Gir Somnath, તા.12
ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીર તાલાલ પંથકમાં અવારનવાર ધરતીકંપના આંચકા આવી રહ્યા છે. ધરતીના પેટાળમાં સળવળાટથી ધરા ધ્રુજી રહી છે.આજે બપોરના 12.35 કલાકે તાલાલામાં ધરતીકંપના ઉપરાઉપરી બે આંચકા સાથે ભેદી અવાજો સંભળાતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.
બંને આંચકાથી કોઇ જાનહાની કે નુકસાની થવા પામી નથી. આ આંચકાની 3.3ની તિવ્રતા નોંધાઇ હતી. જ્યારે ભુકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિ.મી. દુર નોંધાયું હતું. તાલાલા પંથકમાં છેલ્લા ઘણા માસથી અવારનવાર ધરતીમાં કંપન ધ્રુજારી થઇ રહી છે. આજે બપોરે વધુ બે આંચકાથી ગભરાહટ ફેલાયો હતો.

