Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું
    • Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ
    • ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી
    • Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    • Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
    • Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ
    • Gondalની યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકના મોત મામલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાની તંત્ર સમક્ષ અરજી
    • સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે Rajkotમાં સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જિલ્લાના શાળા સંચાલકોનું મહાસંમેલન યોજાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કાલાવડ, જામજોધપુર અને જામનગરમાં વરલી મટકા તથા તીનપત્તીના જુગાર પર પોલીસની કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦ઃ

    Jamnagar જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર સામે કાર્યવાહી કરવામાં ૦આવી હતી, જ્યારે જામનગર શહેરમાં તીનપત્તીના જુગારના બે અખાડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચારેય કાર્યવાહીમાં કુલ સાત શખ્સ ઝડપાયા હતા, જ્યારે બે શખ્સ ફરાર હોવાથી તેમને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. ૨,૭૧,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    કાલાવડ બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર વરલી મટકાના આંકડા લખીને પૈસાની હારજીતનો જુગાર રમતા ઇબ્રાહીમભાઈ ઉર્ફે હીપ્પી ઇસ્માઇલભાઈ કુરેશી (મતવા) (ઉં.વ. ૬૫, રહે. શીતળા કોલોની, કાલાવડ)ને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી, પેન અને રોકડા રૂ. ૧૧૦ મળી આવ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

    જામજોધપુરમાં ગૌશાળા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખીને જુગાર રમતા ભરતભાઈ મગનભાઈ ડાભી (કોળી) (ઉં.વ. ૨૮, રહે. ઘાસ ગોડાઉન પાસે, જામજોધપુર)ને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી આંકડા લખેલો કાગળ, બોલપેન અને રોકડા રૂ. ૨૪૦ કબજે કરવામાં આવ્યા હતા.

    બીજા બનાવમાં જામજોધપુરમાં ચણાના ઓટા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા અલ્લારખા ફકરૂદીનભાઈ મન્સૂરી (ઉં.વ. ૫૦, રહે. ચકલાચોક પાસે, જામજોધપુર)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી આંકડા લખેલો કાગળ, બોલપેન અને રોકડા રૂ. ૨૧૦ મળી આવ્યા હતા.

    જામનગરના વાયુનગર, શેરી નંબર પાંચના ચોકમાં ગંજીપત્તાં વડે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કાનાભાઈ રામાભાઈ અપારનાથી, કમલેશભાઈ કાયાભાઈ કારિયા, લખમણભાઈ મેરગભાઈ ચાવડા, વિરમભાઈ ભારાભાઈ મંદોરા, આલાભાઈ હદાભાઈ કંડોરિયા અને માલદેભાઈ વેરશીભાઈ રૂડાચને ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨૦,૫૦૦, ગંજીપત્તાંનાં ૫૨ પાનાં અને ત્રણ મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧,૭૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    જામનગરમાં મયૂર એવન્યુ પાસે આહીર કન્યા છાત્રાલય સામે બાવળની ઝાડીઓમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મહિપતસિંહ જોરુભા રાઠોડ, નીતિનભાઈ ધનજીભાઈ ચાવડા અને મહાવીરસિંહ ચંદુભા રાઠોડને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અજય દિનેશભાઈ સિહોરા અને અનિલ મનસુખભાઈ સિહોરા ફરાર થઈ ગયા હતા.

    પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૦,૪૦૦, એક એક્સેસ મોટરસાઇકલ અને ગંજીપત્તાંનાં ૫૨ પાનાં સહિત કુલ રૂ. ૫૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આમ, ચારેય દરોડામાં પોલીસે કુલ રૂ. ૨,૭૧,૬૧૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા
    Next Article Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

    October 29, 2026
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન

    October 29, 2026
    જામનગર

    Jamnagar: ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ! પોલીસે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

    October 28, 2026
    જામનગર

    Jamnagar: ઘરે રમવા આવતી ૧૩ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 21:26
    Categories
    Latest News

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો

    October 30, 2026

    Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

    October 30, 2026

    Planet Jupiter નો સિંહ રાશિમા પ્રવેશ ૧૨ રાશિ નું ફળ

    October 30, 2026
    Search
    Main News

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026

    સંમતિથી બંધાયેલા યૌન સંબંધ દુષ્કર્મ ન ગણાય : Supreme Court

    October 30, 2026

    મોદીજી ત્રણ વખત PM બન્યા અને ચોથી વખત પણ બનશે

    October 30, 2026

    PM Modiએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ

    October 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ગંજીવાડાના યુવકનો એસિડ પી ગટગટાવ્યું

    October 30, 2026

    Rajkot: બારવણ ગામે માસૂમને હવસનો શિકાર બનાવનાર હેવાનને કુદરતી મૃત્યુ સુધી કેદ

    October 30, 2026

    ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેની સભામાં Sardar Patel ’હૈદરાબાદ’ને જૂનાગઢમાંથી બોધપાઠ લેવા સલાહ આપેલી

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.