Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…કલ આજ ઓર કલ સરખામણી : ત્રણ પેઢીની !
    લેખ

    તંત્રી લેખ…કલ આજ ઓર કલ સરખામણી : ત્રણ પેઢીની !

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 24, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સમાજમાં ત્રણ પેઢી કાર્યરત છે અને ત્રણેયની કાર્યશૈલી એને ઉદ્દેશ્ય જુદા છે. પ્રથમ પેઢી નવી જનરેશનની છે. જે ૨૫ થી ૩૫ વર્ષની આયુ કેટેગરીમાં આવે છે. બીજી બેઠીમાં ૪૦થી ૬૦ વર્ષની કેટેગરીમાં આવતી મીડલ એજ પેઢી છે અને ત્રીજી પેઢી સીનીયર સીટીઝનથી માંડી સુપર સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષથી માંડી ૮૦ વર્ષ અને ૮૦ વર્ષથી ઉપર…! મેં થોડા સમય પહેલાં બે પેઢી વચ્ચેનો તફાવત દર્શાવતો લેખ લખ્યો હતો. જેનો પ્રતિભાવ સારો એવો મળ્યો હતો. આજના લેખમાં ત્રણ જનરેશન અને તેના વિચારો, વ્યવહાર વિશે ચર્ચા કરીશ. શરૂઆત કરીએ સિનિયર સિટીઝનથી. આ એ વડીલો છે જેેમણે જીવનમાં સંઘર્ષોનો વધારો સામનો કર્યો છે. સગવડતાનો અભાવ અને અગવડતાનો અતિરેક આ પેઢીના નસીબમાં મળ્યું હતું. સામાન્ય નોકરી અને અતિ સામાન્ય પગારની વચ્ચે સમાધાનો કરી કરીને આ પેઢી હસતી રહી, પરિસ્થિતિજન્ય આનંદ મેળવતી રહી, વહેંચતી રહી અને પોતાના સંતાનોને ભણાવીને પ્રસંગો પણ કરતી રહી. અતિ સામાન્ય પગાર હોવા છતાં ઋતુ અનુસાર ફળો અને શાકભાજી આ પેઢીની ખાતી રહી અને સંતાનોને પણ ખવડાવતી રહી. કારણ કે એ સમયે ભલે સોંઘવારી હતી પણ પગાર એવા જ મામૂલી હતા ને ! પોઝિટીવ પાસું એ હતું કે ખોટા ખર્ચ હતા નહીં અને સંતોષી જીવન જીવતા હતા. નોકરીયાત વર્ગ હાય, ખેડૂત વર્ગ હો કે વ્યાપારી પર્ગ હોય તમામ હળીમળીને રહેતા હતા. એકબીજાને મદદ અને માર્ગદશર્ન કરતા હતા. ખેડૂતોના ઘરે દૂધ લેવા જાઓ તો જેટલું દૂધ લો તેના પર ઉમેરણ કરતા. શાકભાજીવાળો શાકભાજી વધારે આપતો અને વ્યાપારી પણ એમ જ કરતો. આ પેઢીનો સ્વભાવ એવો હ હતો કે આપવામાં માનતી. ખેડૂતના ખેતરમાં થતા વિવિધ પાક, નોકરીયાતને ત્યાં આપી જતાં. નોકરીયાત વર્ગ પણ ખેડૂત, વ્યાપારી કે અન્ય વગના બાળકોને પોતાને ત્યાં ભણાવતા તો એમની કોઈ ફી લેતા નહીં. મતલબ ફી વગરનું ટ્યુશન ! તકલીફો વચ્ચે, સંયુક્ત કુટુંબમાં રહી પોતાની નવી પેઢીને ભણાવીને તૈયાર કરી આ પેઢી પાસે પ્રમાણમાં તકો વધારે હતી. છતાં પણ ‘વિકાસ્’ નામનું ભૂત પ્રમાણમાં દૂર હતું. વાહન વ્યવહારના ટાંચા માધ્યમો, સંદેશા વ્યવહારના ટેલિફોન અને તાર આવી ગયા હતા. પરંતુ એટલા સરળ ન્હોતા. આ પેઢીને ભણવાની તક મળી એટલે આ કેટેગરીમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને પ્રોફેસરોનો રાફડો ફાટ્યો. હવે ક્યાંક ટેલિફોન, ટીવી, ફિઝ દેખાવા મંંડ્યા હતા. દ્વિચક્રી વાહનોમાં રાજદૂત અને નર્મદા કે વેસ્પા સ્કૂટર જોવા મળશે. કારને મોટર તરીકે સર્વવ્યાપી ઓળખવામાં આવતી એમ્બેસેડર કારનો જમાનો હતો. પછી ફીઆટ કંપનીની પદમીની આવી અને જે થોડો ગમો ધનીક વર્ગ હતો તે મારૂતિ અલ્ટો કારમાં ફરવા માંડ્યો. છતાં પણ સમાજના આર્થિક રીતે સુખી કે આર્થિક રીતે થોડા નબળો વર્ગ એવા કોઈ ફાંટા ન્હોતા. તમામ વર્ગ એકબીજાના પ્રસંગમાં જઈ ઉભો રહેતો અને સુખથી સંપીને હેતો. આ સંપની ભાવના તેમને કુટુંબમાંથી જ મળી રહેતી. પરસ્પર લાગણી, હૂંફ, સુખ-દુઃખમાં સાથ આપવાની ભાવના સમાજમાં પણ જળવાઈ રહેતી. આ પેઢી એટલે બીજી પેઢી. આ પેઢી થોડી સમૃદ્‌ઘ થઈ એટલે શહેરમાં વસી. શહેરીકરણની સાથે શહેરની આદતો પણ ધીમે ધીમે અપ્રત્યક્ષરૂપે આ પેઢીમાં આવવા લાગી. આ પેઢી એવી છે કે જેણે અભાવ પણ જોયો અને તમામ સગવડ પણ જોઈ. અને પછી સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ તરફની દિશા પણ જોઈ. વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધા આવવા માંડી અને પરિણામે ઈર્ષ્યા, અદેખાઈ અને સ્વાર્થ વૃત્તિએ ધીમે પગલે પ્રવેશ કર્યો. પોતાના સંતાનો માટે વધારે સગવડ, તક અને શિક્ષણના માધ્યમો મળ્યા અને પછીની નવી પેઢીએ નવા દ્વાર ખોલ્યા. આ નવી જનરેશન ! કોમ્પ્યુટર, સોફટવેર, એન્જિનિયર, એમબીએ, આઈટી ક્ષેત્રમાં નવી પેઢીઓ ઝડપભેર સફળતા હાંસલ કરી અને પોતાના બાપ-દાદા કરતા ઓછા સમયમાં આર્થિક સધ્ધરતા કેળવી. આ નવી પેઢીએ બહાર રહી શિક્ષણ મેળવ્યું. એક તો વિભક્ત કુટુંબ અને હોસ્ટેલના વર્ષો. એકતા, સંપ, હૂંફથી આ પેઢી દૂર રહી ગઈ. સ્પર્ધાનો કાતિલ સમય એટલે સ્વાર્થવૃત્તિ પણ તેમનામાં હાવિ થતી ગઈ !

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    લેખ

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026
    લેખ

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026
    લેખ

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    લેખ

    તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી

    April 21, 2026
    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.