Junagadh તા.16
જૂનાગઢની એક યુવતીએ ઇવનગર રહેતા ભરત કચરાભાઇ ચાવડા વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી બાદ આ વકીલે યુવતી વિરુધ્ધ સી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હની ટ્રેપમાં ફસાવી રૂા. 30 હજાર બાદ વધુ 5 લાખની માંગણી કર્યાનું જણાવાયું છે.
આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના જણાવ્યા મુજબ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતી યુવતી દ્વારા વકીલ ભરત કચરાભાઇ ચાવડા દ્વારા અવાર-નવાર તેણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યાનું બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલ. યુવતીના જણાવ્યા મુજબ અગાઉ અમદાવાદ ખાતે સામુહિક દુષ્કર્મ અને મર્યાદા અંગેની ફરિયાદ દાખલ થઇ હતી.
આ કેસમાં મદદના બહાને વકીલ ભરત કચરાભાઇ ચાવડાના સંપર્કમાં આવેલ. આ કેસમાં મદદ કરવાના બહાને તેણીસાથે વાતચીત થતી હતી. રાત્રીના સમયે અમદાવાદ પણ જતાં હતા બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. બાદ બંને જુનાગઢની અલગ-અલગ હોટલમાં જતા હતા. બંને વચ્ચે શારિરીક સંબંધ પણ બંધાયા હતા. બ્લેક મેલીંગ અને ધમકીથી કંટાળી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ડીવાયએસપી ધાંધલ્યાના જણાવ્યા મુજબ વકીલ ભરત ચાવડા દ્વારા પણ સી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી સાથે 2021 થી એપ્રિલ-2026 સુધી પ્રેમ સંબંધ હતો પરંતુ માનસિક ત્રાસ આપી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂા. 30 હજાર બળ જબરીથી કઢાવી રૂા.5 લાખની યુવતીએ માંગણી કરી હતી
પૈસા નહીં આપે તો ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે બંનેની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે. યુવતીએ બે આઇફોન લેવા પૈસા માંગ્યાનું જણાવી પૈસા નહીં આપે તો ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.
