કેટલાક ચીની નિષ્ણાતોએ કહ્યું છે કે ફિલ્મ ભલે “અતિશય ઉત્સાહી નાટક” બતાવે, પરંતુ તે ચીનના કોઈ પણ પવિત્ર અથવા દાવેદાર પ્રદેશને અસર કરી શકશે નહીં
Mumbai,તા.૩૦
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘મ્ટ્ઠંંઙ્મીર્ ંક ય્ટ્ઠઙ્મુટ્ઠહ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મ ૨૦૨૦માં લદ્દાખના ગલવાન વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર આધારિત છે. ફિલ્મ એપ્રિલ ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
૨૭ ડિસેમ્બરે સલમાન ખાને ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝર સામે આવતા જ ચીનમાં વિવાદ ઊભો થયો. ચીનના એક અહેવાલ મુજબ, કેટલાક ચીની નિષ્ણાતોએ કહ્યું છે કે ફિલ્મ ભલે “અતિશય ઉત્સાહી નાટક” બતાવે, પરંતુ તે ચીનના કોઈ પણ પવિત્ર અથવા દાવેદાર પ્રદેશને અસર કરી શકશે નહીં. ‘મ્ટ્ઠંંઙ્મીર્ ંક ય્ટ્ઠઙ્મુટ્ઠહ’નું દિગ્દર્શન અપૂર્વ લાખિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન ભારતીય સેનાના અધિકારી તરીકે નજરે પડે છે. સલમાને આ ટીઝર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કર્યું છે.
ટીઝર સલમાનના દમદાર અવાજથી શરૂ થાય છે. તેમાં તેઓ કહે છે, “જો તમે ઘાયલ થાઓ, તો તેને મેડલ માનો અને જો તમે મૃત્યુ જુઓ, તો તેને સલામ કરોપઅને કહો – જય બજરંગ બલી! જય બિરસા મુંડા! જય ભારત માતા!” આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યા છે. કર્નલ સંતોષ બાબુ ગલવાન અથડામણ દરમિયાન શહીદ થયા હતા અને તેમને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટીઝરમાં સલમાન એક આર્મી ઓફિસર બતાવ્યો છે. બરફીલા પવન, ઊંચા પહાડો અને જોખમી પરિસ્થિતિઓ વચ્ચેના દ્રશ્યો ફિલ્મને વધુ વાસ્તવિક બનાવે છે. એક્શન સિક્વન્સમાં સલમાન દુશ્મનો સામે બહાદુરીથી લડતા દેખાય છે. લોહીથી લથપથ ચહેરો, તીક્ષ્ણ હથિયારો અને તીવ્ર હાવભાવ તેમની ભૂમિકાની ગંભીરતા દર્શાવે છે. સમગ્ર ટીઝર જુસ્સો અને દેશભક્તિથી ભરેલો છે.
આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. સલમાનની સાથે ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. જુલાઈમાં એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે ‘‘મ્ટ્ઠંંઙ્મીર્ ંક ય્ટ્ઠઙ્મુટ્ઠહ’ તેમની કારકિર્દીની સૌથી પડકારજનક ફિલ્મોમાંની એક છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ શારીરિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. હવે તેમને તાલીમ માટે વધુ સમય આપવો પડે છે. દોડવું, મુક્કાબાજી અને સતત કઠિન અભ્યાસ તેમની તૈયારીનો ભાગ રહ્યો છે.

