Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત
    • ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા
    • Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
    • Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો
    • Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા
    • Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા
    • Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો
    • Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Mundra ની Adani Public School ની ૨૫ વર્ષની સફરની ડૉ. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી
    સૌરાષ્ટ્ર

    Mundra ની Adani Public School ની ૨૫ વર્ષની સફરની ડૉ. પ્રીતિ અદાણીએ રંગદર્શી ઉજવણી કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mundra,તા.02

    મુન્દ્રા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ (એપીએસ) એ યુવા માનસના ઘડતરના ૨૫ વર્ષ પૂર્ણ કર્યાના રજત જયંતિ ઉત્સવની તેહદીલથી કરેલી ભાવનાત્મક ઉજવણીમાં વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણને ગૌરવ અને ચિંતનની આ સહિયારી ક્ષણમાં શામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના સર્વાંગી વિકાસ પરના ધ્યાનની મજબૂત ગવાહી રુપે કચ્છમાં બેડમિન્ટન, પિકબોલ અને ટેબલ ટેનિસ માટે સુવિધાઓ ધરાવતા એક ઇન્ડોર રમત ગમત સંકૂલ અને ૫૫૮ બેઠકોની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ઓડિટોરિયમ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચ્છમાં આ પ્રકારનું સંકૂલ સૌથી મોટું છે.

    ગ્રામ્ય વિસ્તારોમાં વસતા બાળકોના શૈક્ષિણક અને શારીરિક ગણતર અને ઘડતર માટે એક ગુણવત્તાસભર આધુનિક સાધન સગવડથી સજ્જ શાળાના નિર્માણની ૨૦૦૧માં પરિકલ્પના કરનાર અદાણી સમૂહના અદાણી ફાઉન્ડેશનની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખના અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણીના વડપણ હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. અલબત્ત, આ પ્રકલ્પ અગાઉથી કાર્યરત હતો, પરંતુ ગુજરાત અને ખાસ કરીને કચ્છના ભૂકંપ બાદ તેને ટોચની પ્રાથમિકતા માનીને તેના અમલીકરણને વેગ આપ્યો હતો. આજે આ પ્રકલ્પ શિક્ષણ સમુદાય માટે સ્થિરતા અને આશાના સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે.

    અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ સીમાચિહ્નરૂપ પ્રસંગને ચિહ્નિત કરી  જણાવ્યું હતું કે અદાણી પબ્લિક સ્કૂલ ૨૫ વર્ષ પૂર્ણ કરે છે, આ ક્ષણ ફક્ત એક સંસ્થાથી વિશેષ અનેક સંવેદનાસભર ક્ષણોની ઉજવણી કરે છે. તેમણે કહ્યું હતું કે આસપાસના બાળકોના સુષુપ્ત સપના અને ઘડાયેલા ભવિષ્યનું અહીં સન્માન થઇ રહ્યું છે. તેમણે શાળાની રજત જયંતિના  સીમાચિહ્નસમા અવસરે આશા વ્યકત કરી હતી કે પ્રત્યેક વિદ્યાર્થી અમર્યાદ સ્વપ્ન જોવાના આત્મવિશ્વાસ તેમજ દરેક પછડાટ પછી બેઠા થવાની સ્થિતિસ્થાપકતા અને પ્રાપ્ત કરેલું સમાજને પરત આપવાની નમ્રતા સાથે અહીંથી વિદાય લે. ગૌતમ અદાણીએ ઉમેર્યું કે અહીં દરેક બાળક ભારતના ઉજળા ભવિષ્યના વચનનો ભાર વહન કરે છે ત્યારે આ વચન જ હેતુપૂર્ણ કાર્યને પ્રેરણા આપે છે.

    આ ૨૫ વર્ષની આ સફર પર નજર કરતાં ડૉ. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે પચીસ વર્ષ અગાઉ કચ્છના તોફાની દરિયાકાંઠે એક સરળ વિચાર આવેલો કે દુનિયા માટે બારી ખોલવાની ક્ષમતા ધરાવતો પ્રત્યેક બાળક એવું શિક્ષણ મેળવવાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે આશાના નાના કિરણ તરીકે જે પ્રકટ્યું તે આજે એક દેદીપ્યમાન દીવો બની પ્રજ્વલિત થયો છે  જેણે સમાજ જીવન અને સમુદાયોને તેજોમય કર્યો છે. ડો. અદાણીએ આ સફર દરેક શિક્ષકની છે તેમનો ભારપૂર્વક ઉલ્લેખ કરતા કહ્યું કે આ શિક્ષકો જેમણે વિશ્વાસ કર્યો, દરેક માતાપિતા જેણે ભરોસો કર્યો, અને દરેક બાળક જેણે સ્વપ્ન જોવાની હિંમત કરી તે આ સફરના યશાધિકારી છે.

    બેગપાઇપર બેન્ડ અને એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા પરંપરાગત સ્વાગત સાથે  રજત જયંતિ વર્ષની ઉજવણીનો આરંભ યયો હતો જાણવાની  જિજ્ઞાસા અને અભિવ્યક્તિની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) અને રોબોટિક્સ પ્રદર્શનો, ક્યુરેટેડ આર્ટ વર્કસ્ટેશન દ્વારા નવીનતા અને સર્જનાત્મકતા જીવંત થઈ હતી.

    આ પ્રસંગે મુન્દ્રામાં આ શાળાના પ્રારંભિક વર્ષોથી લઈને પ્રદેશમાં એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવવા સુધીની સફરને ખાસ ક્યુરેટ કરાયેલ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવવા સાથે સંસ્થાની સફર અને હાંસલ કરેલા સીમાચિહ્નો દર્શાવતી એક સ્મરણિકા કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

    ૨૩૩ વિદ્યાર્થીઓ અને ૨૭ શિક્ષકોના પ્રારંભિક સમૂહથી લઈને ૨,૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦ થી વધુ શિક્ષક સમુદાય સાથે સમૃદ્ધ સંસ્થા બની ચૂકેલી અદાણી પબ્લિક સ્કૂલ સર્વાંગી શિક્ષણ અને સમાનતામાં ગૌરવની તેની માન્યતાને સમર્પિત છે.

    આ પ્રસંગે ડૉ. પ્રીતિ અદાણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ ઉજવણીની એક નિર્ણાયક ક્ષણ બની રહી હતી.  આ વાર્તાલાપના હાર્દમાં સંસ્થા અને તે જે સમુદાયની સેવા કરે છે તે બન્ને વચ્ચે ચિરંજીવી બંધન બનાવી રાખવાનો હેતુ સમાયેલો હતો..

    આ ઉજવણીનું સમાપન શાળાના ગીત સાથે રંગદર્શી વાતાવરણમાં થયું ત્યારે ૨૫થી વધુ વર્ષ સુધી આકાર પામેલા સહિયારા હેતુની પુષ્ટિ થયાની અનુભૂતિ થઈ.

    Adani Public School Mundra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026

    Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026

    Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026

    Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત

    May 2, 2026

    ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    May 2, 2026

    Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.