Junagadh તા.25
હાલ ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ અમેરીકાના યુધ્ધના કારણે ભારત સહિત અસંખ્ય દેશોમાં ગેસ ડીઝલ પેટ્રોલ ક્રુડની તંગી હોય તે રીતે જુનાગઢ જીલ્લામાં પણ લોકો અધીરા બની રાત દિવસ પેટ્રોલ પંપ ઉપર કતારો લગાવી રહ્યા છે.
ચોતરફ અફવાઓએ જોર પકડતા ઈંધણ ભરવા સોમવારથી જ પડાપડી કરી રહ્યા છે. એક જ દિવસમાં 1 લાખ લીટર જેટલુ ઈંધણ ભરાવી લેતા સ્ટોક પડયો હતો. ગઈકાલે જાતે કલેકટર અનીલ રાણાવસીયાએ પેટ્રોલ પંપોની મુલાકાત લીધી હતી. સાથે જુનાગઢ અને જીલ્લાના મામલતદારોને તાકીદ કરી મોનીટરીંગ કરવાની કડક સઘન સૂચના આપી હતી.
પેટ્રોલ ડીઝલનો જથ્થો પુરતો છે. અફવાથી દોરાવવા અને ભીડ ન કરવા જણાવ્યું છે. ગઈકાલે સાંજે 8.20 લાખ લીટર પેટ્રોલ 11.71 લાખ લીટર ડીઝલનો જથ્થો હોવાનું કલેકટરે જણાવ્યું હતું. અમુક પેટ્રોલ પંપના સંચાલકોએ ઓનલાઈન પેમેન્ટ બંધ કરી દીધુ છે અમુક પેટ્રોલ પંપોમાં 150-180 220-260નું પેટ્રોલ પુરવું હોય તો ફરજીયાત 100-200-300 કે 500નું પુરાશે તેવો મનઘડત નિર્ણય કર્યો છે. પેટ્રોલ 200થી 500ની જ લીમીટ કરવામાં આવી છે.

