Sri Lanka ,તા.6
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સાથે શ્રીલંકા પહોંચ્યા છે. કોલંબોના ગંગારામાયા મંદિરમાં 11 ફેબ્રુઆરી સુધી આ પવિત્ર અવશેષોનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાશે. શ્રીલંકામાં ભારતીય પ્રતિનિધિમંડળનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ સંઘવી કાલ સુધી શ્રીલંકાના પ્રવાસે રહેશે.
હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક ઉચ્ચ સ્તરીય ભારતીય ડેલિગેશન સાથે શ્રીલંકા પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને પ્રદર્શન માટે શ્રીલંકા લાવવાનો છે.
આ મુલાકાત દરમિયાન શ્રીલંકાની સંસદમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને મજબૂત કરવાના ભાગરૂપે આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ભારતીય પ્રતિનિધિમંડળના નેતૃત્વ હેઠળ ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોને શ્રીલંકાની જનતાના દર્શન માટે લાવવામાં આવ્યા છે.
ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોના પ્રસિદ્ધ ગંગારામાયા મંદિરમાં યોજવામાં આવ્યું છે. આ એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન છે, જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. બૌદ્ધ ધર્મમાં આ અવશેષોનું અત્યંત મહત્વ છે, અને આ પ્રદર્શનથી બંને દેશોના આધ્યાત્મિક જોડાણને નવું બળ મળશે.
હર્ષ સંઘવીભાઈ 7 ફેબ્રુઆરી સુધી શ્રીલંકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ વિવિધ ધાર્મિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં હાજરી આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ડેલિગેશન આ પવિત્ર અવશેષોની સુરક્ષા અને પ્રદર્શનની વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ ભારત અને શ્રીલંકાના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવું સોપાન ઉમેરશે.

