Kutch,તા.૧૦
કચ્છમાં રાપર નજીક આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં થોડીવાર માટે ચિંતા ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૮ નોંધાઈ છે.
રાપર નજીક બપોરે આશરે ૧૨ઃ૪૦ વાગ્યે ધરતી ધ્રૂજી હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, આંચકો અનુભવાતા કેટલાક વિસ્તારોમાં લોકોમાં ચકચાર જોવા મળી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે ૧૮ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. કચ્છ ભૂકંપપ્રવણ વિસ્તાર હોવાથી નાના-મોટા આંચકા સમયાંતરે નોંધાતા રહે છે.૨.૮ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયા બાદ હાલ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

