Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી
    • Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે
    • Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા
    • Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત
    • Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ
    • સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court
    • મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court
    રાષ્ટ્રીય

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટે જણાવ્યું કે, પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી બનેલા સંબંધ તૂટ્યા પછી તેને અપરાધ ગણી શકાય નહીં

    New Delhi તા.૩૦

    બ્રેકઅપ બાદ દુષ્કર્મોના આરોપો પર Supreme Court એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો બનાવનારાઓનો ક્યારેય એવો ઈરાદો નહોતો કે પરસ્પર પ્રેમ અને સંમતિથી બનેલા સંબંધમાં પુખ્ત વયના લોકો વચ્ચે થયેલા યૌન સંબંધોને માત્ર સંબંધ તૂટ્યા પછી અપરાધ બનાવી દેવામાં આવે. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે લગ્નના જૂઠા વાયદા કરીને દુષ્કર્મ કરવાના આરોપ સાથે જોડાયેલા એક કેસમાં આરોપીને આરોપોમાંથી મુક્ત કરતાં આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરના વર્ષોમાં સામે આવેલા એક એવા ચિંતાજનક ટ્રેન્ડ પર ધ્યાન દોર્યું, જેમાં પરસ્પર સંમતિથી બનેલા સંબંધના અંત આવ્યા પછી જૂના સંબંધોની ફરીથી તપાસ કરવામાં આવે છે, જેથી પછીથી તેને યૌન હિંસા અથવા યૌન ઉત્પીડન તરીકે રજૂ કરી શકાય. કોર્ટે કહ્યું કે, શરૂઆતથી જ છલ અને જૂઠાણાના આધારે સંમતિ મેળવવાની સ્થિતિ અલગ છે. પરંતુ સંબંધ પૂરો થયા પછી પહેલાં બનાવેલા યૌન સંબંધોને લઈને પસ્તાવો થવો અલગ બાબત છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે સંબંધ પાછળથી ખતમ થઈ જવાના કારણે પહેલાં સંમતિથી બનેલા સંબંધોને અપરાધ ન ગણી શકાય. આમ કરવાથી કોઈ વ્યક્તિની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.

    અદાલતે કહ્યું કે આ પ્રકારનો દૃષ્ટિકોણ પુરુષોને પોતાના નિર્ણયો લેવાના અધિકારથી સંપૂર્ણપણે વંચિત કરી દે છે. જો કોઈ વ્યક્તિને એવો ડર હોય કે સંબંધ ખતમ કર્યા પછી તેના પર દુષ્કર્મનો આરોપ લગાવી શકાય છે, તો તે માત્ર આ જ ભયના કારણે સંબંધમાં બંધાયેલો રહી શકે છે. બેન્ચે સવાલ કર્યો કે શું પુરુષોને બ્રેકઅપનો અધિકાર નથી? શું તેના બ્રેકઅપના આ નિર્ણયને છલ અથવા ધોકાધડી કહી શકાય? અદાલતે સ્પષ્ટ કર્યું કે એવું ન કહી શકાય.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પરસ્પર સંમતિથી બનેલો સંબંધ કાયમ છે, તે દરમિયાન બનેલા યૌન સંબંધોને માત્ર એટલા માટે પાછલી તારીખથી દુષ્કર્મ ન કહી શકાય, કારણ કે પાછળથી સંબંધ બગડી ગયો અને સમાપ્ત થઈ ગયો. બેન્ચે કહ્યું કે અમે વારંવાર એવા કેસો જોયા છે, જેમાં નિષ્ફળ સંબંધોને અપરાધિક કેસમાં બદલી દેવામાં આવે છે. દુષ્કર્મ એક ગંભીર અપરાધ છે અને તેનો ઉપયોગ વાસ્તવિક યૌન હિંસા, બળજબરી અથવા સંમતિ સાથેના છલ-કપટ સાથે જોડાયેલા મામલાઓમાં થવો જોઈએ. દરેક તૂટેલા સંમતિ-આધારિત સંબંધને દુષ્કર્મના આરોપમાં બદલવાથી આ ગંભીર અપરાધની પ્રકૃતિ અને તેનું મહત્ત્વ નબળું પડે છે.

    જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે દુષ્કર્મ મહિલાઓની શારીરિક સ્વાયત્તતા અને ગરિમા પર ગંભીર હુમલો છે. અદાલતે સ્વીકાર્યું કે દુષ્કર્મના કેસ આજે પણ મોટી સંખ્યામાં નોંધાઈ શકતા નથી. ઘણી પીડિતાઓ પોતાની અને પોતાના પરિવારની પ્રતિષ્ઠાના કારણે ચૂપ રહેવાનું બેટર સમજે છે. એટલા માટે, જ્યાં તથ્યોથી યૌન હિંસા અને હુમલાનો સ્પષ્ટ સંકેત મળે છે, ત્યાં વાસ્તવિક મામલાઓની ગંભીરતાથી તપાસ અને કેસ ચલાવવો જોઈએ.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    Next Article Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026
    અન્ય રાજ્યો

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026
    ગુજરાત

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    રાષ્ટ્રીય

    RSS નેતા સહિત પિતા-પુત્ર અને ભાઈની જાહેરમાં ગોળી મારી હત્યા

    October 30, 2026
    અન્ય રાજ્યો

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026
    અન્ય રાજ્યો

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:11
    Categories
    Latest News

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026

    Morbiમાં SMC ટીમ ત્રાટકી, ૧૦.૪૧ લાખના દારૂ સહીત ૩૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત

    October 30, 2026

    Morbiની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ

    October 30, 2026
    Search
    Main News

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.