પુત્રવધુના રૂમમાં જઈ સસરાએ હાથ પકડી, પ્રાયવેટ પાર્ટ પર સ્પર્શ કરી હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી
તાબે નહિ થનાર પુત્રવધુને હું તબીબ છું, મારી કંઈ બગાડી શકીશ નહિ, સામે તને બદનામ કરી દેશું કહી ધમકી આપી
Rajkot.તા.18
શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં રહેતી વિધવા પુત્રવધુ પર તબીબ સસરાએ નજર બગાડ્યાનો બનાવ સામે આવ્યો છે. રૂમમાં ઉંઘી રહેલી પુત્રવધુનો હાથ પકડી, પ્રાયવેટ પાર્ટ પર સ્પર્શ કરવાની કોશિશ મામલે અંતે મહિલાએ યુનિવર્સીટી પોલીસ મથકમાં નિર્લજ્જ હુમલા સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મામલામાં નાણાવટી ચોક વિસ્તારમાં 6 વર્ષીય પુત્ર સાથે રહેતી 38 વર્ષીય વિધવાએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તબીબ સસરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ, 2023માં તેમના પતિનું લીવર ફેલિયોરના કારણે અવસાન થયું હતું. સાસુ-સસરા બંને તબીબ છે. સસરા કોઠારીયા વિસ્તારમાં હાલ મેડિકલ સ્ટોરની દેખરેખ રાખે છે જયારે સાસુ, જેઠ, જેઠાણી તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે. વધુમાં વિધવાએ જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૯-૦૫-૨૦૨૪ ના હું તથા મારો દીકરો તથા મારા સાસુ સસરા ચિત્રકૂટ મુકામે ફરવા ગયેલા હોય તે સમયે ત્યા એક જ રૂમ રાખેલ હોય હું રાત્રીના સમયે થાકીને મારા સગીર પુત્ર સાથે સુઇ ગયેલ હતી. દરમિયાન મારી જાણ બહાર અમારી સાથે મારા સાસુની જગ્યાએ મારા સસરા બાજુમાં સુઇ ગયેલ હતા. મારા સાસુને ઉંઘની તકલીફ હોય જેથી તે ઉંઘની દવા લઈને અલગ ગાદલામાં નીચે સુતેલા હતા. હું ઉંઘમાં હતી દરમિયાન સસરાએ ગાલ, પેટ તથા પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગેલ હતા જેથી હું અચાનક ડરીને જાગી ગયેલ હતી અને સસરાને કહ્યું હતું કે, પપ્પા તમે આ શુ કરો છો તેમ કહીને મારી સાસુને જગાડવા જતા મને મારા સસરાએ કહેલ કે તુ જગાડીશ નહી બાકી જોવા જેવી થશે. જેથી હું ડરી જઈને આખી રાત એક ખુણામા બેસી રહેલ હતી તથા સવારે મારી સાસુને વાત કરેલ કરતા તેણે કહ્યું હતું કે, મને તારા સસરાએ વાત કરેલ છે તેણે કઇ કરેલ નથી, તેના શરીરમા સાગર આવેલ જેથી તેમને કાંઇ કરેલ નથી તથા કોઈને કહીશ નહી અન્યથા તને ઘર ચલાવવા માટે પૈસા નહી આપીએ તેવુ જણાવ્યું હતું. . રાતના સાડા ત્રણ વાગ્યા આજુબાજુ મારા સસરાએ મારા રૂમનો દરવાજો ખખડાવેલ જેથી મે દરવાજો ખોલતા સસરા રૂમમા આવી ગયેલ હતા અને કહેતા હતા કે, જગ્યા બદલતા ઊંઘ આવતી નથી, હું અહીં રૂમમાં સુઈ જાવ છું તેમ કહી મારો હાથ પકડી લીધો હતો તથા મારા પ્રાઇવેટ પાર્ટને અડવાની કોશીષ કરવા લાગેલ હતા. બાદમાં મારી સાથે જબરજસ્તી કરવા લાગેલ હતા. જેથી મે તેને ધક્કો મારીને બાજુના રૂમમા સુતેલા મારા બેન-બનેવી ને ઉઠાડેલ હતા.
બદનામી ના ડરના કારણે મે તેમને સાચુ કહેલ નહી તથા એમ જણાવેલ કે મને ઉંઘ આવતી નથી જેથી અમે બધા સવાર સુધી જાગતા રહ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે સાંજે મે મારા બેન-બનેવી તથા મારા માતા-પિતાને વાત કરી હતી કે, સસરા આ પ્રકારનું કૃત્ય આંચરે છે ત્યારે સસરાએ ધમકી આપી હતી કે, અમે ડોક્ટર છીએ, અમારી પહોંચ ઊંચી છે, તુ અમારું કશું કરી શકીશ નહી. તને સામે બદનામ કરી દેશુ તેમ કહીને ધમકી આપતા હોય અંતે વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.