Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 26 મેનું પંચાંગ
    • 26 મેનું રાશિફળ
    • Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો
    • Jasdan: વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
    • Rajkot અગાસી પર દારૂની મહેફિલ માણતા બે વેપારી સહીત ચાર ઝડપાયા
    • Rajkot કુખ્યાત લખન સહિતે છરીની અણીએ યુવકને લૂંટી લીધો
    • Rajkot કોમ્બિંગ નાઈટમાં 11 શખ્સો ડમડમ હાલતમાં અને છ છરી સાથે ઝડપાયા
    • Rajkot માલધારી ફાટક પાસેથી ચોરાઉ વાહન સાથે અરમાન સોઢા ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»લાઈવ ઇવેન્ટમાં દીકરાની આ વાત પર રડી પડ્યા David Dhawan
    મનોરંજન

    લાઈવ ઇવેન્ટમાં દીકરાની આ વાત પર રડી પડ્યા David Dhawan

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.25

    બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવન પોતાની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. સ્ટેજ પર પોતાના પુત્ર વરુણ ધવન વિશે વાત કરતી વખતે પિતા ડેવિડ ધવન પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને તેમની આંખો નમ થઈ ગઈ હતી.વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ પહેલા તે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે મેજર હોશિયાર સિંહ દહિયાનું શાનદાર પાત્ર ભજવ્યું હતું. આ બ્લોકબસ્ટર ફિલ્મે વિશ્વભરમાં ₹450 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, ત્યારે હવે ફેન્સ તેની આ આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ ફિલ્મ કેટલો બિઝનેસ કરે એ જોવું રહ્યું.

    દીકરા વરુણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ડેવિડ ધવને જણાવ્યું કે, “દરેક માતા-પિતાને વરુણ જેવો જ દીકરો મળવો જોઈએ. જ્યારે હું હોસ્પિટલમાં દાખલ હતો, ત્યારે પણ તે પોતાનું તમામ કામ છોડીને હોસ્પિટલમાં મારી સાથે જ સૂતો હતો. એક કલાકાર તરીકે પણ તેના પ્રદર્શનમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડાયરેક્ટર તરીકે તમે તેની પાસે જેવી અપેક્ષા રાખશો, તેવું જ શ્રેષ્ઠ પરિણામ તે આપશે. પરંતુ એક પિતા તરીકે હું એટલું જ કહીશ કે ઈશ્વર દરેકને આવો દીકરો આપે.”‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મમાં વરુણ ધવનની સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રાજપાલ યાદવ, જોની લીવર, ચંકી પાંડે અને મનીષ પોલ જેવા દિગ્ગજ કલાકારો પણ કોમેડીનો તડકો લગાવતા નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ ધવન અને વરુણ ધવનની જોડીની આ સાથે ચોથી ફિલ્મ છે. આ પહેલા આ સુપરહિટ પિતા-પુત્રની જોડી ‘મેં તેરા હીરો’, ‘જુડવા 2’ અને ‘કુલી નંબર 1’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે.આ ફિલ્મની વાર્તા એક એવા યુવકની આસપાસ ફરે છે જે પ્રેમમાં વારંવાર નિષ્ફળ જાય છે અને ત્યારબાદ પોતાની કિસ્મત બદલવા માટે તેને અણધારી મદદ મળે છે. રસપ્રદ વાત એ છે કે, વરુણ ધવન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળવાનો છે. જેમાં એક તરફ તેનો માસૂમ ‘બોય-નેક્સ્ટ-ડોર’ લુક હશે, તો બીજી તરફ તે વધુ મેચ્યોર અવતારમાં જોવા મળશે.

    David Dhawan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Akshay Kumar સાઈફાઈ એલિયન થ્રીલર ફિલ્મ સમુકમાં

    May 25, 2026
    મનોરંજન

    Salman Khan વરુણ ધવનને સ્ટેજ પર લપેટ્યો! ડેવિડ ધવન પણ હસી પડ્યા

    May 25, 2026
    ખેલ જગત

    Ram Charan જસપ્રીત બુમરાહથી માફી માંગી! ઉત્સાહમાં ને ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી

    May 25, 2026
    મનોરંજન

    ઉંમરમાં માત્ર 1 વર્ષનો તફાવત, છતાં Mouni Roy બની વરુણની ‘મા’

    May 25, 2026
    મનોરંજન

    લંડનના પોશ વિસ્તારમાં Sonam Kapoor and Anand Ahuja સામે વિરોધ

    May 25, 2026
    મનોરંજન

    Aishwarya’s royal blue gown સામે Alia Bhatt નો પિંક લુક ફીકો પડ્યો?

    May 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026

    Jasdan: વિંછીયાના માત્રા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

    May 25, 2026

    Rajkot અગાસી પર દારૂની મહેફિલ માણતા બે વેપારી સહીત ચાર ઝડપાયા

    May 25, 2026

    Rajkot કુખ્યાત લખન સહિતે છરીની અણીએ યુવકને લૂંટી લીધો

    May 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    26 મેનું પંચાંગ

    May 25, 2026

    26 મેનું રાશિફળ

    May 25, 2026

    Upleta ચીખલીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે દરોડો પાડયો

    May 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.