New Delhi,તા.02
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ભડકતા ક્રુડતેલના ભાવમાં ફરી વધારો થવા લાગ્યો છે અને તે 100 ડોલરની સપાટી કુદાવે તો ભારત માટે નવી ચિંતા સર્જાઈ શકે છે.ખાસ કરીને ઓઈલ માર્કેટીંગ કંપનીમાં હાલ નહીવત નફાથી પેટ્રોલ-ડીઝલ વેચી રહી છે અને 85-90 ડોલર સુધીના ભાવ રહે તો કંપનીઓ પડતર કિંમતે તે પેટ્રોલ ડીઝલ વેચી શકે છે પણ ભાવ 90 ડોલરને ક્રોસ થાય એટલે અન્ડર રિકવરી શરુ થઈ જશે.
હાલ ક્રુડતેલ 97 ડોલર છે તથા તે 100 ડોલરની સપાટી કુદાવે તેવી ચિંતા છે. હાલ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રાખી રહી છે અને તેમાં 90 ડોલરથી વધુ ભાવ કેટલો લાંબો સમય રહે તેના પર નિર્ણય લેશે.હવે તહેવારો શરુ થયા છે તથા સરકારે સીએનજી તો તમામ માર્કેટીંગ કંપનીઓને સીએનજીમાં આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ વધારો કરવા છુટ આપી છે તથા એલપીજીમાં સરકાર કોમર્શિયલ ગેસના ભાવ વધારી રહી છે.
ઘરેલુ વપરાશમાં પીએનજીના ભાવ પણ પ્રથમ વખત વધ્યા છે. આમ ગેસ ભાવ તો સરકારે વધારવા છુટ આપી છે. ફકત ઘરેલુ વપરાશના 14.5 કિલોના સીલીન્ડર જ સ્થિર ભાવે વેચાઈ રહ્યા છે તો પેટ્રોલ-ડિઝલમાં મે માસમાં રૂા.7.50 પ્રતિ લીટર વધારી જ દીધા હતા.હવે બજારની પરીસ્થિતિ પર નજર છે. ભારતને ક્રુડતેલ હવે વધુ દુરથી લાવવું પડે છે તેથી શીપીંગ ખર્ચ તથા વોર-રીસ્ક પ્રિમીયમ વધી ગયા છે. તેથી હાલ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દબાણમાં છે.

