Junagadh, તા.30
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં હીટ એન્ડ રનની ઘટનામાં માસુમ બાળકનું બોલેરો હડફેટે કમકમાટીભર્યું મોત થતાં બનાવ સ્થળે લોકો ઉમટ્યા હતા. તકનો લાભ લઇ બોલેરો ચાલક નાસી ગયો હતો.
બનાવની મળતી વિગત મુજબ વિસાવદરના ખોડીયારપરામાં રહેતા પ્રફુલભાઇ ઉર્ફે વિપુલભાઇ રમેશભાઇ ગોહિલનો દિકરો ધવલ (ઉ.વ. 8) ગત સાંજે 7-30 કલાકે પોતાના ઘર પાસે હતો.
ત્યારે પુરઝડપે બેફીકરાઇથી નીકળેલ અજાણ્યા બોલેરો પીકઅપવાનના ચાલકે બાળકને હડફેટે લઇ લેતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ ઉપર જ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી છે. અકસ્માત સર્જીને બોલેરો ચાલક તેનું વાહન લઇને ભાગી છૂટતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

