Junagadh તા.24
જુનાગઢ જિલ્લામાં કોલેજીયન યુવતી સહિત ત્રણ અપમૃત્યુના બનાવો નોંધાયા છે. જુનાગઢબા બિલખા પોલીસ સ્ટેશન નીચેના બાદલપુર ગામે રહેતા રાજેશભાઈ ભીખુભાઈ ઝીંઝુવાડીયા (ઉ.42)ની દિકરી હીરવાબહેન (ઉ.13)એ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લેતા જુનાગઢ આયુષ હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર માટે ડો.ડોબરીયાને ત્યાં સારવાર દરમ્યાન મોત નોંધાતા બિલખા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કેશોદ રાધેશ્યામ-2 સોસાયટીમાં રહેતા લાખાભાઈ વીરાભાઈ જોરા (ઉ.53)ની દિકરી તન્વીબેન (ઉ.17) વાળી જુનાગઢ ઓમ એજકયુકેશન કોલેજમાં ડીપ્લોમા અભ્યાસ કરતી હોય પરીક્ષા નજીક હોય તેના ટેન્શનમાં પોતાના ઘરે ઉપરના ભાગે પંખા સાથે દોરડુ બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં વંથલીના સુખપુર ગામે રહેતી હીરાબેન રમેશભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉ.50)ને વિચારવાયુ તથા માનસિક બીમારી હોય કોઈપણ કારણોસર ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
