Keshod, તા.3
કેશોદ માંથી દિલ્હી પોલીસ દ્વારા સાયબર ફોડમાં બે આરોપી ને ઝડપી પાડી તેના ઘરની ઝડતી લેતાં આરોપી ના ઘરેથી રોકડ તથા સોના દાગીના મળી આવતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી અને આ બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કેશોદમાં દિલ્હી પોલીસ બે સુધી રોકાઈને સાઈબર ફોડે ના બે આરોપી ને ઘરે પહોંચી હતી અને આરોપી ના ઘરની ઝડતી લેતાં આરોપીના ઘરેથી પોલીસ ને બાવીસ લાખ રોકડા તથા 42 તોલા સોનું પણ ઝડપી પાડી તેની પોલીસે અટકાયત કરી છે.
ટેકનીકલ સવેલનસ અને મોબાઇલ લોકેશનને આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં ટ્રાન્સફર વોરંટથી પોલીસ કબજો સંભાળી આ બાબતે વધુ તપાસ દિલ્હી પોલીસ દ્વારા કરાશે તેમ જાણવા મળ્યું છે.

