Morbi, તા.22
મોરબીના વૃદ્ધની હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામે ઓળખાતી સીમમાં વાડીની ઓરડીમાંથી 1 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઇ હોવાની વૃદ્ધને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે.
રવાપર રોડ ઉપર આવેલ મારુતિનગર વિદ્યુતનગરની બાજુમાં રહેતા લાલજીભાઈ અણદાભાઇ સિણોજીયા (60)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.
કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામની ઓળખાતી સીમમાં તેઓની તેઓની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીમાં અજાણ્ય શખ્સ દ્વારા પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલ સબમર્સીબલ મોટરનો કેબલ કોપર વાયર આશરે 1600 ફૂટ જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

