Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ
    ગુજરાત

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026Updated:November 2, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિને કારણે બનાસકાંઠાની તસવીર અને તકદીર બદલી નાખી છે

    Banaskantha, તા.૩૦

    PM Modi બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા આજે તેઓ બનાસકાંઠાના ભીલડા પહોંચ્યા છે. ભીલડીમાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલક બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જે બાદ વડાપ્રધાને જંગી જનસભાને સંબોધિત કરી હતી. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાટલા મંચ પરથી ખાટલા બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી જેમા ખાસ તો તેમણે આજની પરિસ્થિતિને જોતા વીજળી અને પાણી બચાવવા પર ભાર મુક્યો હતો.

    PM Modiએ બનાસકાંઠાના ભીલડીમાં આયોજિત ખાટલા સભા દરમિયાન મંચ પરથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી. વડાપ્રધાને કહ્યુ અહીં જે મોટી ઉંમરના લોકો છે તેમને મારી ૨૫ વર્ષ પહેલાની વાચ આજે પણ યાદ હશે. જ્યારે હું અહીં આવતો ત્યારે વીજળી અને પાણીની કેટલી સમસ્યા હતી. હું ત્યારે પણ કહેતો હતો કે આપણે વીજળી પાણી બચાવવા પડશે. ત્યારે ખેડૂતો મારી વિરુદ્ધ આંદોલન કરતા હતા કે મોદી કોણ હોય છે આપણને વીજળી પાણી બચાવવાનું કહેવાવાળો.. હું તમારી સાથે લડતો રહ્યો. અંતે આપે મારી વાત માની અને આજે જુઓ.. આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આજે એ જૂની સમસ્યાઓ માત્ર યાદોમાં રહી ગઈ છે. હું આજે ફરી એ જ વાત કહીશ કે પાણી બચાવવાનું છે, સાથોસાથ વીજળી પણ બચાવવાની છે.

    નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિને કારણે બનાસકાંઠાની તસવીર અને તકદીર બદલી નાખી છે. આજે બનાસકાંઠાના બટાટા વિશ્વપ્રસિદ્ધ છે. હવે કોઈ બનાસકાંઠાના લોકોને નહીં કહે કે હું બટાટામાંથી સોનું બનાવી દઈશે, એ કહેશે આ તો અમે પહેલેથી કરીએ છીએ. અહીં બનાસ ડેરી જેવી સહકારિતાની બ્રાંડ કાશી સહિત દેશના અન્ય હિસ્સામાં પણ સહકારિતાના આંદોલનને વિસ્તાર આપી રહી છે.

    વડાપ્રધાન મોદીએ કહ્યુ કે હું બનાસ ડેરીનો વિશેષ રીતે આભારી છુ, કારણ કે મારી કાશીમાં પણ આપના પાસેથી મેળવેલા અનુભવોનો લાભ મળી રહ્યો છે. હવે તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવનારા આલુ પ્લાન્ટની ક્ષમતા પણ વધારવામાં આવી છે. તેનાથી બટાટાની વધુ ખરીદી શક્ય બનશે. ફળ અને શાકભાજીની ખેતી કરવારા ખેડૂતો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે ૧૨ ક્લસ્ટર સ્વીકૃત કરવામાં આવ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આજે દેશનો દરેક ખેડૂત, દરેક યુવાન અને દરેક બહેન-દીકરી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છે. પરંતુ દુર્ભાગ્યે કેટલાક લોકોને આ ગમતું નથી. એવા લોકો છે, જેઓ દેશને મુશ્કેલીમાં જોવા માગે છે. દેશ પર મુશ્કેલી આવે ત્યારે તેમને આનંદ થાય છે. તેનું તાજું ઉદાહરણ ઈરાન અને ખાડી દેશોની આસપાસ ચાલી રહેલું યુદ્ધ છે. જ્યારે ભારત એકજૂથ થઈને આ પરિસ્થિતિનો સામનો કરવામાં લાગેલું છે, ત્યારે આ લોકો અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છે. ખેડૂતોને ખાતર નહીં મળે તેવી અફવાઓ ફેલાવવામાં આવી. ખાતરની અછત થશે તેવો ડર બતાવીને કતારો લગાવવામાં આવી અને કૃત્રિમ રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

    બહેનોને પણ ડરાવવામાં આવી કે હવે ગેસ નહીં મળે, તો રસોઈ કેવી રીતે બનાવશો અને બાળકો શાળાએ કેવી રીતે જશે? આ લોકોનો ઇરાદો દેશમાં અફરાતફરી ફેલાવવાનો હતો, જેથી મોદીને બદનામ કરી શકાય.

    હું દેશના ખેડૂત ભાઈઓ અને બહેનોને યાદ અપાવવા માગું છું કે મેં કહ્યું હતું કે મોદી તમારી સાથે મજબૂતીથી ઊભો રહેશે. તમે જુઓ કે યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે, પરંતુ મોદીએ ખેડૂતો માટે ખાતરની અછત થવા દીધી નથી. આ યુદ્ધના કારણે દુનિયામાં ફર્ટિલાઇઝરની કિંમતો ઘણી વધી ગઈ છે. ખાતર બનાવવા માટે જરૂરી કેમિકલની કિંમતો પણ વધી છે. તેમ છતાં તેનો બોજ સરકારે ખેડૂતો પર પડવા દીધો નથી.

    આજે દુનિયામાં યુરિયાની એક થેલીની કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે ભારતના ખેડૂતોને એ જ થેલી ૩૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહી છે.

    ડીએપી ખાતરની કિંમત પણ દુનિયામાં ૩,૦૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે, પરંતુ ભારતના ખેડૂતોને એ જ થેલી ૧,૩૫૦ રૂપિયામાં મળી રહી છે. દેશ ખેડૂતોને આ મદદ એટલા માટે કરી રહ્યો છે, જેથી આપણો ખેડૂત સશક્ત બને અને તેનું જીવન વધુ સારું બને.

    PM Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBanaskanthaથી વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી
    Next Article મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026
    રાષ્ટ્રીય

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026
    રાષ્ટ્રીય

    ભારતને વિકસિત થવા માટે ૨૦૪૭ ની સમયમર્યાદાની રાહ જોવાની જરૂર નથી, Pm Modi

    November 13, 2026
    સુરત

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,291
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,438
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,284
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 02:50
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.