નાણાની અનિયમિતતા ધ્યાને લઈ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ સહિત 5 સામે એફઆઈઆર કરવા વહીવટદારને સુચના આપતા એ ડીવીઝનના ભવનાથ પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આટલી મોટી ઘટના માંસ-મટનની મહેફીલ દારૂની પાર્ટી, દાન પેટી સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવા છતા મંદિરના ચાર્જમાં રહેલા વહીવટદારની ઘોર બેદરકારી સામે આવશે. તેની સામે પણ પગલા લેવામાં આવશે. પ્રથમ ઘટનામાં 6 બીજી ઘટનામાં 5 મળી કુલ 11 સામે એફઆઈઆર થવા પામી છે.
કલેકટર રાણાવસીયાએ વધુમાં જણાવ્યા મુજબ અંબાજી મંદિર ખાતે વર્ષ 2024ના 29-11-24થી અહીં વહીવટદાર નીચે મંદિરને લેવામાં આવેલ હોય જેમાં મંદિરના વહીવટ માટે 12 વ્યકિતઓને અધિકૃત રીતે નિયુકત કર્યા હતા. જેમાં 9 પુજારી, એક પીઆરઓ, એક રસોયો, એક સફાઈ કામદાર છે.
આ તમામના જુદા જુદા નિવેદનોમાં આ ઘટના ઘટવા પામી છે. તેનો સ્વીકાર કર્યો છે. આવી ઘટના ન ઘટે તે માટે વહીવટદારને સહયોગ કરવો જોઈએ તેમાં ઉણા ઉતરવાની સાથે નિષ્ફળ નિવડયા છે. જેથી તેમની પણ મંદિર ખાતે પ્રવેશબંધી કરવામાં આવી છે તેની પણ તપાસ અને કાર્યવાહી જરૂરી તપાસ સાથે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
કલેકટર રાણાવસીયાએ જણાવ્યું છે કે માં અંબાજી મંદિર ખાતે મહંતની નિમણુંક માટેની પ્રક્રિયા ચાલે છે અને આ બાબતે હાલની ઘટેલી ઘટના સંદર્ભે નવેસરથી નિમણુંકની પ્રક્રિયા હાથ ધરાશે.
આવી ઘટના ફરી ન બને તે માટે નવેસરથી સીસીટીવી કેમરા મંદિરમાં અનુશાસન વાળી જગ્યામાં લગાવવા મંદિરમાં ફરજ બજાવતા કર્મીઓનું રજીસ્ટર રાખવું. પરવાનગી વગર રાત્રી રોકાણ ન કરવું, વહીવટદારે દર અઠવાડીએ મંદિરની નિયમિત મુલાકાત લેવી, રાઉન્ડ ધી કલોક સિકયુરીટી ગોઠવવા માટે વહીવટદાર અને મામલતદાર શહેરને સુચના આપવામાં આવી છે. ઉપરાંત ભવનાથ ક્ષેત્ર ગીરનાર ક્ષેત્રના તમામ ધર્મસ્થાનોમાં ઠેંસ પહોંચે તે પ્રકારના કૃત્યને ચલાવી નહીં લેવાય. સાથે કડક હાથે કામ લેવાશે.
મા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરીબાપુ જેમોટા પીરબાવા પરિવારને અંબાજી મહંત પદની રેશમાં દોડવું ભારે મુશ્કેલ બની ચૂક્યું છે. ગઇકાલે કલેક્ટરે મહંત પદની પ્રક્રિયા રદ કરી હવે નવેસરથી પ્રક્રિયા હાથ ધરશે આથી પરંપરાગત મહંત પદની તુટી જશે તેવું લાગી રહ્યું છે.
કારણ કે આ રીતે પૂજારીઓ તેમની કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે. જેથી તમામ મહંત પદની અરજી મોડિસ્કવોલી ફાઇવ ગણાશે જે યાદીમાં બ્રહ્મલીન મહંતના જ પરિવારના સભ્યો છે.
મંદિરના મહંત પદ માટે 18ની દાવેદારી રદ કરવામાં આવી છે. હવે નવેસરથી અરજીઓ મંગાવવામાં આવશે. આ કેસના પ્રકરણમાં જોડાયેલા તમામ વ્યક્તિઓની મહંત પદની દાવેદારને ડિસ્કોલીફાઇડ કરવામાં આવ્યા છે.
ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ-ચીકમન પાર્ટી-દાનપેટીમાંથી ચોરીની ઘટનામાં કુલ 11 વિરુધ્ધ ગુના દાખલ થયા છે. મા અંબાજી મંદિરમાં દારુ-માસની મીજબાનીમાં ફરિયાદી અશ્વિનકુમાર બારૈયા (ઉ.વ. 34, ધંધો: કલાર્ક 2 ઓફિસમાં નોકરી) કરતાં હોય તેમણે પેન ડ્રાઇમાં રજુ કરેલા વીડિયોમાં આરોપીઓ અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફે બ્લોચ, જિગ્નેશ ડાભી, છગન બજાુડા, નીખીલ કિશોર મેઘનાથી, સાગર જગદીશ ડાભી અને હર્ષ શૈલેષ વાઘેલા (ઉ.વ. 17) સગીર મળી કુલ 6એ આ મીજબાની માણી હતી.
બીજી ફરિયાદમાં અશ્વિન બારૈયાએ આરોપીઓ યોગેશ નિલકંઠ મંદિરના પ્રતિનિધિ દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી, અરજનગીરી અપારનાથી અને ભરતનાથ રાજનાથ જેઓ મંદિરના વહીવટ કર્મીઓ હોય ગત તા.29-1-26ની વીડિયો વાયરલ થયેલ જેમાં યોગેશગીરી નીલકંઠ મંદિરનો પ્રતિનિધિ અને દુષ્યંતગીરી અપારનાથી બન્ને અધિકૃત રીતે નિમાયેલા પૂજારી નહીં હોવા છતાં મંદિરના ગર્ભગૃહમાં દર્શનાર્થીઓને અનઅધિકૃત રીતે પ્રવેશ આપી રોકડ રકમ સ્વીકાર ઉપરાંત દાનપેટી પર કમઠુ વાસણ રાખી દાનપેટીમાં જતા દાનના નાણા ખીસ્સામાં લઇ લીધા હતા.
આરોપી કુંદનગીરીએ અને ભરતનાથે મહિલાઓને ઇશારો કરી તેણીના પૈસા ભેટ ધરવાના બદલે તેના ખીસ્સામાં મુકી દીધા હતા. વિશ્ર્વાસઘાત-છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે.
માં અંબાજી મંદિર ગિરનાર પર બિરાજતા માતાજીના પરિસરમાં માંસ-મટન- દારૂની મહેફીલ સામે આવતા સમગ્ર ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચી જવાની સાથે ભવનાથ મંદિર પણ ફરી વિવાદનો વંટોળમાં સપડાયુ છે. 4 વર્ષથી સેવા આપતા પુજારી મહાદેવાનંદગીરીને તંત્રએ અચાનક સેવા મુકિત કરી દેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. માં અંબાજી મંદિર ગીરનાર અને ભવનાથ મંદિર બન્ને સરકાર હસ્તક છે. જયાં વહીવટદારનું શાસન ચાલુ છે.
મહાદેવાનંદ ગીરીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગત શનિવારના પ્રાંત અધિકારીના તહેસીલદારે મૌખીક આદેશ આપ્યો હતો કે હાલ વિવાદ ચાલે છે મીટીંગમાં નકકી થયા મુજબ હવે અહીં મહાત્માઓને પ્રવેશ નથી, તમે સેવા પૂજા કરી શકશો નહી જેથી પુજારી ઉત્તરાખંડ ચાલ્યા ગયા છે. પુજારી ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરીગીરી બાપુના શિષ્ય છે જેમની મુદત પૂર્ણ થતી હતી. તે સમયે મહંત પદ માટે જબરો વિવાદ થતા તેને રીપીટ કરવાના બદલે વહીવટદાર શાસન લાદી દીધુ હતું.
આશ્ચર્ય વચ્ચે આ મામલે મંદિરના વહીવટદાર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ બાબતે અજાણ હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ સ્ટાફને મંદિરે મોકલીને તપાસ કરી તો જે પૂજારી છુટ્ટા કરવામાં આવ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ ગુરૂના આશીર્વાદ લેવા ગયા છે. પરત આવી જવાના છે.
પુજારીનો વીડિયો વાયરલ કારણભૂત હોવાનું મનાય છે આ વીડિયોમાં પુજારી મૃગીકુંડ નજીક આવેલા ધૂણા પાસે રહેલ થાળમાં દર્શનાર્થીઓ દાન દક્ષીણા મુકતા હોય છે તે ચલણી નોટ સિકકાઓ અલગ કરી રહ્યા હતા તે સમયે કોઈએ વીડિયો ઉતારી તંત્રને મોકલ્યો હતો. તેથી તેને છુટ્ટા કરી દેવાયા હતા તેવું માનવામાં આવે છે. તંત્રએ ત્યાંથી થાળ હટાવી લીધો છે.
તંત્રના પ્રાંત અધિકારીએ પૂજારીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પુજારી પરત આવશે તો ત્યારે સાચી હકીકત બહાર આવશે. તેઓ આવીને સઘળી હકીકત રૂબરૂ કે ફોન દ્વારા જણાવશે તેમ જણાવાયું હોવાનું જાણવા મળે છે.

