ભારતની આઝાદી બ ાદથી જ કાશ્મીરનો મુદ્દો દેશ માટે એક મોટી સમસ્યા બની ગયો છે. કાશ્મીરને લઈને ત્રણ યુદ્ઘ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ચૂક્યાં છે અને ૯૦ના દાયકાથી પાકિસ્તાને કાશ્મીરને આતંકવાદ દ્વારા અશાંત કર્યું છે. હંમેશાં એ વાત કહેવામાં આવે છે કે પંડિત નેહરુ જ કાશ્મીર સમસ્યા માટે જવાબદાર છે, જો તેમણે કાશ્મીરના ભારતમાં વિલય સમયે દિલથી નહીં દિમાગથી વિચાર્યું હોત તો આજે સ્થિતિ કંઇક જુદી હોત. પીએમ મોદીએ હાલમાં જ આ વાતને ઉખેડી છે અને કહ્યું કે આઝાદી બાદ પંડિત નેહરુએ સરદાર પટેલનું ન સાંભળ્યું, જો સાંભળ્યું હોત તો કાશ્મીરની આ હાલત ન હોત.
ભારતના ભાગલા બાદથી જ પાકિસ્તાને કાશ્મીરને પડાવી લેવા માટે ખોટા પ્રયાસ કર્યા છે. આઝાદીના તરત બાદ જ તેણે કબીલાઇઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સા પર પાકિસ્તાનનો કબ્જો છે. એ જ પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે, તેમના માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરે છે અને ભારતને આતંકવાદની આગમાં બાળતું રહે છે. ૧૯૪૮માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થઈ રહ્યું હતું તો પંડિત નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે કાશ્મીર મુદ્દે કેટલાક મતભેદો હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જો એ સમયે સરદાર પટેલની સલાહ માની લેવાઇ હોત તો આપણે પહેલગામ હુમલો ન જોવો પડ્યો હોત. વડાપ્રધાનના આ નિવેદનનો અર્થ એ છે કે કાશ્મીરને લઈને તત્કાલીન વડાપ્રધાન નેહરુથી કેટલીક ભૂલો થઈ, જેનું નુક્સાન આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. તેઓ એમ પણ કહેવા માગે છે કે સરદાર પટેલ એ સમયે સાચા હતા, જો તેમની વાત માની લીધી હોત તો આજે પરિસ્થિતિઓ અલગ હોત.
પંડિત નેહરુ અને સરદાર પટેલ બંને એ વાતે સહમત હતા કે કાશ્મીરને ભારતનું અંગ હોવું જોઇએ. જ્યારે આઝાદી સમયે કાશ્મીરે વિલય પત્ર પર હસ્તાક્ષર ન કર્યા અને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી તો નેહરુ અને પટેલ બંનેને આ વાત પસંદ નહોતી પડી. ભારતીય વિદેશ સેવાના અધિકારી સી.દાસગુપ્તાએ પોતાના પુસ્તક ‘વોરએન્ડ ડિપ્લોમસી ઇન કાશ્મીર, ૧૯૪૭-૪૮’માં એ સ્પષ્ટ લખ્યું છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ બંને કાશ્મીર સ્વતંત્ર કે તટસ્ત રહેવાના પક્ષમાં ન હતા. બંનેનું માનવું હતું કે કાશ્મીરનું સ્વતંત્ર રહેવું ભાતની સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરો બનશે. હા, એ પણ એક સચ્ચાઈ છે કે કાશ્મીરના મુદ્દાને સરદાર પટેલ સૈન્ય કાર્યવાહીથી હલ કરવા માગતા હતા, જ્યારે નેહરુ કૂટનીતિક રીતે.
કાશ્મીરને લાલચુ નજરોથી જોનારું પાકિસ્તાન કોઇપણ સ્થિતિમાં કાશ્મીરને હડપવા માગતું હતું. આ માનસિકતાને કારણે જ્યારે ભારતના ભાગલા થયા અને દેશના ત્રણ ટુકડા થયા તો પાકિસ્તાન કાશ્મીરને પડાવી લેવા માગતું હતું, કારણ કે આઝાદી સમયે કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તે ના તો ભારત સાથે હતું અને ના પાકિસ્તાન સાથે. આ જ વાતનો ફાયદો ઉઠાવતાં પાકિસ્તાને કબીલાઇઓની મદદથી ત્યાંના રાજા હરિસિંહ પર હુમલો કરી દીધો. હુમલા બાદ રાજા હરિસિંહે ભારત પાસે મદદ માગી. નેહરુ અને પટેલ ંબને એ સમયે કાશ્મીરને સૈન્ય મદદ આપવાના પક્ષધર હતા, પરંતુ અંગ્રેજોએ તેમને રોક્યા. તેમનું માનવું હતું કે જો ભારત એક સ્વતંત્ર રાષ્ટ્રની મદદ કરશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ છેડાઈ જશે. તેમણે વિલય પત્ર વિના કાશ્મીરને મદદ કરવાથી રોક્યું હતું. કાશ્મીરે જ્યારે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા, ત્યારે જઈને ભારત કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહી કરી શક્યું. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સરદાર પટેલ કાશ્મીર મુદ્દા પર નિર્ણાયક સૈન્ય કાર્યવાહીના પક્ષધર હતા, જ્યારે નેહરુ વધારે કૂટનીતિક દૃષ્ટિકોણ અપનાવવા માગતા હતા. કાશ્મીર મુદ્દો બ્રિટિશ અધિકારીઓની ભૂમિકા અને નેહરુ-પેટલ વચ્ચે મતભેદોને કારણે ઘણું જટિલ થઈ ગયું હતું.